ભાવનગર: શહેરના સર.ટી હોસ્પિટલમાં દર્દીના પરિવારે ડૉક્ટર અને સિક્યુરિટી ગાર્ડ પર છરી વડે હુમલો કરવાની માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ દર્દીનું મોત થતાં પરિવાર અને ડૉક્ટર વચ્ચે કોઈ વાતને લઇને બોલા-ચાલી થઇ હતી. જેથી મૃતકવા પરિવારે ડૉક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો.
આ સમગ્ર બનાવ અંગે સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે, ડૉક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે. જેથી જ્યાં સુધી ડૉક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં નહીં આવે.