ETV Bharat / state

Shirodhara Therapy : શિરોધારા છે દોડધામની જિંદગીમાં થતા અનેક રોગો સામે રામબાણ ઇલાજ - આયુર્વેદિક ઉપચાર દ્વારા સ્વાસ્થ્ય

આધુનિક સમયમાં 24 કલાકની અંદર માણસોએ અનેક પ્રકારની દોડધામમાં વ્યસ્ત થઇને જીવવું પડતું હોય છે. આની અસર સ્વાસ્થ્ય પર થતી હોય છે. આયુર્વેદની સારવાર પદ્ધતિમાં શિરોધારા ઉપચાર દ્વારા અનેક પ્રકારની નાનીમોટી સમસ્યાઓ સરળતાથી બચી શકાય છે. તે વિશે જાણવા જેવું છે.

Shirodhara Therapy : શિરોધારા છે દોડધામની જિંદગીમાં થતા અનેક રોગો સામે રામબાણ ઇલાજ

author img

By

Published : Feb 28, 2023, 5:58 PM IST

Updated : Feb 28, 2023, 9:24 PM IST

શિરોધારા ઉપચાર દ્વારા અનેક પ્રકારની નાનીમોટી સમસ્યાઓ સરળતાથી બચી શકાય છે

ભાવનગર : ફાસ્ટ સમયમાં મનુષ્ય રોજગારીના ચક્કરમાં નાની મોટી બીમારીનો શિકાર બનતો હોય છે. ત્યારે વ્યસ્તતા વચ્ચે પણ સ્વાસ્થ્યની કાળજી લેવી પડતી હોય છે. આયુર્વેદની સારવાર પદ્ધતિમાં દર્શાવાયેલા શિરોધારા ઉપચાર દ્વારા અનેક પ્રકારની નાનીમોટી સમસ્યાઓ સરળતાથી બચી શકાય છે. તે વિશે જાણવા જેવું છે.

કેટલાક નાના મોટા રોગો માટે શ્રેષ્ઠ ઉપચારની પ્રક્રિયા

નાની મોટી સમસ્યાનો રામબાણ ઉપાય : આયુર્વેદમાં શિરોધારા જેવી દટેક ઘરમાં જોવા મળતી નાની મોટી સમસ્યાનો રામબાણ ઉપાય માનવામાં આવે છે. મનુષ્યમાં શારીરિક અને માનસિક બે પ્રકારના રોગ હોય છે. ત્યારે ઘણીવાર લોકોનેે માનસિક રોગ હોય છે પરંતુ અસર તેની શારીરિક રીતે દેખાય છે. અમે તમને આયુર્વેદમાં શીરોધારા આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ વિશે જણાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જેનાથી કેટલા રોગોમાં ફાયદો મેળવી શકાય છે તે અમે તમને અહીંયા જણાવવાની કોશિશ કરીશું.

આ પણ વાંચો Ayurveda guidelines for eating : આયુર્વેદ મુજબ યોગ્ય આહાર માટે જાણો માર્ગદર્શિકા

શિરોધારા એટલે શું કેવી રીતે થાય શિરોધારા : સામાજિક જીવનમાં આજે શારીરિક અને માનસિક રોગો મનુષ્યને પ્રગતિમાં ક્યાંકને ક્યાંક બાધા બનતા હોય છે. ત્યારે આયુર્વેદિક શાસ્ત્રમાં શિરોધારાથી ઉપચાર કેટલાક નાના મોટા રોગો માટે શ્રેષ્ઠ ઉપચારની પ્રક્રિયા બતાવવામાં આવી છે. ભાવનગરના ડોક્ટર માધવીબેન પટેલે જણાવ્યું હતું કે શિરોધારા એટલે શિર એટલે માથું અને ધાર એટલે કોઈ પણ પ્રવાહીની સ્થિર રીતે કરવામાં આવતી ધારા છે. એટલે તેને શિરોધારા કહેવામાં આવે છે. શિરોધારામાં અનેક પ્રકારના ફાયદાઓ પણ રહેલા છે.

