ETV Bharat / state

નિંદ્રાધીન દંપતિ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, પત્નીની સામે પતિનું કર્યું મોત

ભાવનગર: શહેરમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ થતાની સાથે જ ગંભીર ગુનાઓએ પુન:માથું ઊંચક્યું છે. ત્યારે ભાવનગરમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાના ગણત્રીની કલાકો બાદ જ સિહોરના ઘાંઘળી ગામમાં નિંદ્વાધિન દંપતિ પર ચાર અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં પત્નીને બંધક બનાવી તેની નજર સામે જ પતિનું મોત નીપજાવી ઘરમાં રાખેલા રૂા.૮૫ હજારના દાગીના લઇને ફરાર થયા હતા.

નિંદ્રાધીન દંપતિ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો
author img

By

Published : Apr 25, 2019, 4:06 AM IST

આ બનાવની મળતી માહિતી મુજબ, સિહોર નજીક આવેલા ઘાંઘળી ગામમાં ખાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સંજય પરમાર પરિવારના સભ્યો સાથે પોતાના ઘરે સુતા હતા. ત્યારે ગત મોડી રાત્રે લૂંટના ઇરાદે ચાર અજાણ્યા શખ્શો ઘરમાં પ્રવેશ્યા હતા. જેમાં સૌપ્રથમ અજાણ્યા શખ્સોએ સંજયની પત્ની રાધાબેન (ઉ.વ.૨૩) ને તેમની સાડી વડે બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ તેમની નજર સામે જ તેમના પતિ સંજયભાઇ પર અજાણ્યા લૂંટારૂઓએ માથાના ભાગે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે અજાણ્યા લૂંટારૂઓએ ઘરમાં રાખેલા રૂ. ૮૫ હજારની કિંમતના સોના અને ચાંદીના દાગીના લૂંટી મૃત્તકના પત્નીને પણ ઇજાઓ પહોંચાડી તેણીને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.

નિંદ્રાધીન દંપતિ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

આ બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સંજયભાઈના મૃતદેહને પી.એમ.અર્થે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પત્ની રાધાબેનને ચાર અજાણ્યા લૂંટારૂઓએ સામે તેના પતિની હત્યા કરી સોના ચાંદીના ઘરેણા લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર

ભાવનગરમાં ચૂંટણીનો માહોલ પૂર્ણ થતાની સાથે જ ગંભીર ગુનાઓએ પૂન: માથું ઊંચક્યું છે. ભાવનગરમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયાના ગણત્રીના કલાકો બાદ જ સિહોરના ઘાંઘળી ગામે નિંદ્વાધિન દંપતિ પર ચાર અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો જેમાં પત્નીને બંધક બનાવી તેની નજર સામે જ પતિનું મોત નીપજાવી ઘરમાં રાખેલાં રૂા.૮૫ હજારના દાગીના લઇ ફરાર થયા હતા આ બનાવના પગલે સમગ્ર સિહોર પંથકમાં ચકચાર મચી છે.
આ બનાવની ઉપલબ્ધ વિગતો એવી છે કે સિહોર નજીક આવેલ ઘાંઘળી ગામમાં ખાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સંજયભાઈ બીજલભાઈ પરમાર પરિવારના સભ્યો સાથે પોતાનાસઘરે સુતા હતા ત્યારે ગત મોડી રાત્રે લૂંટના ઇરાદે ચાર અજાણ્યા શખ્શો ઘરમાં પ્રવેશ્યા હતા. જેમાં સૌપ્રથમ અજાણ્યા શખ્સોએ સંજયભાઇના પત્ની રાધાબેન (ઉ.વ.૨૩) ને તેમની સાડી વડે બાંધી બંધક બનાવ્યા હતા અને તેમની નજર સામે જ તેમના પતિ સંજયભાઇ પર અજાણ્યા લૂંટારૂઓએ માથાના ભાગે ધારીયા, ભાલા તથા ધોકા વડે પ્રહાર કરી  જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અજાણ્યા લૂંટારૂઓએ ઘરમાં રાખેલ રૂપિયા ૮૫ હજારની કિંમતના સોના અને ચાંદીના દાગીના લૂંટી મૃત્તકના પત્નીને પણ ઇજાઓ પહોંચાહી તેણીને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.
આ બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સંજયભાઈના મૃતદેહને પી.એમ.અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પત્ની રાધાબેનને ચાર અજાણ્યા લૂંટારૂઓએ સામે તેના પતિની હત્યા કરી સોના ચાંદીના ઘરેણા લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાઇટ :  એ.એમ.સૈયદ ,ડીવાયએસપી, ભાવનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.