ETV Bharat / state

ભાવનગરમાં આધુનિક પ્રેમનો કરુણ અંજામ, પતિએ કર્યું પત્ની પર ફાયરીંગ - gujarati news

ભાવનગર: શહેરના વિક્ટોરિયા પાર્ક રોડ ઇસ્કોન સિટીના ગેટ નજીક રહેતી હારવી નામની યુવતી પતિનું ઘર છોડીને પિયર ચાલી આવી હતી. જેના કારણે તેના પતિ અશોકે તેની પત્ની પર ફાયરીંગ કર્યું હતું. હારવીને પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ભાવનગરમાં આધુનિક પ્રેમનો કરુણ અંજામ, પતિએ કર્યું પત્ની પર ફાયરીંગ
author img

By

Published : Aug 28, 2019, 10:42 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના ઈસ્કોન સિટીમાં રહેતા યુવક યુવતી પ્રેમમાં ગળાડૂબ થતાં યુગલ લગ્નના તાંતણે બંધાયું હતું. બંનેનું લગ્નજીવન સુખેથી ચાલતું હતું. પરંતુ સમય જતાં બંનેના સ્વભાવ બદલાતા તેમની વચ્ચે ખટરાગ થતો હતો. સાથો સાથ તેમના યુવતી હારવીના પતિ અશોકના કારસ્તાનો પણ ખુલ્લા પડવા લાગ્યા હતા.

ભાવનગરમાં આધુનિક પ્રેમનો કરુણ અંજામ, પતિએ કર્યું પત્ની પર ફાયરીંગ

ઘરમાં ઝઘડો વધતા યુવતી 3 મહિના પહેલા તેના પિયર ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચી જતા પ્રેમમાં પાગલ બનેલ યુવક આ વાત ઝીરવી શક્યો નહિં. આજ બુધવારના રોજ કોઈ કામ બાબતે યુવતી ઘરની બહાર નીકળતા તેના પતિએ તેને પર ફાયરીંગ કર્યું હતું. યુવતીને ગોળી વાગતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી પતિ ફાયરીંગ કરીને નાસી છુટ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સિટી DYSP મનીષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો. આરોપી પતિને પકડવા પોલીસે સઘન તપાસ કરીને ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર

ભાવનગરમાં ઇસ્કોન નજીક યુવકે પરણિત યુવતી પર ફાયરિંગ કરતા ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

શહેરના વિક્ટોરિયા પાર્ક રોડ ઇસ્કોન સિટી ના ગેટ નજીક પોતાના પિયર ચાલી આવેલ પરણિત યુવતી હારવી પર તેના પતિ અશોક એ ફાયરિંગ કર્યું હતું,
હારવીને પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Body:શહેરના ઇસ્કોન સિટીમાં રહેતી પટેલ યુવતી હારવી મનીષભાઈ મોરડીયા અને શહેરના સિન્ધુનગર માં રહેતા સિંધી યુવાન અશોક પ્રદીપભાઈ ચોઇથાણી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પ્રેમમાં ગળાડૂબ થયેલ યુગલ આખરે લગ્નના તાંતણે બંધાયું હતું, બનેનું જીવન સુખેથી ચાલતું હતું, પરંતુ ઘર હોય ત્યાં વાસણ ખખડે જ એ રીતે બંનેના સ્વભાવ બદલાતા અને પતિ ના કાળા કરતૂતો સામે આવતા બંને વચ્ચે ઝઘડાઓ વધવા લાગ્યા હતા.Conclusion:હારવી અને અશોક પોતાનો જીવન સંસાર ચલાવી રહ્યા હતા તે દરમ્યાન પતિના સ્વભાવમાં બદલાવ સાથે તેના કારસ્તાન ખુલ્લા પડવા લાગ્યા હતા,

લોકો કહે છે પ્રેમનો અંજામ હંમેશા કરુણ આવે છે તેમ આ યુગલ વચ્ચે પણ દિવસો જતા ખટરાગ વધવા લાગતા વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી, ઘરમાં ઝઘડો વધતા યુવતી 3 મહિના પહેલા તેના પિયર ચાલી ગઈ હતી, પરંતુ પ્રેમમાં પાગલ બનેલ યુવક આ વાત ઝીરવી ના શક્યો અને આજે જ્યારે કોઈ કામ સબબ હારવી તેના ઘરથી બહાર નીકળી હતી ત્યારે જ રાહ જોઈ રહેલા તેના પતિ અશોક ચોઇથાણી એ હારવી પર ફાયરિંગ કર્યું હતું, જ્યારે હારવી ને ગોળી વાગતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે હારવી પર ફાયરિંગ કરી તેનો પતિ અશોક ચોઈથાણી નાસી છૂટ્યો હતો,

તો જાણ થતાં જ સિટી ડી.વાય.એસપી મનીષ ઠાકર સહિત મોટો પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને ઘટના અંગે સઘન તપાસ હાથ ધરી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાઈટ : મનીષ ઠાકર (સીટી DYSP ,ભાવનગર )
બાઈટ : હારવી મોરડીયા (ભોગ બનનાર )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.