ભાવનગર: કોરોનાગ્રસ્ત ત્રણ દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ્ય થયા છે. જેમાં 18 માસનો બાળક, 23 વર્ષીય યુવાન અને 90 વર્ષીય વૃદ્ધને કોરોના મુક્ત થયા છે. જો કે, એક કેસ પોઝિટિવ આવતા આંકડો 33 પર પહોંચ્યો છે. તો આ સાથે જ સ્વસ્થ થવાનો આંકડો ઓછો થઇ રહ્યો છે. 19 દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા છે, જો કે 90 વર્ષીય દર્દી કોરોના મુક્ત થયા પણ અન્ય બીમારીને પગલે સર ટી હોસ્પિટલના અન્ય વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
ભાવનગરમાં કોરોનાને પગલે તંત્રને ફરી સફળતા પ્રાપ્ત થઈ છે, ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે.તો સાથે એક વ્યક્તિ પોઝિટિવ પણ આવ્યો છે. જિલ્લામાં કુલ 20 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
ભાવનગરમાં કોરોના ગ્રસ્ત 2 દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી. ત્યારે ફરી એક વાર ભાવનગરના તબીબોએ સાબિત કરી આપ્યું હતું કે, સરકારની સ્વાસ્થ્ય સેવાઓ કોરોના સામે લડવા કેટલી સક્ષમ તેમજ કારગર છે. અગાઉ 92 વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીને સઘન સારવારના અંતે કોરોનામુક્ત કરવામાં સફળ રહેલી મેડિકલ ટીમે આજે 18 માસના બાળકને પણ કોરોનાના રોગમાંથી મુક્ત કર્યો છે.
મુળ રાજસ્થાનના વતની એવા 18 માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગત તારીખ 14 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
અન્ય યુવાન આદિલ ગનેજા સાંઢિયાવાડનો રહેવાસી છે જેને પણ તબીબોની મહામહેનતે સ્વસ્થ કરવામાં સફળતા મળી છે સાથે ડોકટર વૃદ્ધ બીમાર 90 વર્ષીય રસુલભાઈ રાઠોડ વડવા માઢિયાફળી વિસ્તારના રહેવાસી સારવારમાં હતા જેને પણ કોરોના મુક્ત કરવામાં આવ્યા છે પણ અન્ય બીમારીને પગલે તેમને સર ટી હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે આમ ભાવનગરમાં એક પોઝિટિવ કેસ આવતા આંકડો 33 પર પોહચ્યો હતો તો બાળક,યુવાન અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં આવતા કોરોનાથી સ્વસ્થતાનો આંકડો 19 પર પોહચ્યો છે હવે 9 પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે