ETV Bharat / state

ભાવનગરમાં એક દિવસમાં ચાર પોઝિટિવ કેસ : કુલ 17 કેસ, 1 રિકવર અને 2 મોત - Bhavnagar news

ભાવનગરમાં આજે એક દિવસમાં ચાર પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે જિલ્લામાં કુલ આંક 17એ પહોંચ્યો છે. આ ઉપરાતં કોરોનાવાઈરસથી બે લોકોના મોત થયાં છે.

bhavnagar news
bhavnagar news
author img

By

Published : Apr 8, 2020, 9:27 PM IST

ભાનવગરઃ ભાવનગરમાં એક દર્દી કોરોનાથી સાજો થયો છે. તો બીજ બાજુ એક દિવસમાં કોરનાના ચાર કેસ સામે આવ્યા છે. શહેરમાં કુલ આંક 19એ પહોંચ્યો છે. જેમાં 2ના મોત તો 1 રિકવર અને 17 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગર મનપાએ પાંચ વિસ્તાર ક્લસ્ટર કર્યા છે. આ સાથે જ આરોગ્યની ટીમ ઘરે ઘરે તપાસ કરી રહી છે.

ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. આજે કોરોનાનો એક દર્દી સાજો થયો છે. તો બીજી બાજુ નવા ચાર કેસ પોઝિટિવ આવ્યાં છે. ભાવનગરમાં પ્રથમ દર્દીના મોતને લઈ તે દર્દી જેે વિસ્તારનો હતો તે વિસ્તાર અને આસપાસના વિસ્તારને હવે ક્લસ્ટર જાહેર કર્યા છે. માઢિયા ફળી, વડવા સીદીકીવાડ,ભીલવાડા,ભરતનગર,કરચલીયા પરા જેમાં અંદાજે 40 હજાર લોકો વસવાટ કરે છે. આ વિસ્તારના રસ્તાઓ બેરીકેટથી બંધ કરી દેવાયા છે. મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં ઘરે ઘરે આરોગ્યની તપાસ આદરી છે. જેને પગલે હવે એક પછી એક દર્દીઓ સામે આવી રહ્યા છે.

ક્લસ્ટર વિસ્તારમાં મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગ જીવન જોખમે કામ કરી રહ્યું છે. આરોગ્ય માટે પીએચસી હોસ્પિટલ ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ સિવાય પણ કેમ્પ બનાવવામાં આવ્યા છે. ડીડીઓ, કલેકટર, કમિશ્નર, આઈજી, ડીએસપી સહિતના ઉંચ્ચ અધિકારીઓ પળે પળ નજર રાખી રહ્યા છે. તંત્ર ક્લસ્ટર વિસ્તારના લોકોને ઘરે ઘરે દરેક ચીજ વસ્તુઓ પહોંચાડી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.