ETV Bharat / state

તળાજા નજીક પોશ ડોડા (કાલા) લાઇવ કટીંગ કરતા ઇસમને LCBએ ઝડપી પાડ્યો - ભાવનગર ન્યૂઝ

તળાજામાં ટલાક ઇસમો ટ્રેકટરમાં પોશ ડોડા (કાલા) છુપાવીને લાવી તેનું કટીંગ કરતા હતા. જયાં એલસીબીએ રેડ પાડી એક ઈસમની ધરપકરડ કરી છે જ્યારે એક આરોપી ફરાર છે.

sa
sa
author img

By

Published : Jan 25, 2021, 9:31 AM IST

  • કાલા લાઇવ કટીંગ કરતા ઇસમને ઝડપી લેતી એલસીબી
  • લાઈવ કટિંગ દરમ્યાન અન્ય એક ઈસમ ફરાર
  • બને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ

ભાવનગર: ભાવનગર-તળાજા રોડ, કોબડી ગામ નજીક બની રહેલા ઓવરબ્રીજ પાસે આવેલા તળાવના કિનારે મધ્યપ્રદેશ રાજ્યમાંથી કેટલાક ઇસમો ટ્રેકટરમાં પોશ ડોડા (કાલા) છુપાવીને લાવી તેનું કટીંગ કરે છે . જેની બાતમીના આધારે LCB & SOG પોલીસે સંયુક્ત ઓપરેશન ગોઠવી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટ્રેકટર સાથે સોનુ જોષી નામનો ઈસમ ઉ.વ.૨૨ મધ્ય પ્રદેશનો રહેવાસીને ઝડપી પાડ્યો હતો.

85 કિલો 400 ગ્રામ કાલા સાથે ઝડપાયો એક ઇસમ જ્યારે એક ફરાર

ઝડપાયેલા આરોપી પાસેના રજીસ્ટ્રેશન નંબર વિનાના ટ્રેકટરના ટેઇલરમાં બનાવેલા ચોર ખાનામાંથી નાર્કોટીક્સ પદાર્થ પોશ ડોડા (કાલા) 85 કિલો 400 ગ્રામ કિ.રૂ 1,02,480 તથા ટેકટર-1 કિ.રૂ 2,00,000 તથા વજનકાંટો-1 કિ.રૂ 200 તથા મોબાઇલ ફોન-1 કિ.રૂ 5000 તથા રોકડ રૂપિયા 700 તથા ખાલી કોથળા, પાથરણુ વિગેરે મળી કુલ રૂપિયા 3,08,380 નો મુદ્દામાલ જપ્ત કરેલ અને રેઇડ દરમ્યાન અન્ય એક આરોપી ગોપાલ પાટીદાર મધ્યપ્રદેશનો રહેવાસી નાસી ગયો હતો. બંન્ને આરોપીઓ સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.