- ગાયને હડકવા થાય તો શું થાય જાણો અને જુઓ
- ગાયને હડકવા થાય તેની કોઈ વેક્સિન નથી
- કોર્પોરેશનના અધિકારીઓએ ગાયને બાંધવામાં મદદ કરી
- દોરડા વડે ગાયને થાંભલા સાથે બાંધવામાં આવી
ભાવનગરઃ શહેરમાં શ્વાન કરડે તો હડકવા થાય છે પણ ગાયને હડકવા થાય તો શું થાય. અહીં મામલો એ જ છે કે, ગાયને હડકવા થયા પછી શું થાય તે જાણીને તમે પણ ચોંકી જશો અને તેના માટે મહાનગરપાલિકાએ શુ કરવા એ જાણીને તમારું હૃદય દ્રવી ઊઠશે પણ અહીંયા લાચારી ચરસીમાએ છે જાણો..
ભાવનગરની ભીડભંજન મહાદેવ પાસે બે ગાયોને હડકવા થયેલો તો એક પાનવાડી પાસે ખૂટિયાને ત્યારે ભીડભંજન પાસે બાંધેલી ગાયને હડકવા થતા બેરહેમીથી બાંધ્યા સિવાય બીજો ઉપચાર નથી. કેમ કે જેમ કોરોના વેક્સિન નથી. એમ ગાયને હડકવા થાય તો તેની કોઈ વેક્સિન કે દવા નથી. ત્યારે લોકો માનવતામુક્ત હોવાનું કહીને કામગીરીમાં વિલંબ કરે છે. આથી વેટરનરી અધિકારીએ જણાવ્યું હતું કે, હડકવા થયેલી ગાયને છુટ્ટી રાખીએ તો કંઈકને જાનહાની થઈ શકે. હડકવા ગાયને ક્યાંય લઈ જવી શક્ય નથી તેને બેભાન કરવાથી જીવ જઇ શકે છે તેવામાં સ્થળ પર રાખવી પડે છે અને કેટલીક કલાકોમાં તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે.