ભાવનગર: તલગાજરડા ખાતે આવેલા ચિત્રકુટ ધામમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પરમ ગાયનાચાર્ય અને વ્યાકરણચાર્ય હનુમાનજીના જન્મદિવસ નિમિતે આયોજીત ત્રિદિવસી કાર્યક્રમના અંતિમ દિવસે એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં ખાસ જેકી શ્રોફને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેકી શ્રોફ અને સીરીયલ કલાકાર સુનિલ લહેરી એવોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષોની પરંપરાઃ મહુવામાં દર વર્ષની જેમ હનુમાન જયંતિ નિમિત્ર આ વર્ષે પણ હનુમંત એવોર્ડ, નટરાજ એવોર્ડ, સદભાવના એવોર્ડ, કૈલાશ લલિત કલા એવોર્ડ, અવિનાશ વ્યાસ એવોર્ડ, વાચસ્પતિ અને ભામતી પુરસ્કાર સહિત 13 એવોર્ડ પૂજ્ય મોરારીબાપુએ એનાયત કરીને વંદના કરી હતી. જેકી શ્રોફનું સુતરના હાર વડે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સીરીયલ કલાકાર સુનિલ લહેરી (રામાયણના લક્ષ્મણની ભૂમિકા કરનાર) પણ ઉપસ્થિત રહ્યા હતા. જેકી શ્રોફને નટરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે 13 મહાનુભાવોએ પણ એવોર્ડ સ્વીકાર્યો હતો.
વંદન કરવાનું બહાનું: એવોર્ડ એનાયત બાદ બાપુએ સંબોધન કર્યું "બધુજ રામ"મહુવાના ચિત્રકૂટધામમાં યોજાયેલા કાર્યક્રમમાં કથાકાર મોરારીબાપુએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,અમારું નૃત્ય રામ છે,ગાયન,કથન રામ છે,મૌન રામ, બોલવું રામ,અગ્નિ અને આકાશ રામ છે,શ્વાસ ને વિશ્વાસ રામ છે.હું પદનો ઉપાસક નથી,હું પાદુકાનો ઉપાસક છું, તેથી મારી પાસે તમને વંદન કરવાનું આ બહાનું છે. હનુમાનજીની આરતી બાદ પુરસ્કાર વિતરણ કરાયા હનુમાન જયંતી નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પરમ ગાયનાચાર્ય,પરમ વ્યાકરણચાર્ય હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે ત્રિદિવસીય હનુમંત જન્મ મહોત્સવના અંતિમ દિવસે સુંદરકાંડનું ગાન, હનુમાનજી મહારાજની આરતી બાદ ભરતનાટ્યમના વિદ્વાન રમા વૈદ્યનાથને નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ 13 વિવિધ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચો Bhavnagar Crime: બિલ્ડરનું ચાર શખ્સોએ કર્યું અપહરણ, 50 લાખની ખંડણી માંગી
ક્યાં કલાકારને કયો એવોર્ડ એનાયત: સંજય ઓઝા(અવિનાશ વ્યાસ એવોર્ડ)2,વૃંદાવન સોલંકી(કૈલાસ લલિતકલા એવોર્ડ)૩- અજિત ઠાકોર(વાચસ્પતિ-સંસ્કૃત-એવોર્ડ)4-ડો. નિરંજન વોરા(ભામતી-સંસ્કૃત-એવોર્ડ)5-સ્વ. કિશન ગોરડિયા(સદભાવના અવોર્ડ)6- ચંપકભાઇ લક્ષમણભાઇ ગોડિયા(ભવાઇ-નટરાજ-એવોર્ડ)7- અમિત દિવેટિયા(ગુજરાતી રંગમંચ-નાટક-નટરાજ એવોર્ડ).8-સુનીલ લહરી(હિન્દી ટીવી શ્રેણી-નટરાજ એવોર્ડ).9- જેકી શ્રોફ(હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ).10-વિદૂષી રમા વૈદ્યનાથન(ભરત નાટ્યમ-નૃત્ય-હનુમંત એવોર્ડ).11-ઉસ્તાદ ફઝલ કુરેશી(તબલાં-તાલવાદ્ય-હનુમંત એવોર્ડ).12-પંડિત રાહુલ શર્મા(સંતૂર-શાસ્ત્રીય વાદ્ય સંગીત-હનુમંત એવોર્ડ).13-પંડિત શ્રી ઉદય ભવાલકર(દ્રુપદ-શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ) એનાયત કરવામાં આવ્યા છે.