ETV Bharat / state

નેતાની નોટબૂકઃ જીતુ વાઘાણી, શાખાથી લઈને શિક્ષણમંત્રી સુધીની સફર - Jitu Vaghani journey In Politics

ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની (Education Minister Jitu Vaghani) જિંદગીની નોટબુક Etv Bharat એ અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અમને મળી તેટલી માહિતીઓ અમે પ્રજા સુધી પોહચાડવાનો પ્રયાસ કરીએ છીએ. જીતુ વાઘાણીની શિશુકાળથી શિક્ષણપ્રધાન સુધીની સફર વિશે જાણો. તેમના વિશે જૂઓ અમારો વિશેષ અહેવાલ નેતાની નોટબૂક (Leaders Profile).

નેતાની નોટબૂકમાં જીતુ વાઘાણીની રાજકીય સફર : પોતાના બાવડે પોહચ્યા શિક્ષણપ્રધાન સુધી

author img

By

Published : Nov 6, 2022, 2:05 PM IST

ભાવનગર : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) જેઓ શિશુકાળથી શાખામાં જોડાયેલા હતા. નાનપણથી નેતૃત્વમાં માનનારા શાળા સમયથી રાજકારણનો પ્રારંભ કર્યો હતો. જીતુ વાઘણીની શિશુકાળની શાખાથી શિક્ષણપ્રધાન સુધીની સફળતા પ્રાપ્ત કરી છે.

જીતુ વાઘાણીની રાજકારણમાં શિક્ષણપ્રધાન સુધીની સફર : ભાવનગરના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીનો (Education Minister Jitu Vaghani) જન્મ 1970માં ભાવનગરના વરતેજ ગામે થયો હતો. જીતુ વાઘાણીના પિતા સ્વ સવજીભાઈ વાઘાણી જમીન વિકાસ બેંકમાં મેનેજર હતા. નાનપણથી શ્રીમંત અને શિક્ષિત પરિવારમાં મોટા થયા અને એલ એલ બી સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. જીતુ વાઘાણીના લગ્ન સંગીતા સાથે થયા હતા. જીતુ વાઘણીને પરિવારમાં માતા મંજુલાબેન, મોટાભાઈ ગીરીશભાઈ અને બહેનો છે. જીતુ વાઘાણીને એક પુત્ર મિત અને એક પુત્રી ભક્તિ છે. પોતાની સૂઝબૂઝ અને મહેનતે તેઓ આગળ વધ્યા અને રાજકારણમાં શિક્ષણપ્રધાન સુધીની સફર ખેડી છે.

સંગઠનમાં એન્ટ્રી અને રાજકારણમાં આગમન : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) અમરેલીમાં શિશુકલથી શિક્ષણ મેળવતા હતા. નાનપણથી તેઓ સાયકાળે થતી શાખાના સ્વયંસેવક હતા. હાઈસ્કૂલમાં આવતાની સાથે પોતાની સૂઝબૂઝ પ્રમાણે વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. કોલેજમાં આવતાની સાથે નેતૃત્વમાં માનતા જીતુ વાઘાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને પોતાની ઈચ્છા પ્રમાણે આગળ વધ્યા હતા. કોલેજ કાળમાં તને સેનેટ સભ્ય એબીવીપીના કાર્યકર્તા તરીકે બનાવવામાં આવ્યા હતા. સેનેટ સભ્ય તરીકે તેમને વિદ્યાર્થીઓના કામ કરવાનો પ્રારંભ કર્યો અને લોકોમાં પ્રિય બનતા ગયા હતા.

