ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ દારૂ વહેંચાવાનો ફરી એક મુદ્દો સામે આવ્યો છે. અકવાડા બાદ હવે ખુદ ભાજપના શાસનમાં ડેપ્યુટી મેયર અશોક બારૈયાએ DSPને પત્ર લખીને બોરતળાવ વિસ્તારમાં જાહેરમાં દારૂ વહેંચાતો હોવાનો ખુલાસો કર્યો છે. બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાં સૌથી વધુ રત્નકલાકારો કામ માટે આવે છે. જેમાં ભરચક વિસ્તારમાં લોકોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ડેપ્યુટી મેયરનો ખુલાસો વ્યાજબી લોકો માની રહ્યા છે.

જો કે, આ મત વિસ્તાર જીતુ વાઘાણીનો છે. ત્યારે બંને ધારાસભ્ય વિસ્તારમાં દારૂનું વેંચાણ થાય છે તેવું સામે આવ્યું છે. જોવાનું એ રહ્યું કે, પોલીસ આગળની કાર્યવાહી શું કરશે અને દારૂ વહેંચાય છે, તો તેની પાછળ પીઠબળ આખરે કોનું છે.