ETV Bharat / state

Bhavnagar News: ગુજરાતમાં એક દિવસ રેશન શોપ બંધ રહેતા સરકાર ઝૂકી, સરકારે બેઠક માટે આજે બોલાવ્યા

ગુજરાતમાં એક દિવસ રેશન શોપ બંધ રહેતા નવી આવેલી સરકારે જૂની સરકારે સ્વીકારેલ માંગ બાબતે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. ગોડાઉનમાંથી આવતો માલ હોય કે અન્ય માંગ આજે ગાંધીનગરમાં બેઠક યોજાવા જઈ રહી છે. રેશન શોપ એસોસિએશનની માંગ 2022માં પૂર્વ પુરવઠા પ્રધાન નરેશ પટેલે સ્વીકારી હતી. શુ છે મામલો જાણો

Bhavnagar News: ગુજરાતમાં એક દિવસ રેશન શોપ બંધ રહેતા સરકાર ઝૂકી, સરકારે બેઠક માટે આજે બોલાવ્યા
Bhavnagar News: ગુજરાતમાં એક દિવસ રેશન શોપ બંધ રહેતા સરકાર ઝૂકી, સરકારે બેઠક માટે આજે બોલાવ્યા
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 10:26 AM IST

ગુજરાતમાં એક દિવસ રેશન શોપો બંધ રહેતા સરકાર ઝૂકી

ભાવનગર: ગુજરાતમાં તારીખ 1 સપ્ટેમ્બરે રેશન શોપ સંપૂર્ણ બંધ રહ્યા બાદ સરકાર દ્વારા રેશન શોપ એસોસિયેશનને બેઠક કરવા સરકારે આમંત્રણ આપ્યું છે. જુની સરકારના પ્રધાનઓએ આશ્વાસન આપ્યું હતું અને નવી આવેલી સરકાર એક વર્ષથી સાંભળતી ન હતી. ત્યારે રેશન શોપ એસોસિએશન લોકસભાની ચૂંટણી પહેલા બંધનું એલાન કરીને સરકારને દબાવમાં લાવતા હવે બેઠક બાદ ઉકેલની આશા સેવાઈ રહી છે.

જૂની સરકારના પ્રધાનો: ગુજરાતમાં રેશન શોપ એસોસિએશનની અનેક મંગોને લઈને રાજ્યની જૂની સરકારના 2022 ના પુરવઠા પ્રધાન નરેશ પટેલે રેશન શોપ એસોસિએશને બાંહેધરી આપી હતી. પૂર્વ પ્રધાનએ રેશન શોપની અગત્યની માંગણી સ્વીકાર્ય બાદ રાજ્યની સરકાર જ બદલાઈ ગઈ હતી. 2022 થી રેશન શોપ એસોસિએશન માંગ કરી રહ્યું છે. અંતે રેશન શોપ એસોસિએશન દ્વારા ગુજરાતમાં રેશન શોપ બંધ રાખવા માટે રણશીંગુ ફૂંકી દીધું હતું. જેને પગલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ દિવસે રેશન શોપ દુકાનો સજ્જડ બંધ રહી હતી.

"2022 માં પુરવઠા પ્રધાન નરેશ પટેલ હતા. તેમની માંગો લેખિતમાં સ્વીકારી હતી. પરંતુ બાદ સરકાર બદલાઈ ગયા બાદ કોઈ સાંભળ્યું નહીં. આથી અમારે ગુજરાત બંધનું એલાન આપવું પડ્યું છે. તારીખ 1 સપ્ટેમ્બરે બંધનું અલ્ટીમેટમ સરકારને એક મહિના પહેલા આપવામાં આવ્યું હતું. પહેલા દિવસે સંપૂર્ણ રેશનની દુકાનો બંધ રહેવા પામી છે. અમારી માંગ હતી કે 350 નાના દુકાનદારોને 20 હજાર કમિશન આપવામાં આવે, તેમજ આ સિવાયની અન્ય માંગો હતી."--મહિપતસિંહ ગોહિલ (પ્રમુખ,ગુજરાત રેશન શોપ એસોસિએશન)

સરકાર લોકસભા ચૂંટણીને કારણે નમી: રેશન શોપ પ્રમુખ મહિપતસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું, કે અમારી આજે તારીખ 2 સપ્ટેમ્બર ગાંધીનગર સરકાર સાથે બેઠક છે. સરકારે અમને સામેથી બોલાવ્યા છે. કારણકે તહેવારો આવી રહ્યા છે. લોકોનો હોબાળો થાય નહિ માટે સરકાર સાથે બેઠક આજે 11.30 કલાકે થશે. જેમાં અમે જવા નીકળી રહ્યા છીએ. આશા છે કે અમારા મુદ્દા સ્વીકારવામાં આવશે.

  1. Bhavnagar Stray Cattle : રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું
  2. Bhavnagar News : નિરાધાર સાત બાળકોની સરકાર જવાબદારી લે તેવી લોક માંગ, શક્તિસિંહનો ટ્વીટ પ્રહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.