રાજનીતિમાં આવીને પહેલું કામ શું કર્યું : ભાવનગરમાં પ્રથમ જીતુ વાઘાણીને (Education Minister Jitu Vaghani) કોલેજકાળમાં સેનેટ સભ્યની ઉપાધી મળી હતી. આ દરમિયાન તેમને વિદ્યાર્થી હિતમાં કાર્યો કર્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપ યુવા મોર્ચાના 1990માં સહપ્રધાન બન્યા હતા. 1992 માં ફરી યુનિવર્સીટીમાં સેનેટ સભ્ય બન્યા અને 1993 માં યુવા મોર્ચા ભાજપમાં પ્રમુખ તરીકે આવ્યા હતા. 1995માં નગરપરથમીક શિક્ષણ સમિતિમાં સભ્ય બન્યા હતા. 1998માં ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેકટર, 1999માં શહેર ભાજપમાં મહાપ્રધાન, 2003માં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચા પ્રમુખ, 2009 ગુજરાત પ્રદેશ ભાજપમાં પ્રદેશમંત્રી, પશ્ચિમ વિધાનસભમાં 2012 માં ચૂંટાઈ આવીને આજદિવસ સુધી પશ્ચિમ બેઠક પર ધારાસભ્ય તરીકે છે.

ક્યાં ક્યાં મોટા કામો કર્યા જીતુ વાઘાણીએ અને ક્યારે : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) નેતૃત્વમાં માનનારા હોવાથી કોલેજકાળથી લોકોના કામો કરતા આવ્યા છે. ત્યારે ધારાસભ્ય બન્યા બાદ તેમને પશ્ચિમ વિધાનસભામાં મકરસંક્રાંતિએ નગરપ્રાથમીક શાળાઓમાં બાળકોને દર વર્ષે 1.25 લાખ પતંગોનું વિતરણ શરૂ કર્યું જે આજે પણ ચાલુ છે. ત્યાર બાદ તેમણે દશેરા નિમિતે શહેરના પશ્ચિમ વિધાનસભામાં રાવણદહનનો બીજો કાર્યક્રમ શરૂ કર્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત ભાવનગરના જન્મ દિવસે તેમને ત્રિદિવસીય રંગારંગ ઉજવણી કાર્યક્રમ શરૂ કર્યો હતો. પોતાના જન્મ દિવસે પુસ્તક મેળો અને તબીબી કેમ્પો દરેક વોર્ડમાં શરૂ કર્યા જે અવિરત ચાલુ છે. આ સિવાય તેમને ફલાય ઓવરનું કામ શરૂ કરાવ્યું જે હજુ ચાલુ છે. પોરના મત વિસ્તારમાં પાણી, ગટર અને રોડના મોટાભાગના કામો કર્યા છે.

અગ્રણી નેતા તરીકે સ્થાપિત થયા રાજકારણમાં : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) નાનપણથી નેતૃત્વ કરવામાં માનતા હતા. જીતુ વાઘાણીને સમાજસેવા, વાંચન, પ્રવાસ અને વોલીબોલ શોખ હતો. સમાજ સેવામાં શોખ હોવાથી 1990માં ભાજપ યુવા મોરચામાં સહપ્રધાન બન્યા ત્યારથી અગ્રણી નેતા તરીકે આગળ ધપ્યા અને ધીરે ધીરે તેઓ આજે શિક્ષણપ્રધાન સુધી પોહચ્યા છે. જીતુ વાઘાણીના કામો અને નેતૃત્વના પગલે તેમની ઓળખ ઉભી થઇ છે.

2022 માં જીતુ વાઘાણીની સ્થિતિ કેવી : ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પહેલેથી સમાજસેવાના શોખીન હોવાથી ધારાસભ્ય તરીકે આવતા બાળકોને પતંગ વિતરણ શરૂ કર્યું હતું. વાત કરીએ રાજકારણની તો જીતુ 2007માં પ્રથમ 37 વર્ષની વયે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા. હાર બાદ તેમણે ફરી 2012 માં હિંમત કરીને 53892 ની લીડ સાથે જીત પ્રાપ્ત કરી હતી. 2012માં કોંગ્રેસના ડો કાનાણી લડ્યા હતા. જ્યારે 2017 માં કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર હતા જેમને જીતુ વાઘાણીએ હાર આપીને જીત મેળવી હતી. આજે તેઓ રાજ્યના શિક્ષણપ્રધાન છે પરંતુ બેરોજગારી,મોંઘવારી અને સ્થાનિક કેટલા મુદ્દાઓ ભાજપને અસર કરે છે તેમ જીતુ વાઘાણીને પણ અસરકર્તા છે. જો કે લોકમુખે ચર્ચા જીતુ વાઘાણીને અન્ય સ્થળેથી ટિકિટ આપી લડાવવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.