ETV Bharat / state

ભાવનગરમાં સ્મશાનમાં મૃતદેહો, તંત્ર કહે છે મોત જ નથી થયા: સત્ય શું? - ભાવનગરના સમાચાર

ભાવનગર શહેરના સ્મશાનમાં મૃતદેહો આવી રહ્યા છે, PPE કીટ પહેરીને વિધિ કરવામાં આવે છે, છતાં મૃત્યુના આંકડા તંત્રના ચોપડે નથી નોંધાયા. હવે પ્રશ્ન ઉભો થાય છે કે, આંકડાની માયાજાળમાં ભાવનગર શહેર ગુજરાતમાં સારી કામગીરી કરી રહ્યું છે અને એટલે જ મુખ્યપ્રધાન પણ ભાવનગરની કામગીરીને વખાણીને ચાલ્યા ગયા છે પણ સત્ય શું છે તેને લઇ સૌ કોઈને મનમાં પ્રશ્ન છે.

ભાવનગરમાં કોરોનાના કેસ
ભાવનગરમાં કોરોનાના કેસ
author img

By

Published : Aug 10, 2020, 10:44 PM IST

ભાવનગર: જિલ્લામાં કોરોના કેસો દિવસની એવરેજમાં વધી રહ્યા છે. ભાવનગરમાં 10 ઓગસ્ટના રોજ 48 કેસો આવ્યા છે, મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બતાવે છે. જો કે આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે.

ભાવનગરમાં કોરોનાના કેસ
ભાવનગરમાં કોરોનાના કેસ

ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 1879 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં 20 ઓછામાં ઓછા છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે 20થી લઈને 30 સુધી તો ક્યારેક 30ને પાર પોઝિટિવ દર્દીઓનો આંકડો સામે આવી રહ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. સોમવારે 48 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા, તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.

ભાવનગરમાં કોરોનાના કેસ
ભાવનગરમાં કોરોનાના કેસ
સૌથી અચંબાની વાત એ છે કે, આંકડો સ્થિર થયો છે કેસ શહેર જિલ્લામાં સીમિત થઈ ગયા છે. કેસ અચાનક ઓછા આવવવાથી લોકોમાં ગુસ્સો હતો કે , આંકડા હવે છુપાવવામાં આવી રહ્યા છે, જો કે તંત્રએ અચાનક ટ્રાવેલ હિસ્ટ્રી અને નામો જાહેર કરવાનું બંધ કરવા પાછળનું કારણ દર્શાવ્યું નથી. આંકડો સોમવારે 1879 પર પોહંચી ગયો છે , સ્વસ્થ્ય થવાના કેસો વધી રહ્યા છે મતલબ સાફ છે કે અંદર ખાને ચાલતી ક્યાંક ગોલમાલ જરૂર છે . અગાઉ 26 આવેલા કેસોમાં પણ સ્પષ્ટતા તંત્રએ કરી નથી કોઈ હિસાબ આપવામાં નહિ આવ્યો. લોકોની માગ છે કે નામ જાહેર કરો તો બીજા જાગૃત રહે. મુખ્યપ્રધાન પણ સ્મશાનની વ્યવસ્થા મામલે મનપાની જવાબદારી ગણાવે છે તેનો મતલબ શું સમજવો કે મૃત્યુ દર વધારે છે અને આંકડામાં ઓછો ?ભાવનગર સાથે જિલ્લામાં કેસ આવી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. કેસો 1879 આજદિન સુધી થઈ ગયા છે, ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થિય કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 1408 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે, તો 30 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર ટી હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 432 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે, તો સ્વસ્થ્ય થવાનો આંકડો 1408 પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે, સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.