ETV Bharat / state

ભારતીય નૌકાદળનું ગૌરવ INS વિરાટનું મ્યુઝિયમ બને તેવી શક્યતા

વર્ષ 2017માં સેવા નિવૃત કરી દેવાયેલું દેશનું ગૌરવ એવું INS વિરાટ જહાજને રિસાયકલિંગ માટેની હરાજીમાં રૂ.38.54 કરોડમાં ખરીદી અલંગના પ્લોટ નંબર 9 સામે ઉભું કર્યા બાદ તેનું ફરી વેચાણ અને મ્યુઝિયમ બનાવવા અંગેની હિલચાલ શરૂ થઈ છે. જેમાં હવે આ જહાજને રૂ.100 કરોડમાં વેચી તેનું મ્યુઝિયમ બનાવવા અંગે જહાજ ખરીદનાર શ્રીરામ ગૃપના મુકેશ પટેલે વધુ માહિતી આપી હતી.

ભારતીય નૌકાદળનું ગૌરવ INS વિરાટનું મ્યુઝિયમ બને તેવી શક્યતા
ભારતીય નૌકાદળનું ગૌરવ INS વિરાટનું મ્યુઝિયમ બને તેવી શક્યતા
author img

By

Published : Oct 2, 2020, 6:07 PM IST

ભાવનગર: ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS વિરાટ અલંગ આવી પહોંચ્યુ છે. જો કે આ જહાજના બ્રિચિંગ માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગૃપે હવે જહાજ વેચવા માટેના વ્યવહારો શરૂ કરી દીધા છે. તેમણે આ જહાજને 38.54 કરોડમાં ખરીદ્યા પછી તેની વેચાણકિંમત 100 કરોડ મૂકી છે.

ભારતીય નૌકાદળનું ગૌરવ INS વિરાટનું મ્યુઝિયમ બને તેવી શક્યતા

શ્રીરામ ગૃપના મુકેશ પટેલે જણાવ્યું હતું કે આમ તો જહાજની કિંમત સવાસો કરોડ છે પરંતુ તેઓ 100 કરોડમાં આપવા તૈયાર છે. આ જહાજ ખરીદીને તેને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે. જહાજને સંગ્રહાલયમાં ફેરવવા માટે કોઇ રાજ્યની સરકારે તૈયારી ન બતાવતા છેવટે નેવીએ જહાજને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લેવો પડયો હતો. અત્યારે આ જહાજ ભાવનગર પાસેના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પહોંચી ગયું છે.

મુકેશ પટેલે જણાવ્યું હતું કે "મુંબઇની કંપની આ જહાજ ખરીદવા માંગે છે પરંતુ તેમણે ભારત સરકારનું ના હરકત પ્રમાણપત્ર ( એનઓસી ) સૌથી પહેલાં આપવું પડશે કારણ મેં તો આ શિપ ભંગારમાં ખરીદ્યુ છે. એનઓસી એટલે માગું છું કે ભવિષ્યમાં કોઇ એવો આક્ષેપ કરી શકે કે કોઇ સ્કેમમાં અમે પણ સંડોવાયેલા હતા, જો કે દેશ પ્રેમ માટે ખરીદ્યા પછી પણ તેઓ જહાજને ભાંગી જ રહ્યા છે."

"મેં આ જહાજ માટે 125 કરોડ રૂપિયા માગ્યા. સાથોસાથ એ પણ તૈયારી બતાવી છે કે મુંબઈની કંપની પોતાના હિસાબે અને જોખમે જહાજને તરતું કરવા તૈયાર હોય તો 100 કરોડ રૂપિયામાં આપી દેવાની મારી તૈયારી છે . મારા ખાતામાં 100 કરોડ જમા થઇ ગયા એમ બેન્ક તરફથી મને જાણ કરવામાં આવશે ત્યારે એ જ ઘડીએ જહાજનો હવાલો ખરીદારને સોંપી જઇશ. " મુકેશ પટેલે જણાવ્યું.

મરીન કંપનીના ડાયરેકટર વિષ્ણુકાંત શર્માએ જણાવ્યું હતું કે જહાજ ખરીદવા માટે શ્રીરામ ગૃપ સાથે વાટાઘાટ ચાલે છે. ગોવા સરકારે જહાજને ગોવાના કિનારે લાવવાની તૈયારી દર્શાવી છે. જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે આ જહાજને સંગ્રહાલયમાં ફેરવતા પહેલાં સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મેળવવી પડશે, ગોવા સરકારે ત્યાંના દરિયા કિનારે જહાજને લાંગરવાની ઇચ્છા દર્શાવી છે એટલે તેને પણ સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.