ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થતાં યાર્ડના તંત્ર સામે ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યો છે. યાર્ડમાં આવતી ડુંગળી સંગ્રહખોરોની હોવાના આક્ષેપના જવાબમાં યાર્ડે બચાવ કર્યો છે, ખેડૂત એકતા મંચ સમિતિએ જનતા રેડ સુધીની તૈયારી બતાવી છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ડુંગળીની આવક 10 હજાર ગુણી થવી જોઈએ, પરંતુ તેની સામે આવક 2 હજાર ગુણીની થઇ છે. યાર્ડમાં ત્રણ ચાર દિવસમાં ડુંગળીના ભાવ 400 આસપાસ હતા, જે બે દિવસની રજા બાદ યાર્ડ શરૂ થતાં ભાવમાં બમ્પર ઉછાળો આવ્યો અને ભાવ 1500 સુધી પહોંચી ગયો છે. ખેડૂત એકતા મંચ સમિતિએ આક્ષેપ કર્યો છે કે, ઉત્પાદન 30થી 40 ટકા છે તો યાર્ડમાં અચાનક આવક કેવી રીતે વધી શકે? સમિતિએ આક્ષેપ કર્યો છે કે, સંગ્રહખોરો ડુંગળીને યાર્ડમાં લાવીને વહેંચી રહ્યા છે અને ભાવ મેળવી રહ્યા છે.
દેશમાં પુના બાદ બીજા ક્રમે ભાવનગર ડુંગળીનું પીઠું છે. મહારાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર નિષ્ફળ નિવળ્યું છે અને ભાવનગરમાં માત્ર 30 ટકા ઉત્પાદન થયું છે તો યાર્ડમાં ડુંગળીની આવક કેવી રીતે વધી શકે એ સવાલ છે. ખરીફ પાક ફેલ છે અને બાદમાં રવિ પાકના વાવેતરની ડુંગળી ડિસેમ્બર બાદ જાન્યુઆરીમાં આવે તો બે દિવસમાં યાર્ડમાં ગુણી 1000માંથી 2000 કેવી રીતે થઈ શકે અને 400 આસપાસનો ભાવમાં અચાનક વધારો થઇને 1500 કેમ થઇ શકે. જો કે, ગત વર્ષે યાર્ડમાં આ સમયે ડિસેમ્બરના પ્રારંભમાં 10 હજાર ગુણીની આવક હતી, જે કવિંટલમાં 44 હજાર થતી હતી પણ આજે 2 હજારની આવકે 10 હજાર કવિંટલ આવક છે.