ETV Bharat / state

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 'દુઃખના દ્હાડા', દર્દીઓ સારવાર ઝંખે અને ડોક્ટરો તબીબી સામગ્રી - ભાવનગરની જનતા

ભાવનગર સરટી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઓપરેશનોમાં વિલંબથી સગાઓ અકળાઈ રહ્યા છે. ગરીબ મજૂર વર્ગના દર્દીઓની ખાનગી હોસ્પિટલોમાં જવાની આર્થિક શક્તિ ન હોવાના પરિણામે તેઓ તંત્ર પાસે સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની અપેક્ષા રાખતા હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કેટલા ઓપરેશનો અને ઓર્થોપેડિકના ઓપરેશન કરાવવા આવેલા દર્દીઓના સગાઓની વ્યથા જાણીએ.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થતાં દર્દીઓ મુંઝાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 7:11 AM IST

ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થતાં દર્દીઓ મુંઝાયા

ભાવનગર: ભાવનગર સરટી હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઓપરેશનોમાં વિલંબથી સગાઓ અકળાઈ રહ્યા છે. ગરીબ મજૂર વર્ગના દર્દીઓની ખાનગી હોસ્પિટલોમાં જવાની આર્થિક શક્તિ ન હોવાના પરિણામે તેઓ તંત્ર પાસે સરકારી હોસ્પિટલમાં સારવાર માટેની અપેક્ષા રાખતા હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કેટલા ઓપરેશનો અને ઓર્થોપેડિકના ઓપરેશન કરાવવા આવેલા દર્દીઓના સગાઓની વ્યથા જાણીએ.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થતાં દર્દીઓ મુંઝાયા
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થતાં દર્દીઓ મુંઝાયા

શું છે દર્દીઓની પરેશાની: ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ભાવનગર શહેર સહિત આસપાસના જિલ્લાઓના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે, ત્યારે હાલમાં જ ઓર્થોપેડિક ક્ષેત્રે દર્દીઓને હાલાકી પડતી હોવાનું સામે આવી રહ્યું છે. હોસ્પિટલમાં અનેક ઓપરેશન થાય છે ત્યારે ઓપરેશનને લઈને દર્દીઓની પરેશાની સામે આવી રહી છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલના મસમોટા ખર્ચને ન પહોંચી ન વળતા તેઓ સરકારી હોસ્પિટલ પર જ આધાર રાખતા હોય છે, કે જો નિર્ધારિત સમય મર્યાદામાં ઓપરેશન થાય તો તેમની શારીરિક સમસ્યા દૂર થઈ શકે. પરંતુ બીજી તરફ સર ટી હોસ્પિટલના સત્તાધીશોએ તેના માટેના કારણો પણ રજૂ કર્યા છે.

દર્દીઓની આપવીતિ: ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં ભાવનગર જિલ્લા સહિત આસપાસના અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ વગેરે જેવા જિલ્લામાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે હાલમાં ઓર્થોપેડિક ઓપરેશનને લઈને મોટી સમસ્યા સામે આવી છે. મણીબેન નામના દર્દીના એક સગાએ જણાવ્યું હતું કે, તેમના પતિ રામજી દેવાભાઈ રાઠોડનું ઓપરેશન કરાવવું છે. બે મહિનામાં બે દિવસ ઓછા છે, ત્યારે છેક હવે વારો આવ્યો છે. ખાવા-પીવાનું મળે છે, સેવા ચાકરી કરવા વાળું કોઈ જોઈએને. તેઓ કહે છે કે તેમના ઘરે કોઈ કામ કરવા વાળું નથી. 25 વર્ષનો દીકરો અવસાન પામ્યો છે, અને બીજા દીકરાને અન્ય કોઈના ઘરે મૂકીને આવ્યાં છીએ. જ્યારે અન્ય એક દર્દીના સગા બકુલભાઇએ જણાવ્યું હતું કે ''હું કળસાર ગામનો છું. મારી માતાના ગોળાનું ઓપરેશન કરાવવા આવ્યો છું, અમે ખેત મજૂર માણસ છીએ. 15 દિવસ થયા તો મેં સાહેબને પૂછ્યું તો કહે છે કે, ગોળા નથી અને સિમેન્ટ પણ નથી એ આવે પછી ઓપરેશન કરીશ. પંદર દિવસમાં ઓપરેશન થયું નથી, ડોક્ટરને પૂછે તો કહે છે કે સિમેન્ટ હોય તો ઓપરેશન થાયને, હવે અમે ખેત મજૂર માણસ છીએ રોજનું રળી રોજ ખાતા હોઈએ એટલે કેટલા દિવસ અહીંયા રહેવું''.

હોસ્પિટલમાં ઓપરેશનનો ગ્રાફ: ભાવનગરની સર ટી હોસ્પિટલમાં મેજર અને માઇનોર બે પ્રકારના ઓપરેશનો થાય છે, ત્યારે ભાવનગર જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી આવતા વિવિધ પ્રકારના દર્દીઓની સમસ્યાઓને લઈને મેજર અને માઈનોર ઓપરેશન થતા હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષના આંકડા જોઈએ તો સર ટી હોસ્પિટલના આરએમઓ તુષાર આદેસરાએ જણાવ્યું હતું કે, ભાવનગર સર ટી હોસ્પિટલમાં 2022 માં મેજર ઓપરેશન 7,800 અને 2023/24માં 2400 જેટલા ઓપરેશનો થયા છે, જ્યારે 2022માં માઇનોર ઓપરેશન 22,600 અને 2023/24 માં 15,300 જેટલા ઓપરેશન થયા છે.

હોસ્પિટલ સત્તાધીશોની સ્પષ્ટતા: ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં ખાસ તો ઓર્થોપેડિક વિભાગમાં ઓપરેશનમાં વિલંબ થઇ રહ્યો છે. દર્દીના સગાઓ દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. જો કે દર્દીના સગા સાથે રહેવાની મંજૂરી નહીં હોવાથી અને લાંબો સમય જવાથી દર્દીના સગાઓ પરેશાન છે, ત્યારે હોસ્પિટલના આર.એમ ઓ તુષાર આદેસરાએ જણાવ્યું હતું કે ભાવનગર સર ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી છે. અન્ય જિલ્લામાંથી દર્દી આવતા હોય છે. દર્દીને તાત્કાલિક સાધન આપવામાં આવે છે અને ઓપરેશન કરાય છે. ઘણા સાધનો કેટલાક સાઈઝમાં ન હોવાથી દર્દીના પીએમ જે કાર્ડમાંથી બ્લોક કરીને સરકારની ખરીદ વેચાણ પ્રક્રિયા કરીને દર્દી માટે સાધનો મંગાવવામાં આવતા હોય છે. તેને પગલે વિલંબ થતો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

  1. ભાવનગરમાં તાવ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાની સ્થિતિ જાણો, તમે પણ રહો સાવચેત
  2. ભાવનગરમાં 20 દિવસ અંદર બે બ્રેઈનડેડ કેસમાં અંગદાન, મહિલાના અંગોથી અન્યને મળ્યું નવજીવન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.