ભાવનગર જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂત ખુશ થયાં છે. ભાવનગરના ઉમરાળા, ધોળા સહિતના પંથકમાં વરસાદ થયો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેડૂતની વાવણી થઈ સફળ છે. દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. જેમાં લીમખેડા, ઝાલોદ, સુખસર, ફતેપુરા લીમડી પંથકમાં ભારે વરસાદ થયો હતો. સંજેલીમાં ભારે વરસાદને પગલે માર્ગ પર આવી જતાં વીજ લાઈનના પોલ તૂટી પડતાં હતાં. વાવાઝોડાના કારણે જિલ્લામાં અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતાં.
પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના દહોદ, હાલોલ અને કાલોલમાં ભારે વરસાદ થયો હતો. કાળા ડિબાંગ વાદળોથી ખેડૂતોને વાવણી લાયક વરસાદની આશા બંધાઈ છે. પંથકમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરી છે.
ખેડા જિલ્લામાં નડિયાદ સહિત વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ઠાસરા તાલુકાના સેવાલીયામાં ગાજવીજ અને કડાકા અને ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ હતો. ધીમીધારે ચાલુ થયેલા વરસાદે તીવ્ર ગતિ પકડી સેવાલીયા જળથી તરબોળ થયું હતું. વરસાદના આગમન સાથે જ વીજપુરવઠો ખોરવાયો હતો. સામાન્ય વરસાદમાં જ વીજપુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સેવાલીયા-બાલાસિનોર રોડ ઉપર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન થયાં હતાં.
અમરેલીના વાતાવરણ ભારે પલ્ટો જોવા મળ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. લાઠીના દામનગરમાં ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન સાથે વરસાદ થતાં વાવણી બાદ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.