ભાવનગર જિલ્લાની 7 બેઠક માટે મતગણતરી કરાશે. આ માટે એન્જિનિયરિંગ કૉલેજમાં મત ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ કૉલેજમાં EVM રાખવામાં આવ્યા હોવાથી SRP અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરીનો (Vote Counting in Bhavnagar) પ્રારંભ કરવામાં આવશે. જોકે કેટલા રાઉન્ડ શું તૈયારી જાણીએ.
મતગણતરી સ્થળ અને સુરક્ષા વ્યવસ્થા ભાવનગરના યુનિવર્સિટી તરફ જવાના માર્ગ પર વળિયા કૉલેજ (valia college of commerce) પહેલા આવતી નવી એન્જિનિયરિંગ કૉલેજમાં (Bhavnagar Engineering College) 7 અલગ અલગ અલગ બિલ્ડીંગમાં ગણતરી (Vote Counting in Bhavnagar) કરવામાં આવશે. 1 તારીખે મતદાન પૂર્ણ થયા બાદ SRP અને પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM પોલીસની નજરમાં રહ્યા છે. ભાજપ કૉંગ્રેસ અને આપના ઉમેદવારો મુલાકાત લેતા રહ્યા છે.
કેટલા રાઉન્ડ અને કેટલા ટેબલ પર કર્મચારી ભાવનગર એન્જિનિયરિંગ કૉલેજમાં (Bhavnagar Engineering College) મતગણતરીમાં (Vote Counting in Bhavnagar) રાઉન્ડ જોવામાં આવે તો મહુવા 17,તળાજા 19,ગારીયાધાર 18,પાલીતાણા 23 ,ભાવનગર ગ્રામ્ય 23, ભાવનગર પૂર્વ 18 અને ભાવનગર પશ્ચિમ 18 મળીને 136 રાઉન્ડ રાખવામાં આવ્યા છે. ટેબલ દરેક બેઠક પર એક સરખા 19 રાખવામાં આવ્યા છે, જે કુલ 133 ટેબલ થશે. આ સાથે 1,125 કર્મચારીઓ જોતરાવાના છે. ઓબ્ઝર્વર 7, RO 7, ARO 7, ADD ARO 12 , PS 1868 રાખવામાં આવ્યા છે. સવારમાં પ્રથમ કોઈ બેઠકના વિવિપેટ મશીન પાંચ બુથના રેન્ડમલી ખોલવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારની પરવાનગીથી આગળની ગણતરીનો પ્રારંભ થશે.