ETV Bharat / state

Gujarat Budget 2023 : ગંગા સ્વરૂપા યોજના સહાયમાં 1897 કરોડ સહિત કુલ 6064 કરોડ ફાળવ્યાં, મહિલા અને બાળવિકાસમાં બીજું શું તે જૂઓ - Doodh Sanjeevni Yojna

નાણાંપ્રધાન કનુ દેસાઇના વર્ષ 2023ના બજેટમાં મહિલા અને બાળ વિકાસવિભાગ માટે કુલ 6064 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. કનુ દેસાઇએ મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં સ્ત્રીઓનો જન્મદર વધારવાના પ્રયાસોને લઇને 2020માં દર હજાર પુરુષ જન્મ સામે સ્ત્રીઓનો જન્મદર સુધરીને 965 નોંધાયો છે. ગંગા સ્વરૂપા યોજના સહાયમાં 1897 કરોડ ફાળવાયા છે.

Gujarat Budget 2023 : ગંગા સ્વરૂપા યોજના સહાયમાં 1897 કરોડ સહિત કુલ 6064 કરોડ ફાળવ્યાં, મહિલા અને બાળવિકાસમાં બીજું શું તે જૂઓ

author img

By

Published : Feb 24, 2023, 2:11 PM IST

ગાંધીનગર : નાણાંપ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023 24 માટે ગુજરાત બજેટને રજૂ કરી દીધું છે. ત્યારે તેમણે રાજ્યની અડધોઅડધ વસતી એવા મહિલાવર્ગ માટે બજેટના બટવામાંથી શું ફાળવ્યું છે તે જોઇએ. આ વિશે બોલતાં કનુ દેસાઈએ ગૃહને જણાવ્યું હતું કે સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલાના મંત્રને અમારી સરકાર વરેલી છે.

સ્ત્રીઓનો જન્મદર સુધાર્યો : તેમણે જણાવ્યું કે અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ 2001માં 802 હતો જે વર્ષ 2020માં વધીને 965 નોંધાયો છે. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે.

આ પણ વાંચો Gujarat Budget 2023 : લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સામાન્ય વહીવટનો 1,980 કરોડનું બજેટ

મહિલાલક્ષી યોજનાઓમાં નાણાં ફાળવણી : કનુ દેસાઇના આ બજેટમાં વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય યોજનામાં કુલ 1897 કરોડ ફાળવવામાં આવ્યાં છે. આ યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે.

કુપોષણથી બચાવ : આ માટે પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે કુલ1452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદ વેતન અને અન્ય સવલતો માટે 754 કરોડની જોગવાઇ થઇ છે. 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે 399 કરોડની જોગવાઇ થઇ છે.

આ પણ વાંચો Pillars of Gujarat Budget 2023 : કનુ દેસાઇના બજેટમાં 5 આધારસ્થંભ, કયા છે સમજો

દૂધ સંજીવની યોજના : સરકાર માટે મહત્ત્વની એવી આ યોજનામાં આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત 13 લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે 126 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર સીંગતેલ આપવામાં આવે છે. જેના માટે 214 કરોડની જોગવાઇ થઇ છે.

પોષણ સુધા યોજના : આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે 133 કરોડની જોગવાઇ થઇ છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે 268 કરોડની જોગવાઇ છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 150 કરોડ ફાળવાયાં છે. જ્યારે બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમ જ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા 4કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.