ભાવનગર: કથાકાર મોરારી બાપુનો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ છે. આ વીડિયોને આગળ અને પાછળથી કાપીને પુરી વાત નહિ દર્શાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મોરારી બાપુએ પોતાના ઇન્દોર પ્રવાસ દરમિયાન આ બાબતે બે ટુક શબ્દો કહ્યા છે. ભાવનગરના તલગાજરડાના સંત મોરારી બાપુના પાંચ વર્ષ જૂના વાયરલ વિડીયોને પગલે સોશયલ મીડિયામાં ચાલતા વિવાદ પર મોરારી બાપુએ (Morari Bapu in controversy)બે ટુક વાત કરી અને જવાબ આપ્યો છે. ઇન્દોર પ્રવાસ દરમિયાન તેઓએ મીડિયાને સંબોધતા અઝાન મામલે વાયરલ વિડીયો વિશે કહ્યું હતું.
આ પણ વાંચોઃ મોરારીબાપુએ બ્રહ્મલીન પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પાંચ વર્ષ પહેલાના મોરારી બાપુનો વાયરલ વિડીયો ચર્ચામાં - ભારતમાં નેતાઓ બાદ હવે સંતોની એન્ટ્રી હોઈ તેવું સોશયલ મીડિયા મારફત લાગી રહ્યું છે. મોરારી બાપુ 2018 માં એટલે પાંચ વર્ષ પહેલા લગ્નમાં ગયેલા અને કહ્યું હતું કે "તમે રામ મંદિરમાં આવીને નમાઝ પઢો અમને કોઈ વાંધો નથી પણ અમે જ્યારે ઝાલર ઢોલ નગર લઈ મસ્જિદમાં આવીએ ત્યારે તમને વાંધો ના હોવો જોઈ" આ પછીનું વાક્યમાં બાપુ એકતાની (Controversy over Morari Bapu on social media )વાત કરે છે પરંતુ સોશયલ મિડિયામાં વિડીયો સાથે છેડછાડ કરીને ફેરવવામાં આવતો હોવાથી મોરારી બાપુના ભક્તોમાં રોષ છે. આ વીડિયો પાંચ વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ભગવાન શ્રીકૃષ્ણ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ મોરારી બાપુ સામે કેસ દાખલ
ઇન્દોર પ્રવાસે વીડિયોને લઈ થયો સવાલ તો બાપુનો જવાબ - ઇન્દોર પ્રવાસે ગયેલા મોરારી બાપુ સામે વાયરલ વીડિયોને પગલે સવાલ કરતા મોરારી બાપુએ જણાવ્યું હતું કે અમે સંત છીએ અમે સવાંદમાં માનીએ આ રાજનેતા બાદ સંતોને લઈ યોગ્ય નથી. કોણે કર્યું ખબર નથી પણ વાત અધૂરી દર્શાવામાં આવી છે આગળ પાછળનું કાપી નાખવામાં આવ્યું છે પૂરો વિડીયો સજ્જન માણસ સાંભળે તો કોઈ વિવાદ ના કરે. મને તો પૂછવામાં આવ્યું હતું એનો જવાબ મેં આપેલો છે.