- સિહોર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતીમાં સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન
- પ્રદેશ પ્રમુખના આગમનને લઈને ભાજપ કાર્યકર્તાઓ અને સરપંચોએ ટ્રેક્ટર રેલી સ્વરૂપે કર્યું સ્વાગત
- સ્વાગત સમારોહ દરમિયાન સોશિયલ ડિસ્ટન્ટના ધજાગરા
ભાવનગર : ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા ખાતે 400થી વધુ સરપંચો સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સી. આર. પાટીલ સિહોર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સરપંચો અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ટ્રેક્ટર રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મૂકતા દ્રશ્યો સર્જાયા હતા.
કોવિડ 19ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાયું
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રવાસ દરમિયાન બોટાદ જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી સિહોર ખાતે પ્રદેશ મંત્રી તેમજ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્ય પ્રધાન વિભાવરી દવે, ભાજપ પ્રદેશ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી, સાંસદ ભારતી શિયાળ, ગોરધન ઝડફિયા, કુંવરજીભાઈ બાવળિયા, પુરૂષોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં 400થી વધુ સરપંચો સાથે નંદ પાર્ટી પ્લોટ ખાતે સંવાદ કાર્યક્રમા હાજરી આપતા પહેલા સિહોર ખાતે પ્રદેશ અધ્યક્ષ પહેલી મુલાકાત કરતા સિહોર ભાજપ કાર્યકરો તેમજ સરપંચો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે જે પ્રમાણે રાજકીય કાર્યક્રમોમાં કોવિડ 19ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરાતું હોવાનું સ્પષ્ટપણે રવિવારે જોવા મળતા અનેક સવાલો સ્થાનિકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
આમ જનતા જાહેરનામાંનો ભંગ તો દંડ
ઉલ્લેખનીય છે કે, આમ જનતા જો જાહેરનામાંનો ભંગ કરે છે તો, તેમને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો માટે જાણે કાયદો અલગથી બન્યો હોય તેમ પોલીસ દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
આમ જનતા કરે તો દંડ, રાજનેતા કરે તો કોઇ કાર્યવાહી નહીં
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- કરજણ પેટા ચૂંટણી: પ્રચારના અંતિમ દિવસે ભાજપનો રોડ-શો, સોશિયલ ડિસ્ટન્ટના ઉડ્યા ધજાગરા
- ભાજપની પેજ કમિટીના કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, નિયમો ફક્ત સામાન્ય લોકો માટે છે?
- વડોદરામાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા
- જૂનાગઢમાં સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા
- ગઢડામાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- બોટાદમાં ભારતીબેન શિયાળના અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા