તમેવ માતા ચ પિતા તમેવ. આ શિક્ષકને ગુરુ સમજીને કહેવામાં આવેલા શબ્દો છે. જે આજે ગુરુ વંદનામાં પણ બોલાય છે. સાચો ગુરુ મળી જાય તો કોઈ પણ છોડવા તૈયાર થતું નથી તેમ ભાવનગરના તળાજાના વેળાવદર ગામને એક સાચા શિક્ષક મળ્યા છે. સાચા ગુરુ મળવા આજના આધુનિક સમયમાં ખૂબ મુશ્કેલ છે. ત્યારે ભાવનગરના તળાજાના વેળાવદર ગામે ત્રણ વર્ષ પહેલાં આચાર્ય તરીકે મુકેશભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી. મુકેશભાઈ સાચા ગુરુ બનીને વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર સુધાર્યુ અને બાદમાં બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કર્યુ હતું.
3 વર્ષમાં શિક્ષણનું પરિણામ અને સારા સંસ્કારથી ગ્રામ પ્રભાવિત થઈ ગયું હતું. શાળા માટે દાન તેમજ નવી શાળાના પ્રયાસો સાથે ગામમાં સ્વચ્છતા અને જાગૃતિ આજના સમયની લાવવામાં આચાર્ય મુકેશભાઈનો સિંહ ફાળો 3 વર્ષમાં રહ્યો છે. ગ્રામજનો આજે તેમની બદલી થતા જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળવા પોહચી ગયા હતા. ગ્રામજનોએ માગ કરી હતી કે મુકેશભાઈની બદલી રોકવામાં આવે કારણ કે વેળાવદર ગામની કાયાપલટ તેમને કરી છે અને આગળ વધુ તેમનો સિહ ફાળો ગામને મળે તેવી આશા સાથે DDOને રજુઆત કરી હતી.