ભાવનગરઃ શહેરમાં તંત્ર દ્વારા પાન મસાલાના હોલસેલ વેપારી પર કાર્યવાહી હાથ ધરાઇ છે. તોલમાપ અને તંત્રના બીજા વિભાગ દ્વારા શહેરમાં આવેલી હોલસેલ વેપારીની દુકાનો પર કાર્યવાહી કરી હતી.
![ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓ પર MRPને લઈને તપાસ કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvntapasavchirag7208680repeat_27052020153622_2705f_1590573982_531.jpg)
ભાવનગરના વોરા બજારમાં આવેલી હોલસેલ દુકાનો પર MRPને લઈને તપાસ કરવામાં આવી હતી. તંત્રએ તપાસ કરવામાં આવતા અનેક વેપારીઓ દુકાન બંધ કરીને ભાગ્ય હતા.
![ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓ પર MRPને લઈને તપાસ કરાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvntapasavchirag7208680repeat_27052020153622_2705f_1590573982_395.jpg)
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલોક જથ્થો પણ સિલ કરવામાં આવ્યો હતી. જો કે ભાવનાગરમાં લોકડાઉન 3 સુધી ચારથી 5 ગણી કિંમત ઉઘરાવી હોવાની ફરિયાદો સામે આવી હતી. તંત્રએ આજની કામગીરી કરતા વ્યસનીઓમાં આનંદ છવાઈ ગયો હતો અને આવી કામગીરી કરવામાં આવતી રહે તેવી માગ પણ કરી હતી.