- ભાવનગર નજીક દરિયા કાંઠે આવેલા કુડા ગામે એક સપ્તાહનું લોકડાઉન
- કુડા બીચ પર સહેલાણીઓ માટે પ્રવેશબંધી
- કુડા ગ્રામ પંચાયત દ્વારા 24 એપ્રિલથી 1 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
- નિયમોનું ચુસ્ત પાલન કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી
ભાવનગર: શહેર તેમજ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતા છેલ્લાં ત્રણ-ચાર દિવસમાં સંક્રમિતોની સંખ્યા 250ના આંકને પાર કરી રહી છે. કોરોના સંક્રમણ ગ્રામ્યકક્ષાએ પણ વધતા ગ્રામપંચાયતો દ્વારા સંક્રમણને રોકવા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. વધુ એક કુડા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કુડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
ભાવનગર ગ્રામ્યકક્ષાએ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને રોકવા માટે ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુ એક દરિયાકાંઠે આવેલા કુડા ગ્રામ પંયાયતે 24 એપ્રિલથી 01 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ
દુકાનદારો સવારે 6થી 10 અને બપોરના 5થી 9 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે
જેમાં દરિયા કાંઠે આવેલા કુડા બીચ પર સહેલાણીઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે અને દુકાનદારો સવારે 6થી 10 અને બપોરના 5થી 9 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. તેમજ ગામમાં દરેક વ્યક્તિએ સોશિયલ ડિસટન્સ, માસ્ક નિયમોનું ચુસ્ત પાલન કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અતિ આવશ્યક કામ માટે જ લોકો પોતાના ઘરેથી બહાર નીકળે તેમજ ઘરમાં સુરક્ષિત રહી પોતાને અને પરિવારને સુરક્ષિત રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