પોલીસ મહાનિર્દેશક અને સ્ટેટ ATSના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા સુચનાઓ અપાઈ છે. આ માટે ભાવનગર પોલીસે ખાસ ડ્રાઇવ કરી આવા તત્ત્વોને પકડવા બીડુ ઉપાડયુ છે. પોલીસે શહેર અને જિલ્લામાં ચાલતા નાર્કોટિક્સની હેરાફેરના નેટવર્ક ઉપર વૉચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે SOGના પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ બહારપરા વિસ્તારમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડામાં હરકિશન ઉર્ફે ટીણીયો સોમપુરા નામના ઈસમના ઘરમાંથી 5030 રુપિયાની કિંમતનો 905 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો. એક મહિનામાં જ ગાંજો પકડાવવાની આ ચોથી ઘટના છે. કેફી પદાર્થના કારણે એક બાજુ જિલ્લાના યુવાનો આડા પાટે ચઢી રહ્યા છે. એવામાં પોલીસની આ ડ્રાઈવ સતત ચાલે તેવા માગ ઉઠી રહી છે.
પાલીતાણામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ - ats
ભાવનગરઃ પાલીતાણાના બહારપરા વિસ્તારમાં SOGએ બાતમીના આધારે ગાંજા સાથે શખ્સની ધરપકડ કરી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ મહાનિર્દેશક અને સ્ટેટ ATSના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા સુચનાઓ અપાઈ છે. આ માટે ભાવનગર પોલીસે ખાસ ડ્રાઇવ કરી આવા તત્ત્વોને પકડવા બીડુ ઉપાડયુ છે. પોલીસે શહેર અને જિલ્લામાં ચાલતા નાર્કોટિક્સની હેરાફેરના નેટવર્ક ઉપર વૉચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે SOGના પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ બહારપરા વિસ્તારમાં છાપો માર્યો હતો. પોલીસના દરોડામાં હરકિશન ઉર્ફે ટીણીયો સોમપુરા નામના ઈસમના ઘરમાંથી 5030 રુપિયાની કિંમતનો 905 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો હતો. એક મહિનામાં જ ગાંજો પકડાવવાની આ ચોથી ઘટના છે. કેફી પદાર્થના કારણે એક બાજુ જિલ્લાના યુવાનો આડા પાટે ચઢી રહ્યા છે. એવામાં પોલીસની આ ડ્રાઈવ સતત ચાલે તેવા માગ ઉઠી રહી છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.
જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કેટીક્સ હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી નીચે પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદીને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે પાલીતાણા બહારપરા વિસ્તારમાં હરકિશન ઉર્ફે ટીણીયો હરનારાયણભાઇ સોમપુરા/આચાર્ય (ઉ.વ.૪૫ રહે. પાલીતાણા, બહારપરા, ભટ્ટ શેરી ભાટીયા પ્લોટ)વાળાના રહેણાંકી મકાને નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુરના રહેણાંકી મકાનેથી *સુકો ગાંજો વજન ૯૦૫ ગ્રામ કિ.રૂ|. ૫૪૩૦નો કબ્જે કરવામાં આવેલ છે. મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
Body:ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક માસ દરમિયાન ગાંજો ઝડપાવાની આ ચોથી ઘટના છે આ અગાઉ પણ 300 ગાંજાના મસમોટા જથ્થા સાથે ઝડપાઇ ગયા હતા. ભાવનગરના યુવાધનને નશાની લતે ચડાવવાના મસમોટા કૌભાંડ તરફ દિશાનિર્દેશ કરતા ચકચારી પ્રકરણમાં પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરવાની તાતી જરૂર ઊભી થઇ છે.Conclusion:ખાસ નોંધ આ બાબત રાષ્ટ્રીય કક્ષાના ગુન્હા સમાન એટલે કે ndps કેસ હોવાથી તેના વિઝ્યુઅલ મળેલ નથી.