ભાવનગર: ભાવનગરમાં સવારે કેટલાક વેપારીઓ દુકાન ખોલતા મનપાની ટીમ શોપ એક્ટ લાયસન્સ અને મામલતદારની મંજૂરી મળવવાની બાબતે સામસામે આવ્યા હતા. જેમાં સવારે દંડ આપ્યા બાદ સાંજે મામલો કલેકટર સુધી પહોચ્યો અને વેપારીઓને મુક્તિ આપવામાં આવી હતી. હાલ આ મહામારીમાં જેને છૂટ આપવામાં આવી છે, તે વેપારીઓ દુકાનો ખોલી શકશે, આ ઉપરાંત સેશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવાનું ફરજિયાત પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
શહેરમાં લોકડાઉન વચ્ચે કેટલાક દુકાનધારકોને છૂટ આપવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક,ગેરેજ કરીયાણાવાળા જેવા લોકોનો સમાવેશ થાય છે. પરંતુ દુકાન ખોલતા પહેલા તંત્રની મંજુરી લેવી ફરજયાત છે. ભાવનગર સીટી મામલતદારની મંજુરી વગર અને શોપ એક્ટ પ્રમાણે લાયસન્સ ના હોય તેવા દુકાનો ખોલી શકતા નથી. ઈટીવી ભારત સાથે વાતચીત દરમ્યાન મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. છતાં કેટલાક દુકાન ધરાવતા લોકોએ દુકાનો ખોલી હતી. જો કે, સવારે મનપા અને મામલતદારએ દુકાનો બંધ કરાવી દંડ કરવામાં આવ્યો હતો. સાંજે કલેકટરે વેપારીઓને છૂટ આપી દીધી હતી
ભાવનગર સીટી મામલતદાર અને મેયર તેમેજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહીત મહાનગરપાલિકાની ટીમ ચેકિંગમાં નીકળી હતી. શહેરના વાઘાવાડી રોડ પર કેટલીક દુકાનો અને મોલમાં આવેલી દુકાનો ખોલવામાં આવી હતી. સીટી મામલતદારે આવા દુકાનદારો સામે લાલ આંખ કરીને દુકાનો બંધ કરાવી છે. તેમજ મંજુરી પ્રથમ લેવા અને બાદમાં શોપ લાયસન્સ હોય તો જ ખોલવાની મંજુરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આવા અનેક લોકો મળી આવતા તંત્ર મેદાનમાં ઉતરીને આડેધડ ખોલેલી દુકાનોને બંધ કરાવવામાં આવી હતી. દુકાન બાહ્ય વિસ્તારમાં પણ ખોલવા માટે અગાઉ ઈટીવી ભારત દ્વારા કમિશનર સાથે વાતચીત કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રથમ મામલતદારની મંજુરી માન્ય ગણાશે. જો કે, તેમ નહી કરનાર સામે અંતે નિયમની છડી ઉગામવામાં આવી હતી.
સાંજે મામલો કોંગ્રેસના જયદીપસિંહ સહીત કલેકટર કચેરી સુધી પહોચ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, 2018માં શોપ એકટનો કાયદો રદ થયેલો છે. તેની જાહેરાત થઇ ચુકેલી તેથી કલેકટર દ્વારા હાલ કોઈ દંડ કે દુકાન બંધ કરવામાં નહી આવે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે. તે દરેક દુકાનો ખોલી શકશે. તેથી વેપારીઓને સાંજે છૂટ મળી ગઈ અને કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હાલ સ્ટાફ ઓછો હોવાથી રીન્યુ પણ કરવામાં નહી આવે અને કલેકટરના આદેશ હોવાથી વેપારીઓને છૂટ આપવામાં આવશે.