ભાવનગરઃ મુંબઈથી આવેલા 23માંથી 7 કેસ પોઝિટિવ આવ્યા છે. તંત્રની સતર્કતાને પગલે દરેકને નજરમાં રાખવામાં આવ્યા અને ચેકઅપ થયું નહી ત્યાં સુધી છોડવામાં આવ્યા નહીં. જેથી સંક્રમણ રોકવામાં સફળ રહ્યા હતા.
ભાવનગર શહેરમાં ઢળતી સાંજે મુંબઈથી ત્રણ બસમાં 23 લોકો આવી પહોચ્યાં હતા. તંત્રને જાણ થતાની સાથે બસમાંથી દરેક વ્યક્તિને બહાર આવવા પર રોક લગાવી દેવામાં આવી અને બાદમાં આરોગ્ય વિભાગ દ્વારા એક પછી એક ચેકપ કરવામાં આવ્યું હતું.
![ભાવનગર મુંબઈથી આવેલા 23 લોકો માંથી 7 પોઝિટિવ, કુલ આંકડો 91 પર પહોચ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01mumbaicaseavchirag7208680_09052020011733_0905f_1588967253_469.jpg)
મોડી રાત સુધીમાં 23માંથી 7 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. 7 પોઝિટિવ આવતાની સાથે 7 લોકોને સર ટી હોસ્પિટલમાં અઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા હતા, જયારે બાકી 16 લોકોને ભાવનગરની સમરસ હોસ્ટેલ ખાતે કવોરેન્ટાઇનમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ અને આરોગ્ય વિભાગની સારી કામગીરીને પગલે સંક્રમણ રોકવામાં સફળતા મળી છે. જો કે, હાલ ભાવનગરનો ચિતાર જોઈએ તો 91 કેસ થઇ ચૂક્યા છે. જેમાં પોઝિટિવ 56 અને સ્વસ્થ 29 અને મૃત્યુ 6 થયા છે.