ETV Bharat / state

ગુરૂ પુર્ણિમાઃ બાપા સીતારામના નામથી ગુંજી ઉઠ્યું બગદાણા ધામ

ભાવનગરઃ ગુરૂ પુર્ણિમા નિમિત્તે બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં ભાવિકો પુણ્યભૂમિ બગદાણા આવી પહોંચ્યા છે. ભક્તોની ભારે ભીડ બાપા બંજરદાસના ધામમાં ઉમટી પડી હતી.

બગદાણા ખાતે ભક્તોનો ઘોડાપુર ઉમટ્યુ
author img

By

Published : Jul 16, 2019, 10:54 AM IST

Updated : Jul 16, 2019, 11:05 AM IST

બગદાણામાં મોડી રાત્રીથી જ ભાવિકોનો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો અને સવાર થતા જ બગદાણામાં માનવ મહેરામણ ઉમટયુ હતું. વહેલી સવારે 5 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં ભક્તોએ ધ્યાનમગ્ન બની આરતીનો લાભ લીધો હતો.

બજરંગદાસધામ બગદાણાંમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

ત્યારબાદ અહીંના પાવન પરિસરમાં સવારના 5 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો. સવારના પાંચ વાગ્યે મંગળા આરતી બાદ સવાર ના 7.00 વાગ્યે ગુરૂમહિમાં પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7.30 વાગ્યે ધજા પૂજન વિધિ કરવામાં આવી અને 10.00 વાગ્યે મહાઆરતી પછી મહાપ્રસાદ વિતરણનું આયોજન હતું. જે મોડીરાત્રી સુધી અવિરત ચાલુ રહેશે. જો કે આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે સાંજના 5થી સવારના 4 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, પરંતુ પ્રસાદ વિતરણ ચાલુ રહેશે.

આ મહાપર્વમાં બે દિવસ દરમિયાન દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવતા હોય છે. તેમના માટે તમામ પ્રકારની તૈયારીઓ ગુરૂ આશ્રમ બગદાણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેના માટે 10 હજાર કરતા વધુ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. ભક્તો માટે મહાપ્રસાદમાં લાડું, ગાઠિયા, શાક, રોટલી, દાળભાતની વ્યવસ્થા કરવામાં આવી છે, આ માટે 725 મણ લાડુ, 250 મણ ગાઠીયા, 600 મણ શાકભાજી, 250 મણ ચોખા અને 150 મણ દાળ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

રસોડા વિભાગના કામ માટે 70 જેટલા ટ્રેક્ટર કામે લગાડ્યા છે. વિશાળ મોટા લોખંડના ડોમ મંડપમાં યાત્રિકો પરંપરાગત રીતે બેસીને પ્રસાદ લઈ શકે તે માટે બહેનો માટે અને ભાઈઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તમામ પ્રકારની વ્યવસ્થા માટે અલગ-અલગ ગામમાંથી આવેલા સ્વયંસેવક મંડળને કામ સોપી દેવામાં આવ્યું છે. સ્વયંસેવકોને દર્શન વિભાગ (ચારેય મંદિરો), ચા-પાણી, ભોજનાલય, સફાઈ વિભાગ, સુરક્ષા સલામતી વિભાગ, પાર્કિંગ વિભાગમાં બે હજાર પુરૂષ સ્વયંસેવકોને સેવા સોંપવામાં આવી છે. તેમજ આ સ્વયંસેવકોને રસોડા વિભાગ,પાર્કિંગ વિભાગ ,ઉતારા વિભાગ, મંદિર પરિસર વિભાગ જેવી સેવાઓની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. મહુવા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, ગ્રામરક્ષક દળના જવાનો તૈનાત રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા પણ આશ્રમ ખાતે સ્ટોલ ઉભો કરી દેવાયો છે, જ્યાં ડોક્ટરની ટીમ સતત હાજર રહેશે.

Intro:ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા, આજે દરેક વ્યક્તિ પોતાના ગુરુના ચરણોમાં શીશ નમાવી અને ગુરુનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે લાખો લોકોને ગુરુ એવા બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં ભાવિકો પુણ્ય ભૂમિ બગદાણા આવી પહોંચ્યા છે.Body:બગદાણા માં મોડી રાત્રીથી જ ભાવિકો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો અને સવાર થતા જ બગદાણામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. વહેલી સવારે પ.કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી, જેમાં ભાવિકો ધ્યાનમગ્ન બની અને આરતીનો લાભ લીધો હતી ત્યારબાદ અહીના પવન પરિસરમાં સવારના ૫ કલાક થી ધાર્મિક કાર્યક્રમ નો આરંભ થયો હતો, સવારના પાંચ વાગ્યે મંગલા આરતી બાદ સવાર ના ૭.૦૦ કલાકે ગુરુમહીમાં પૂજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, ત્યારબાદ 7.30 કલાકે ધજા પૂજન વિધિ કરવામાં આવી હતી, અને ત્યારબાફ સવારે ૧૦.૦૦ કલાકે મહારતી બાદ મહાપ્રસાદ વિતરણ નો પ્રારંભ થશે જે વહેલી મોડીરાત્રી સુધી અવિરત ચાલુ રહેશે.જો કે આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે સાંજના 5 વાગ્યા થી સવારના ૪ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, પરંતુ પ્રસાદ વિતરણ ચાલુ રહેશે.

વી.ઓ-૨
આ મહાપર્વમાં બે દિવસ દરમિયાન દોઢ થી બે લાખ શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવતા હોય તેમના માટે તમામ પ્રકારની તૈયારીઓ ગુરુ આશ્રમ બગદાણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને જેના માટે ૧૦ હજાર કરતા વધુ સ્વયમસેવકો સેવા કરી રહ્યા છે. ભક્તો માટે મહાપ્રસાદમાં લાડુ ,ગાઠીયા, શાક, રોટલી, દાળભાતની વ્યવસ્થા કરવામાં આવી છે, આ માટે ૭૨૫ મણ લાડુ , ૨૫૦ મણ ગાઠીયા , ૬૦૦ મણનું શાકબકાલુ તેમજ ૨૫૦ મણ ચોખા અને ૧૫૦ મણ દાળ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રસોડા વિભાગના કામ માટે ૭૦ જેટલા ટ્રેક્ટર કામે લગાડયા છે. તેમજ દાળભાત અને શાક બનાવવા માટે મોટા તપેલા માં જગ્યા પર જ મોટા વાલ્વવાળા નાળચા દ્વારા દાળ અન્ય તપેલા માં લઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ મોટા લોખંડના ડોમ મંડપમાં યાત્રિકો પરંપરાગત રીતે બેસીને પ્રસાદ લઈ શકે તે માટે બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.Conclusion:આ તમામ પ્રકારની વ્યવસ્થા માટે માટે અલગ-અલગ ગામ માંથી આવેલ સ્વયં સેવક મંડળને કામો સોપી દેવામાં આવું છે. સ્વયંસેવકોને દર્શન વિભાગ (ચારેય મંદિરો), ચા-પાણી, ભોજનાલય, સફાઈ વિભાગ, સુરક્ષા સલામતી વિભાગ, પાર્કિંગ વિભાગમાં બે હજાર પુરૂષ સ્વયંસેવકોને સેવા સોંપવામાં આવી છે. તેમજ આ સ્વય સેવકો ને રસોડા વિભાગ,પાર્કિંગ વિભાગ ,ઉતારા વિભાગ ,મંદિર પરિસર વિભાગ જેવી સેવાઓની ફાળવણી કરવા માં આવશે.આ ઉપરાંત તંત્ર દ્વારા પણ તમામ પ્રકરની તૈયારીઓ કરી લેવામાં આવી છે, મહુવા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જીઆરદીના જવાનો તૈનાત રહેશે, સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ આશ્રમ ખાતે સ્ટોલ ઉભો કરી દેવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરની ટીમ સતત હાજર રહેશે.

બાઈટ :રામસિંહભાઈ ચુડાસમા _ટ્રષ્ટી ગુરૂઆશ્રમ બગદાણા
બાઈટ: વિપુલભાઇ_બગદાણધામ શ્રદ્ધાળુ
બાઈટ : શ્રદ્ધાળુ_બગદાણા ધામ
Last Updated : Jul 16, 2019, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.