ભાવનગર: શહેરમાં(bhavnagar ) વડાપ્રધાનના કાર્યક્રમને પગલે પ્રથમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોના સ્થળેથી ETV BHARAT એ ચિતાર દર્શાવ્યો છે.(pre planning for pm visit ) વડાપ્રધાનને આવકારવા 2 લાખ કરતા વધુ હાજર રહેવાના અનુમાનને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પોકેટ કેમેરા અને CCTV કેમેરાના સહારે બાઝ નજર રાખવામાં આવશે.
સૌની યોજનાઃ સૌની યોજના ફેજ 9 નું ખાતમુહૂર્ત કરશે, તેમજ માઢિયા GIDC 300 કરોડના ખર્ચે થશે તેનું ખાતમુહૂર્ત થશે. જ્યારે લોકાર્પણમાં જોઈએ તો રિઝનલ સાયન્સ સેન્ટર 100 કરોડના ખર્ચે તૈયાર છે. તેનું લોકાર્પણ કરશે. આ સાથે સૌની યોજનાનું 432 કરોડનું જિલ્લાનું કામનું લોકાર્પણ કરશે તેમજ અન્ય નાના એસટી બસ સ્ટેન્ડ,ટાઉનહોલ જેવા કામોના લોકાર્પણ કરશે. આ સાથે જિલ્લામાં શરૂ થયેલા ખાનગી કન્ટેનર કમ્પનીનું પણ લોકાર્પણ કરશે. જો કે બોટાદ,અમરેલી જિલ્લાના મળીને કુલ 6,050 કરોડના વિકાસના કામોનો સમાવેશ થાય છે. બોટાદના 1400 કરોડ ઉપરના તેમજ અમરેલીના 50 કરોડ ઉપરના કામોનો સમાવેશ થયો છે.
રોડ શૉ કરશેઃ ભાવનગર આંગણે વડાપ્રધાન છેલ્લે 19 મે 2021 માં એરપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી તૌકતે વાવાઝોડાનું નિરીક્ષણ કરીને રવાના થયા હતા, ત્યારે 29 સપ્ટેમ્બરે 2022 ના રોજ વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ પરથી રોડ શો કરવાના છે. રોડ શોની તૈયારીઓ કરી દેવામાં આવી છે. રોડ શોને પગલે રસ્તાની બંને બાજુ બેરીકેટ કરવામાં આવ્યા છે. મહિલા કોલેજ સર્કલથી રૂપાણી સર્કલના આશરે 2 કિલોમીટરના રોડ પર 29 તારીખે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રોડ શોમાં વડાપ્રધાનના ઠેર ઠેર સ્વાગત અને ભાજપના ધ્વજ તેમજ વડાપ્રધાનના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. રોડ શો બાદ વડાપ્રધાન જવાહર મેદાનમાં ત્રણ જિલ્લાના 6,050 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
પોલીસ કર્મચારીઓ તૈનાત: ભાવનગર આવી રહેલા વડાપ્રધાન 1.35 કલાકે ભાવનગર એરપોર્ટ પર આવશે અને બાદમાં એરપોર્ટથી મહિલા કોલેજ સર્કલ સુધી પોહચશે. મહિલા કોલેજ સર્કલથી રોડ શોનો પ્રારંભ થશે. પોલીસ તંત્ર દ્વારા 12 જેટલા ડીએસપી, સહિત પીએસઆઇ,કોન્સ્ટેબલ મળીને સંપૂર્ણ કાર્યક્રમમાં 2000 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેવાના છે. આ સાથે નેત્ર CCTV થી નજર રાખવામાં આવશે અને પોકેટ કેમેરા પણ પોલીસ કર્મીઓના શર્ટ પર લગાવીને નજર રાખવામાં આવશે. ઘોડેસવારો પણ બાઝ નજર રોડ શોમાં રાખવાના છે.