શિરોધારા એટલે મસ્તક ઉપર કોઈ પણ પ્રવાહી તેલ અથવા દૂધની સ્થિર ધારા

શિરોધારા કયા પ્રકારના રોગ પર રામબાણ : આધુનિક અને ટેકનોલોજીના સમયમાં દોડધામવાળી જિંદગીમાં મનુષ્યને અનેક શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવાનો સમય જીવન દરમિયાન આવતો હોય છે. આજના સામાન્ય જીવનમાં જોઈએ તો વાળ ખરવા, માથામાં ખોડો, રાત્રે વધુ ઊંઘ આવવી અથવા તો ઊંઘ જ ન આવવી, થાઈરોડ, વજન વધી જવું પીસીઓડી,હોર્મલ ઈનબેલેન્સ, થાક અને ચિંતા જેવા રોગો મનુષ્યના રોજબરોજની જિંદગીમાં જોવા મળતા હોય છે. આ બધા રોગો માટે શિરોધારા શ્રેષ્ઠ ઉપચાર પ્રક્રિયા માનવામાં આવે છે.

આ પણ વાંચો અસ્થમાથી બચવા દવાઓ અને યોગ્ય આહારની સાથે સાવચેતી જરૂરી

કયા કયા પ્રકારની શિરોધારા કરી શકાય અને કેટલા દિવસ : સામાજિક જીવનમાં નોકરી કે વ્યવસાય દરમિયાન મનુષ્ય આજના ખોરાક પ્રમાણે કોઈને કોઈ શારીરિક માનસિક તકલીફ પીડા અનુભવતો હોય છે. પરંતુ ખાસ વાળ ખરવા, ખોડો, ઊંઘ ન આવવી, થાયરોડ,વજન આ બધા પ્રકારના રોગો જીવનની સફરમાં મોટી સમસ્યારુપ માણસ માટે બની જાય છે. ત્યારે ડોક્ટર માધવીબેન પટેલે ચાર પ્રકારની શિરોધારા દ્વારા કાબુ મેળવી શકાતું હોવાનું જણાવ્યું છે. શિરોધારા વાળ ખરવા, ખોડો, ઊંઘ ન આવવી, થાઈરોડ વગેરે જેવા રોગોમાં કાબુ મેળવવાની એક આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ માનવામાં આવે છે. શિરોધારા કરવાથી મનુષ્ય ઘણો ફાયદો મેળવે છે.

કેટલા પ્રકારની શિરોધારા કઈ અને કેમ કરાય શિરોધારા : શિરોધારા શ્રેષ્ઠ ઉપચાર પદ્ધતિ છે ત્યારે ડોક્ટર માધવીબેન પટેલે જણાવ્યું હતું કે ચાર પ્રકારથી શિરોધારાને કરી શકાય છે. એક ઔષધીય તેલ, દૂધ, છાશ અને તેલ દ્વારા કરી શકાય છે. ખાસ કરીને હેર ડ્રાય, કલર જેવા કેમિકલયુક્તવાળા પદાર્થોના ઉપયોગથી વાળ ખરવા, ખોડો વગેરે અનેક સમસ્યાઓ મહિલાઓ અને પુરુષોમાં ઊભી થતી હોય છે. ત્યારે દૂધ અને તક્રધારા દ્વારા માનસિક ચિંતા અને સ્ટ્રેસ દૂર થાય છે. મનને શાંતિ મળે છે. જો કે શિરોધારા એટલે મસ્તક ઉપર કોઈ પણ પ્રવાહી તેલ અથવા દૂધની સ્થિર ધારા છ સાત દિવસ સુધી શિરોધારાની પ્રક્રિયા હેઠળ કરવામાં આવે તો દરેક પ્રકારના ઉપરોક્ત માનસિક રોગો ઉપર કાબૂ મેળવી શકાય છે.

Last Updated : Feb 28, 2023, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.