- ભાવનગરમાં તંત્ર સામે શહેરના પ્રતિષ્ઠિત નાગરીકોએ કર્યા કેસ
- બંધ બારણે થતી કોરોના સારવાર અંગે ઉઠ્યા સવાલો
- 6 તારીખે કોર્ટે એધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા આપ્યો આદેશ
ભાવનગર : કોર્ટમાં શહેરના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ દાવો કરીને સરકાર અને હોસ્પિટલ સહિત કલેકટર અને આરોગ્ય વિભાગને કોરોનાની સ્થિતિ પગલે જવાબ માંગ્યો છે. કોર્ટે દાવાના આધારે નોટિસ આપીને આગામી 6 તારીખે કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નર સહિતને હાજર રહેવા ફરમાન કર્યું છે.
શહેરના પ્રતિષ્ઠીત નાગરીકોએ તંત્ર સામે દાવો કર્યો
ભાવનગર સર ટી હોસ્પિટલને હાલ કાળાપાણીની સજા આપવામાં આવી હોય તેમ દર્દીઓને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં મીડિયાને પણ પ્રતિબંધ ફરમાવ્યું છે. શહેરના ચાર પ્રખ્યાત નાગરિકોએ કોર્ટમાં સરકાર,સ્થાનિક તંત્ર અને હોસ્પિટલ સામે દાવો દાખલ કર્યો છે જેથી કલેકટર સહિતના નોટિસ ફટકારેલા અધિકારીઓને અથવા તેમના વકીલોને હાજર રહેવા કોર્ટે ફરમાન ફરમાવ્યું છે.
આ પણ વાંચો : ભાવનગરમાં બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો પરંતુ હોમ ક્વોરેંટાઇન અને આઇસોલેટેડ દર્દીઓ વધ્યા
કોર્ટમાં દાવો કરનાર ચાર પ્રતિષ્ઠિત કોણ અને શું દાવો
ભાવનગરના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ કરેલા દાવામાં રેમડેસીવીર ઇન્જેક્શન,બેડ,વેન્ટિલેટર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં સિનિયર એડવોકેટ હિરેન જાની, સિનિયર ડોકટર અને સામાજિક કાર્યકર નિલુભાઈ વૈષ્ણવ, સામાજિક કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ ઠક્કર અને પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર શબ્બીર ખલાણીએ કોર્ટમાં દાવો જીતુભાઇ ઉપાધ્યાય વકીલ મારફત કરીને પ્રતિવાદીઓ તેમના કરેલા દાવાનો જવાબ માંગ્યો છે જેને પગલે કોર્ટે દરેકને તાત્કાલિક નોટિસ આપી 6 તારીખે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે કરેલા દાવામાં દરેક વોર્ડમાં આવેલી શાળામાં હોસ્પિટલ શરૂ કરવું જોઈએ અને જરૂરિયાત મુજબના સંસાધનો તાત્કાલિક પુરા પાડવામાં આવે તેવી માંગ કરાયેલી છે