ETV Bharat / state

ડ્રેઝીગના અભાવે ઘોઘા-દહેજ ફેરી સેવા સ્થગિત... - રોરો ફેરી

ભાવનગર: જિલ્લાના ઘોઘા ગામે આવેલ સમુદ્ર કિનારેથી દક્ષિણ ગુજરાતના દહેજને સમુદ્ર માર્ગે પરિવહન સેવા શરુ કરવામાં આવી હતી, પરંતુ ડ્રેઝીગના અભાવે રોપેકસ ફેરી સેવા અચોક્કસ મુદત સુધી સ્થગિત કરવામા આવી છે. આ સર્વિસ સેવા આપવાની બદલે નકારાત્મક રીતે ચર્ચાનો ભાગ બનતી રહી છે.

fery
author img

By

Published : Sep 24, 2019, 7:00 AM IST

Updated : Sep 24, 2019, 10:59 AM IST

ડ્રેઝીગના અભાવે રોપેક્સ ફેરી સેવા અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત કરાઈ છે. આ રોપેકસ ફેરી સેવા શરૂ થયા બાદ વિવાદમાં રહી છે. ભાવનગર જેવા શહેરને સમુદ્રી પરિવહન માટે વિદેશ જેવી સવલત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગરનું ઘોઘા અને દક્ષિણ ગુજરાતનું દહેજ દરિયા કાંઠે વસેલા છે. તે ખંભાતના અતખાતની ખાડી નો ભાગ છે. આ ખાડીમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી, વિશ્ચામિત્રી, સહિત 38થી વધુ નાની મોટી નદીઓ મળે છે. જેથી પાણી સાથે મોટા પ્રમાણમાં કાપ ખાડીમાં ઢસડાઈ આવે છે. તદ્દઉપરાંત આ સમુદ્રમાં બારેમાસ હેવી કરંટ રહે છે. પરિણામે શિપની ચેનલમાં કાપનો ભરાવો થઈ જાય છે. કાપ ભરાતા શિપ ચલાવવું મુશ્કેલ બને છે. હાલ સુચારૂ રૂપે પરિવહન સેવાનું સંચાલન કરતી ઈન્ડીગો કંપનીએ સેવા શરુ રહે તે માટે કોઈ જ કચાશ બાકી રાખી નથી.

ડ્રેઝીગ ના અભાવે રોપેકસ ફેરી સેવા અચોક્કસ મુદત સુધી સ્થગિત

ઈન્ડીગો કંપની એ જીએમબીને પત્ર પાઠવી ચેનલમાં સત્વરે ડ્રેઝીગ કરવા જણાવ્યું હતું, પરંતુ જીએમબી દ્વારા આ અંગે કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા આજથી અચોક્કસ મુદત સુધી ફેરી સેવા સ્થગિત કરવાની ફરજ પડી છે. ઘોઘા અને દહેજ ટર્મિનસ સ્થિત દરિયાની ચેનલમાં શિપને ચલાવવા માટે મહત્તમ 5 થી 8 મીટરના પાણીના ડ્રાફ્ટ એટલે કે, 20 ફૂટ થી વધુ ઊંડાઈના પાણીની આવશ્કતા હોય છે, પરંતુ હાલ માત્ર એક મીટરનો ડ્રાફટ ઉપલબ્ધ છે. જેના કારણે શિપ ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી હવે ડ્રેઝીગ કાર્ય પૂર્ણ થશે. ત્યારબાદ જ રોપેકસ ફેરી સર્વિસ રાબેતા મુજબ શરૂ કરી થશે તેવું ઈન્ડીગો કંપનીના મેનેજરે જણાવ્યું હતું.

