ભાવનગર: ભાવનગર શહેરની નંદકુવરબા મહિલા કોલેજનો 12મો વાર્ષિકોત્સવ રંગોલી રિસોર્ટ ખાતે યોજાયો હતો. પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિકોત્સવમાં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે, યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ અને યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં સ્થાન પામનાર ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કરાયું હતું. વડાપ્રધાનની થીમ પ્રથમ વખત ગુજરાતમાં કોઈ કોલેજની યુવતી દ્વારા રજૂ કરવામાં આવી હશે. અચૂક જુઓ
![વાર્ષીકોત્સવમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17589349_01.jpg)
નંદકુવરબા મહિલા કોલેજના વાર્ષીકોત્સવમાં થીમ: ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજના બારમા વાર્ષિકોત્સવ દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી હોવાથી કોલેજ માટે યોજાયેલા વાર્ષિકોત્સવ યાદગાર બન્યો હતો. કોલેજ દ્વારા ઇનામ વિતરણ બાદ 24 જેટલી કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમના નેજા તળે રજૂ કરવામાં આવી હતી. જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન સફર તેમજ સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં સ્ત્રી શક્તિના દર્શન જેવી થીમોનો સમાવેશ થયો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો G20 Summit India : કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી G 20 Summit, તૈયારીઓની કરાઈ સમીક્ષા
વડાપ્રધાનની થીમમાં યુવતીઓની કળા મારફત પ્રેમ: ગુજરાતની પ્રથમ એવી કોલેજ હશે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સફર ઉપર એક થીમ બનાવીને રજૂ કરી હતી. સારી વાત તો એ છે કે મહિલા કોલેજની યુવતીઓ દ્વારા વડાપ્રધાનનો વેશધારણ કરીને તેમનુ પાત્ર ભજવ્યું હતું. વડાપ્રધાનના લાલચોકમાં ધ્વજ લહેરાવાથી લઈને રામ મંદિર સુધીના સફરને રજૂ કરી હતી. વડાપ્રધાનના શબ્દો સાથે તેના બોલની સાથે તાલ મેળવીને યુવતીઓ દ્વારા થીમ રજૂ કરાઈ હતી. આ થીમમાં લાલચોકમાં ધ્વજ લહેરાવો, વડાપ્રધાનના શપથ પ્રથમ વખત, વડાપ્રધાન બન્યા બાદ 370 હટાવી, વડાપ્રધાનની પાકિસ્તાનને પોતાના લહકામાં આપેલો જવાબ "હમારે પાસ ક્યા હૈ રે દિવાલી કે લિયે રખા હે ક્યાં " જેવા શબ્દોને યુવતીએ વડાપ્રધાનની ભૂમિકામાં રજૂ કર્યા હતા.
![વાર્ષીકોત્સવમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17589349_02.jpg)
થીમ મારફત વડાપ્રધાનના જીવનસફરને રજૂ કરવામાં આવ્યું: અંતમાં રામ મંદિર મુદ્દે અને ઘરમાં ઘૂસીને આંતકવાદીઓને માર્યા હોવાના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. આમ યુવતીઓ દ્વારા થીમ મારફત વડાપ્રધાનના જીવનસફરને રજૂ કરવામાં આવ્યું હતું.