ભાવનગર : જિલ્લાની સાત બેઠકમાંથી 104 ભાવનગર પૂર્વ વિધાનસભા ભાજપનો (BJP candidate in Bhavnagar) ગઢ માનવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી અહીંયા ભાજપ પોતાની બેઠક મેળવતું આવ્યું છે. જોકે આ બેઠક ઉપર બ્રાહ્મણ સમાજનું પ્રભુત્વ હોવાને કારણે પહેલા મહેન્દ્ર ત્રિવેદી અને બાદમાં વિભાવરી દવે છેલ્લા ત્રણ ટર્મથી જીત મેળવતા આવ્યા છે. વિભાવરી દવેને આ વર્ષે ટિકિટ મળશે કે કેમ તેના ઉપર ફરી સસ્પેન્સ રહ્યું છે. (Assembly seat in Bhavnagar)
વિભાવરી દવે નહીં લડે ચૂંટણી તેવી ચર્ચા ગુજરાત પ્રદેશ ભાજપને ભાવનગર પૂર્વ 104 વિધાનસભાના ધારાસભ્ય વિભાવરી દવે તેઓ ચૂંટણી નહીં લડવા માંગતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ત્યારે તેની પાછળ હકીકત વિભાવરી દવેની હા કે ના જવાબદાર છે કે પછી 104 વિધાનસભા બેઠક ઉપર ચાલતો વિવાદ ક્યાંક ખુલીને બહાર આવી રહ્યો છે. (Bhavnagar East seat Controversy)
ભાજપની સેન્સમાં ઉઠ્યો હતો વિવાદ ભાવનગર ભાજપ સંગઠનમાં પ્રમુખ સહિતની બોડી પૂર્વ મહેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય છે, ત્યારે ભાજપને હાલમાં થોડા સમય પહેલા લેવાયેલી સેન્સમાં ભાવનગર પૂર્વ 104 વિધાનસભા બેઠક ઉપર વિવાદો થયાના સૂત્રો મળ્યા હતા. મળતી માહિતી મુજબ વિભાવરી દવેનો વિરોધ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. ભાજપના આંતરિક સંગઠનમાં ભાવનગર પૂર્વ 104 બેઠકમાં વિવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વિવાદ બીજાને તક આપવા માટેનો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. જેના કારણે કદાચ આ વર્ષે પ્રથમ ચૂંટણીમાં ભાજપ નામ જાહેર કરવામાં અચકાયું છે. (bjp candidate list 2022 gujarat)
કોણ હોઈ શકે દોડમાં ભાવનગર પૂર્વ 104 વિધાનસભાની આ બેઠકો પર બ્રાહ્મણ સમાજનો દબદબો રહ્યો છે. ત્યારે આ વર્ષે નવા ઉમેદવારના નામ પણ ચર્ચામાં છે. જેમાં યુવરાજસિંહ ગોહિલ, ભરતસિંહ ગોહિલ, નિમુ બાંભણિયા અને શહેર પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની સેજલ પંડ્યા પણ દોડમાં આવી જાય છે. ત્યારે ભાજપે આ એક બેઠકનું નામ જાહેર નહીં કરીને સસ્પેન્સ રાખ્યું છે કે પછી વિવાદ ટાળવા અંદર ખાને પોતાની શક્તિ કામે લગાવી છે. (Bhavnagar BJP sens controversy)
બેઠક પર જ્ઞાતિ સમીકરણ ભાવનગર પૂર્વની 104 બેઠક પર આમ આદમી પાર્ટીએ એક માત્ર હમીર રાઠોડને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે ભાજપ કોંગ્રેસે બાકી રાખ્યા છે. ભાજપનો ગઢ કહેવાતી પૂર્વ બેઠકમાં 2022માં સમીકરણો બદલાય અને ભાજપનો ગઢ રહેશે કે કેમ ? તેવો સવાલ ઉભો થયો છે. જ્ઞાતિ સમીકરણ જોઈએ તો અંદાજે કોળી સમાજ 68,000,બ્રાહ્મણ સમાજ 18,000, લોહાણા સમાજ 12,000, સિંધી સમાજ 15,000, વાણંદ સમાજ 5,000,પટેલ સમાજ 12,000, ભરવાડ માલધારી 12,000, દલિત સમાજ 18,000, મુસ્લીમ સમાજ 20,000 અને અન્ય સમાજ 50,000 મળીને કુલ મતદારો 4,01,161 નોંધાયેલા છે. (Gujarat Assembly Election 2022)