- જિલ્લાના દરિયાઈ વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા
- બંદરો પર ખતરાની નિશાન માટે સિગ્નલો લગાવવામાં આવ્યા
- અલંગ ખાતે વાવાઝોડાના પગલે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
ભાવનગર : સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લાના દરિયાઈ વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. તેમજ આગમ ચેતીના ભાગરૂપે બંદરો પર ખતરાની નિશાન માટે સિગ્નલો લગાવવામાં આવ્યા છે. ત્યારે અલંગ ખાતે સંભવિત વાવાઝોડાના પગલે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વાવાઝોડાના પગલે અલંગ ખાતે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. બંદરો પર ભય સૂચક સિગ્નલો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના અલંગ ખાતે સંભવિત વાવાઝોડાના પગલે અલંગ ખાતે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