- ભાવનગરમાં સફાઈ માટે કરોડોના વાહનોની ખરીદી
- 3 કરોડથી વધુને વાહનો સફાઈ માટે મનપા ખરીદી
- મહાનગરપાલિકાના સફાઈના મેહકમમાં 50 ટકાની ઘટ
ભાવનગર : મહાનગરપાલિકાનું વિસ્તરણ થયું ત્યારે નવા પાંચ ગામ ભળ્યા છે. પરંતુ સફાઈ માટેની સ્થિતિ હજુ 1985 જેવી છે. સફાઈ કંદરની ઘટ પૂરવામાં આવતી નથી અને નવા વાહનોમાં કરોડો નાખીને સ્વચ્છતા મિશનમાં રેન્કિંગ મેળવવા પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. પ્રજાને સફાઈ પૂરતી જોવા મળતી નથી અને કર દરેક પ્રકારનો ઉઘરાવવો છે ત્યારે વિપક્ષે પણ વાર કર્યો છે.
ભાવનગર મહાનગરપાલિકામાં સફાઈની સ્થિતિ 1985ના જેવી
મહાનગરપાલિકા બન્યા પછી સફાઈ કામદાર માટેનું નક્કી કરાયેલું મહેકમમાં કોઈ વધારો જોવા મળતો નથી. શહેરના 13 વોર્ડમાં આશરે 7 લાખ કરતા વધુ લોકો વસવાટ કરે છે. સફાઈ કામદાર હાલના મહેકમ 1,512ના બદલે 995 છે એટલે સફાઈ કામદારની પૂરેપૂરી ઘટ છે. આ ઘટ સફાઈ કામદારની છે. તે સ્થળો પર સફાઈ માટે આયોજન કરીને સફાઈ કરાવવામાં આવે છે એટલે બીજા કામદાર પર બોજો વધ્યો છે. વિપક્ષના નેતા ભરત બુધેલિયાએ જણાવ્યું હતું કે, તેઓ 1985ના વર્ષથી મનપામાં જોડાયેલા છે. ત્યારથી મહેકમ તેટલુ જ છે. રોજગારી આપતા નથી અને લાખોના મશીનો લઈને પ્રજાના પૈસાનો બગાડ કરે છે. ત્યારે વધુ બે વાહનો લેવાની તૈયારીમાં છે એટલે તેને લઈને રજૂઆત થશે અને વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી
ઇન્દોરે 2017માં 20 સ્વીપ મશીનો લીધા ત્યારે હાલ ભારતમાં નંબર વન
મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગ અંતર્ગત સફાઈ માટેની કામગીરી આવે છે. હાલમાં 995 સફાઈ કામદાર છે અને જરૂરિયાત 1,512ની છે. ત્યારે ઘટ હોવાનું સોલિડવેસ્ટ વિભાગના અધિકારી સોમપુરા જણાવી રહ્યા છે કે, ઇન્દોર 2017માં 20 જેટલા સ્વીપ મશીનો લીધા ત્યારે હાલ ભારતમાં નંબર વન છે. હાલમાં તે મશિન બંધ છે અને ચોમાસામાં બંધ રહે છે બાકી ઉપયોગ કરવામાં આવે છે. નવા સ્વીપ બે મશિન ટુંક સમયમાં આવશે. જે કચરો પણ ઉપાડશે અને ધૂળ પણ સાફ કરશે. એક મશીન રોજના 15 કિલોમીટર એરિયામાં કામ કરે છે. સ્વચ્છ ભારત મિશનમાં રેન્કિંગમાં આવવા મહાનગરપાલિકા પાસે સ્વીપ મશીન હોવું જરૂરી જણાવવામાં આવ્યું છે એટલે મશીન ખરીદી થઈ ગઈ છે.
આ પણ વાંચો : સુરતમાં પાલિકા અધિકારી અને સફાઈ કામદાર વચ્ચે તું તું.. મેં મેં..
શહેરમાં શુ પરિસ્થિતિ અને નવા ગામ ભળતા શુ જરૂરિયાત ?
ભાવનગર મહાનગરપાલિકાના સફાઈના મેહકમમાં 50 ટકાની ઘટ છે તે સ્પષ્ટ છે. નવા ગામ ભળ્યા પછી જરૂરિયાત પ્રમાણે કોન્ટ્રાકટ પર 50થી 100 કર્મચારીને રાખી લેવામાં આવ્યા છે. જે છે મહેકમ તેમાં 500થી વધુ કર્મચારીની ઘટ છે અને સ્વચ્છતા મિશનમાં રેન્કિંગ લાવવા કરોડોના વાહનો ખરીદવાના પણ ઉપયોગના નામે બાદમાં મીંડું થઈ જાય છે. વિપક્ષના શાબ્દિક વાર સિવાય 25 વર્ષથી સત્તામાં રહેલી એક પાર્ટીએ પૈસાન વેડફાટ વિકાસના નામે કર્યા સિવાય કશું નહિ કર્યું હોવાના આક્ષેપો થતા આવ્યા છે. ત્યારે હવે 3 કરોડથી વધુના વાહનોથી શું ફાયદો થશે ?