- યુવરાજસિંહ ગોહિલ ભાવનગરના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે
- તેઓને હાલમાં ભાવનગર ભાજપની ઉમેદવારની 52ની ટીમમાં સિનિયર અને મુખ્ય માનવામાં આવે છે
- આગામી ચૂંટણીમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે
ભાવનગર: મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર થયેલા ભાજપના 52 ઉમેદવાર પૈકી 12 રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં સિનિયર કોઈ હોય તો તે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા યુવરાજસિંહ ગોહિલ છે. 52 ઉમેદવારો માટે અગ્રણી બની ગયેલા યુવરાજસિંહ સાથે આગામી એક મહિનાના જંગમાં કેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવશે તે જાણવા ખાસ વાતચીત ETV BHARAT એ કરી હતી.
યુવરાજસિંહ ગોહિલે ખાસ વાતચીતમાં શું કહ્યું ?
ભાવનગર મહાનગરપાલિકામાં 5 વર્ષમાં અઢી વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહેલા યુવરાજસિંહ ગોહિલને હાલની ચૂંટણીમાં પણ ટિકિટ આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ગુડ બુકમાં સ્થાન મેળવનાર યુવરાજસિંહ ગોહિલ હાલના 52 ઉમેદવારોમાં અગ્રણી બની ગયા છે. આગામી એક મહિનાની જંગ જેવી સ્થિતિમાં માર્ગદર્શન પુરૂ પાડવામાં યુવરાજસિંહ અહમ ભૂમિકા ભજવી શકે છે.