ETV Bharat / state

ભાવનગરમાં મકાન કે બિલ્ડીંગનો કાટમાળ રસ્તા પર 7 દિવસ રાખશે તેને દંડ માટે મહાનગરપાલિકાની તાકીદ - બીએમસી ન્યૂઝ

બોલો લ્યો.., મહાનગરપાલિકા ઠેર-ઠેર રસ્તામાં નડતર વાવાઝોડાંમાં નડતર ધરાશાયી વૃક્ષો હજુ બધા ઉઠાવ્યા નથી. ત્યાં મનપાએ શહેરમાં બાંધકામ મટીરીયલ્સનો ખરાબો રસ્તામાં આડેધડ ન ઠાલવવા તાકીદ કરી કડક કાર્યવાહીની વાત કરી છે.

લોકો માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી

author img

By

Published : May 26, 2021, 11:49 AM IST

  • લોકો માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી
  • કાટમાળ સાત દિવસમાં ઉઠાવી લેવાનો રહેશે
  • કાટમાળ નહીં ઉઠાવે તો, 10 હજાર સુધી દંડની જોગવાઈ કરી

ભાવનગર: શહેરમાં રસ્તા પર કોઈ મકાનનો કાટમાળ કે ઇંટ, રેતી જેવી ચીઝો રાખીને વહેંચાણ કરતા હોય તેવા લોકો માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કાટમાળ સાત દિવસમાં ઉઠાવી લેવાનો રહેશે. જો એમ નહિ કરવામાં આવે તો 10 હજાર સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે બીજો સવાલ આ મુદ્દા પર મનપા સામે ઉભો થાય છે કે, વાવાઝોડાને પગલે વૃક્ષોનો ખરાબો અને વૃક્ષો હજુ રસ્તા પર અડચણરૂપ છે.

બાંધકામનો તૂટેલો કાટમાળ 7 દિવસમાં દૂર કરવા તાકીદ કરી

ભાવનગર શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, તેઓ દ્વારા કરવામાં આવતા નવા બાંધકામ, રિપેરીંગ તેમજ રીનોવેશનનું કામ પૂર્ણ કર્યા બાદ વધતો કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન (C & D) વેસ્ટનો કમિશ્નર 12/12/2018નાં જાહેરનામાંમાં જણાવ્યા મુજબના નિશ્ચિત કરાયેલા સ્થળો રૂવાપરી રોડ, ગોરડ સ્મશાન પાસે ખુલ્લી જગ્યા તથા રૂવાપરી રોડ, પારસીના ભીસ્તા પાસેની ખુલ્લી જગ્યામાં નિકાલ ન કરતા તેને કોઈપણ જગ્યા તેમજ જાહેર રોડ ઉપર ટ્રેક્ટર- ટ્રોલી કે અન્ય વાહનો દ્વારા નિકાલ કરતા હોવાનું ધ્યાને આવેલું છે.

આ પણ વાંચો: AMC દ્વારા 93 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપી 810 મજૂરોનો ટેસ્ટ કરતાં પાંચ કેસ પોઝિટિવ આવ્યાં

બિલ્ડીંગ મટીરીયલનું વેચાણ કરતા શખ્સો દ્વારા બાંધકામ મટીરીયલ જેવું કે ઇંટો, રેતી, કપચી વિગેરેને જાહેર રસ્તાઓ ઉપર રાખી રોડ પૈકીની જગ્યાનું દબાણ કરી બાંધકામ મટીરીયલનું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલું છે. જે ખુબ જ ગંભીર બાબત છે. આથી જે કોઈ આસામીઓ દ્વારા કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન (C & D) વેસ્ટને રોડ / ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલા છે. તેને દિવસ 7 માં દુર કરી ઉક્ત જણાવેલા નિશ્ચિત સ્થાન પર તેનો સત્વરે નિકાલ કરવાનું જણાવવામાં આવે છે.

7 દિવસમાં કાટમાળ કે દબાણ ન હટાવે તો શું સજા?

જો કોઈ શખ્સો દ્વારા કરવામાં આવતા નવા બાંધકામ, રીપેરીંગ તેમજ રીનોવેશનનું કામ પૂર્ણ કર્યા બાદ વધતો કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટનો નિશ્ચિત કરાયેલ સ્થાનો પર નિકાલ નહી કરતા તેને જાહેર રોડ કે અન્ય જાહેર જગ્યા પર નાખતા હોવાનું જણાશે તો વાહનના માલિકને પ્રથમ વખત રૂપિયા 10,000નો દંડ તેમજ ત્યારબાદ વાહનને જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: AMCએ મચ્છરના બ્રિડિંગ મળી આવતાં કુલ 177 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપી 3,77,000 દંડ કર્યો

ભાવનગર મહાનગરપાલિકા કડક કાર્યવાહી હાથ ધરશે

બાંધકામ મટીરીયલ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વેચાણ કરતા બાંધકામ મટીરીયલ્સને પોતાની માલિકીની જગ્યામાં જ રાખીને વેચાણ કરી શકશે. જો તેઓ દ્વારા બાંધકામ મટીરીયલ્સ જાહેર જગ્યા કે જાહેર રસ્તાઓ પર રાખવાનું ધ્યાને આવશે તો તેઓ પાસેથી પ્રથમ વખત રૂપિયા 10,000 વસુલવામાં આવશે. ત્યારબાદ પણ જો સદરહુ પ્રવૃતિઓ શરૂ રાખવામાં આવશે, તો તેની ઉપર મિલકત સીલ કરવા તેમજ મટીરીયલ જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. જેની જાહેર જનતા બાંધકામ મટીરીયલનાં હેરફેર સાથે સંકળાયેલા વાહનનાં માલિકો, બાંધકામ મટીરીયલ્સનાં વેચાણ સાથે સંકળાયેલા તમામ વેપારીઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ થયેલા લાયસન્સ ઈજનેરોને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.