- નવા તબક્કાના વેક્સિનનો કાર્યક્રમ
- રાજકીય આગેવાનો સહિત 684 લોકોએ મુકાવી રસી
- સિનિયર સિટીઝનોને આગળ વધવા પુરી પાડી પ્રેરણા
ભાવનગર: જિલ્લામાં કોરોના મહામારીને પગલે નવા તબક્કાનું વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ 14 સ્થળો પર આ કાર્યક્રમ યોજ્યો હતો. 45થી 60 વર્ષના લોકો માટે આજે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના સરકારી હોસ્પિટલોમાં 647 અને ખાનગી હોસ્પિટલોમાં 83 લોકોએ મળીને કુલ 730 લોકોએ રસીકરણ કરાવ્યું હતું.
શહેરમાં રસી મુકાવતા પ્રતિષ્ઠિત અને રાજકીય આગેવાનો
ભાવનગર શહેરમાં રાજકીય આગેવાન અને સિનિયર સિટીઝન લોકોએ કોરોના રસી મુકાવી હતી. ભાજપના અમોભાઈ શાહ તો કોંગ્રેસના જીતુભાઇ ઉપાધ્યાય જેવા નેતાઓ આગળ આવીને રસી મુકાવી હતી. રસી મુકવા માટે સવારથી સાંજ સુધીમાં 60 વર્ષથી ઉપરના 684 લોકોએ રસી મુકાવી હતી, જ્યારે 45-59 વર્ષના કોમોરબીડીટી ધરાવતા 46 લોકોનું કોરોના રસીનું રસિકરણ કરવામાં આવ્યું હતું.