ETV Bharat / state

ભાવનગરમાં શિક્ષણ રાજ્ય પ્રધાન વિભાવરી દવેએ કર્યુ ધ્વજવંદન

ભાવનગર શહેરમાં જિલ્લાના સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરમાં ડીએસપી કચેરી ખાતે યોજવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે કાર્યક્રમ ભાવનગર ડીએસપી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. જ્યાં શિક્ષણ રાજ્ય પ્રધાન વિભાવરીબેન દવેએ ઘ્વજવંદન કરીને સલામી આપી હતી.

Bhavnagar
Bhavnagar
author img

By

Published : Aug 15, 2020, 10:56 AM IST

ભાવનગરઃ ભાવનગરમાં 74મા સ્વાતંત્ર પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની ભાવનગર ડીએસપી કચેરી ખાતે કરવામાં આવી હતી. શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ ઘ્વજવંદન કરીને સલામી આપી સંબોધન આપતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પહેલા ગુજરાતી હતા, જેને સોમનાથ મંદિરની સ્થાપના કરી અને મોદી એના એવો ગુજરાતી છે, જેમને રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું. આમ ગુજરાતી હોવાનું મને ગર્વ છે. ગુજરાતીના નામે વિભાવરીબેન દવેએ નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર વલ્લભભાઈ સાથે કરી હતી.

ભાવનગર શહેરમાં જિલ્લાના સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરમાં ડીએસપી કચેરી ખાતે યોજવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે કાર્યક્રમ ભાવનગર ડીએસપી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. વરસાદમાં ભીંજાતા શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. પોલીસ તંત્રની પરેડ પણ વરસાદમાં કરવામાં આવી હતી. ફાયરિંગ દ્વારા ધ્વનિ સલામી પણ આપવામાં આવી હતી. કોરોના વોરિયર્સનું સન્માન પણ વિભાવરી બેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. ઘ્વજવંદન બાદ વિભાવરીબેન દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ કર્યુ ધ્વજવંદન

વિભાવરીબેન દવે દ્વારા પોતાના સંબોધનમાં દેશની અખંડતા માટે આઝાદી સમયે પ્રથમ પોતાનું રજવાડું સોંપનારા અને ભાવનગરમાં વર્ષો પહેલા કરેલા વિકાસના કાર્યોની સરાહના કરવામાં આવી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વંદન કરીને વિભાવરીબેન દવેએ કોરોના આફત વિશે પણ પોતાના શબ્દો મુખ્ય હતા. કોરોના બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ સોમનાથ મંદિર સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું અને બીજું રામ મંદિર ગુજરાતના જ સપૂતોએ બનાવ્યું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ગુજરાતી કહીને સરદાર વલ્લભભાઈ સાથે કરી હતી.

આમ, ડીએસપી ગ્રાઉન્ડમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં આઈજી, ડીએસપી, ડીડીઓ અને કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.