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : એવીબી

ડ્રેઝીગ ના અભાવે રોપેકસ ફેરી સેવા અચોક્કસ મુદત સુધી સ્થગિત

જીએમબી નબળી કામગીરી ના કારણે બેનમુન સેવા વારંવાર બાધિત થઇ રહી છેBody:ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલ સમુદ્ર કિનારે થી દક્ષિણ ગુજરાત ના દહેજ ને સમુદ્ર માર્ગે પરિવહન સેવા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને વતૅમાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું લાખેણુ સ્વપ્ન છે આ સ્વપ્ન ને સાકાર કરવા અને લોકો સમક્ષ અતિ સુવિધા યુક્ત સેવા શરૂ કરવા માટે વડાપ્રધાન મોદીએ વ્યક્તિગત રસ લીધો છે પરંતુ આરંભ કાળથી જ આ સેવા ચચૉઓ નું કેન્દ્ર બિંદુ બની ને રહીછે આ રોપેકસ ફેરી સેવા શરૂ થયા બાદ પણ વિવાદ પિચ્છો છોડવા માંગતુ ના હોય તેમ અવારનવાર કંઈ ને કંઈ અંતરો ને લઈને સેવા સ્થગિત કરવી પડે છે ભાવનગર જેવા શહેરને સમુદ્રી પરિવહન માટે વિદેશ જેવી સવલત ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ આ પ્રોઝેકટ ને સુચારૂ રૂપે ચલાવવાની જવાબદારી જેના શિરે છે એ તંત્ર ની ખોરા ટોપરા જેવી દાનત ના કારણે આમ આદમી આવી સુંદર અને ઉત્તમ સેવાથી આજે પણ વંચિત છે ભાવનગર નું ઘોઘા અને દક્ષિણ ગુજરાત નું દહેજ જે દરિયા કાંઠે વસેલા છે એ ખંભાત ના અખાત નો ખાડી નો ભાગ છે આ ખાડીમાં નમૅદા,તાપી,સાબરમતી, મહી,વિશ્ચામિત્રી, સહિત 38 થી વધું નાનીમોટી નદીઓ મળે છે આથી પાણી સાથોસાથ મોટા પ્રમાણમાં કાપ ખાડીમાં ઢસડાઈ આવે છે તદ્દ ઉપરાંત આ સમુદ્રમાં બારેમાસ હેવી કરંટ મોજુંદ રહે છે પરિણામે શિપ ની ચેનલમાં કાપ નો ભરાવો થઈ જાય છે કાપ ભરાતા શિપ ચલાવવું મુશ્કેલ બને છે બાકી સુચારૂ રૂપે પરિવહન સેવાનું સંચાલન કરતી ઈન્ડીગો કંપની એ સેવા ઓ શરુ રહે તે માટે કોઈજ કચાશ બાકી રાખી નથી વતૅમાન સમય તથા એ પૂર્વે પણ ઈન્ડીગો કંપની એ જીએમબી ને પત્ર પાઠવી ચેનલમાં સત્વરે ડ્રેઝીગ કરવા જણાવ્યું હતું પરંતુ જીએમબી દ્વારા આ અંગે કોઈ પણ કામગીરી કરવામાં ન આવતા આજથી અચોક્કસ મુદત સુધી ફેરી સેવા સ્થગિત કરવાની ફરજ પડી છે ઘોઘા અને દહેજ ટર્મિનસ સ્થિત દરિયાની ચેનલમાં શિપ ને ચલાવવા માટે મહત્તમ 5થી8 મીટરના પાણી ના ડ્રાફ્ટ એટલે કે 20 ફૂટ થી વધું ઊંડાઈ ના પાણીની આવશ્કતા હોય છે પરંતુ હાલ માત્ર એક મીટર નો ડ્રાફટ ઉપલબ્ધ હોય જેના કારણે શિપ ચલાવવું મુશ્કેલ બન્યું છે આથી હવે ડ્રેઝીગ કાયૅ પૂર્ણ થશે ત્યારબાદ જ રોપેકસ ફેરી સર્વિસ રાબેતા મુજબ શરૂ કરી શકાશે તેમ ઈન્ડીગો કંપની ના મેનેજર એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે કેન્દ્ર સરકાર તથા જીએમબી ના અધિકારીઓ ઘટતી કાયૅવાહી તત્કાલ કરશે કે કેમ તે સમયે જ ખ્યાલ આવશેConclusion:બાઈટ :વિક્રમ ભાદ્રવાજ (ટર્મિનલ ઇન્ચાર્જ , ઘોઘા રોરો ફેરી સર્વિસ)
Last Updated : Sep 24, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.