- મહાનગરપાલિકાના બે સુએજ પ્લાન્ટ
- વધારાનું સુએજ પાણી દરિયામાં વહી રહ્યું છે
- પ્રદૂષણના પગલે સૌ કોઈ ચૂપ
ભાવનગર: મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણના નીકળતા 80 ટકા સુએજ પાણીમાંથી માત્ર 70 ટકા નિકાલની વ્યવસ્થા છે. ત્યારે નવા ભળેલા ગામ બાદ સિવેજ પાણીમાં વધારો થશે પણ મહાનગરપાલિકાનાં બે સિવેજ પ્લાન્ટ 70 MLDના બની રહ્યા હોવાથી 2022માં હાશકારો થશે પણ હાલ તો સિવેજ પાણી વધારાનું દરિયામાં વહી રહ્યું છે. જેનો સ્વીકાર અધિકારી કરી શકે તેમ નથી પણ કડવું છે સત્ય છે.
ભાવનગરમાં ડ્રેનેજ અને સુએજની સ્થિતિ શું..?
ભાવનગર શહેરની વસ્તી 8થી 10 લાખ આસપાસ છે અને મતદારો 5 લાખથી વધુ છે. ત્યારે સ્વાભાવિક છે જીવન જરૂરિયાતમાં પાણી પ્રથમ આવે છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દરેક વ્યક્તિને ધ્યાનમાં લઈને રોજનું 140 MLD પાણી પૂરું પાડે છે. ડ્રેનેજની વ્યવસ્થા શહેરમાં 96 ટકા છે. ત્યારે પાણીના વપરાશ સામે સુએજપાણીનો નિકાલ હંમેશા 80 ટકા રહેવાનો છે. હવે ભાવનગરમાં પાણી 140 MLD જરૂરિયાત હોઈ તો આશરે સુએજ ગંદા પાણીનો નિકાલ 110 MLD આસપાસ રહેવાનો છે.
ભાવનગરની પાણી વિતરણ અને સુએજ નિકાલની વ્યવસ્થા શું ?
ભાવનગરની વસ્તીને પાણી પૂરું પાડવા માટે પાણી વિભાગ ઉણું ઉતર્યું છે પણ સુએજ વ્યવસ્થામાં મહાનગરપાલિકા થોડી પાછળ રહી છે મહાનગરપાલિકાના બે સિવેજ પ્લાન્ટ છે એક કુંભારવાડા 45 MLD અને રુવાપરીમાં 30 MLD. જે મળીને 75 MLD સુએજ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. સુએજમાંથી શુદ્ધ થતું પાણી પડવા પાવર પ્લાન્ટને જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. તો વધારાનું સુએજ પાણી દરિયામાં વહેતું કરી દેવાય છે જેનાથી અધિકારીઓ પણ વાકેફ છે પણ વ્યવસ્થાના ભાગ રૂપે તો હાલ આ વ્યવસ્થા છે.
સુએજ નિકાલ માટે આગળ શું વ્યવસ્થા અને નવા ગામોથી શું સ્થિતિ..?
ભાવનગર શહેરમાં હાલ નવા સાત ગામ ભળી ગયા છે ત્યારે આ ગામોના પાણીની વ્યવસ્થા અને સુએજ નિકાલ માટે હાલ વિકાસનું કામ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકા રુવાપરી પાસેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે વધુ એક 50 MLD પ્લાન્ટ 55 કરોડનો નવો પ્લાન્ટ બનવાનું ચાલુ છે, જ્યારે બીજો રુવા ગામે 19.2 MLD 31 કરોડના ખર્ચે સુએજ પ્લાન્ટ બની રહ્યો છે. જેનાથી નવા ભળેલા ગામોમાં સુએજની વ્યવસ્થા થશે પણ હાલમાં 35 MLD થી વધુ ગટરનું ગંદુ પાણી અને સુએજ પ્લાન્ટમાં વધારાનું મળીને આશરે 50 MLD જેટલું પાણી દરિયામાં વહી રહ્યું છે અને પ્રદૂષણને પગલે સૌ કોઈ ચુપ્પી સેવીને બેઠું છે તે કડવું સત્ય છે, જ્યારે નાળાઓમાં વહેતુ પાણી તો જાય જ છે.