ETV Bharat / state

મહુવામાં ખેડૂતો રહેશે હોટ ટોપીક, કોણ મારશે મેદાન - મહુવા વિધાનસભા ઉપર મતદારોમાં વધુ કોળી સમાજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને ભાજપ દ્વારા 160 જેટલા ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં ભાનનગર મહુવા બેઠક પર ત્રણેય પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. ભાવનગર જિલ્લાની 99 મહુવા વિધાનસભા બેઠક પર ચૂંટણી સંપૂર્ણ ખેડૂતો પર આધારિત બની ગઈ છે. મહુવા બેઠકમાં ખેડૂત નેતાઓને ત્રણ પક્ષોએ ટીકીટ (Bhavnagar Mahuva Assembly Candidate List) આપી છે. જ્ઞાતિ સમીકરણ અને નેતાની પોતાની તાકાત આ બેઠક પર જીત બાદ જોવા મળશે.

મહુવામાં ખેડૂતો રહેશે હોટ ટોપીક, કોણ મારશે મેદાન

author img

By

Published : Nov 11, 2022, 4:43 PM IST

ભાવનગર જિલ્લાની 99 મહુવા વિધાનસભા બેઠક હમેશા ચર્ચામાં રહી છે. ત્યારે મહુવામાં ભાજપે પૂર્વ ધારાસભ્યને ટીકીટ આપી અને વર્તમાનને કાપતા વિવાદ સર્જાયો છે.આ બેઠક પર કોંગ્રેસે અપક્ષ દાવેદારી કરનાર અને ભાજપને ટાટા કહેનાર કનુભાઈ કળસરીયાને ટીકીટ આપી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂત એકતા મંચ સાથે જોડાયેલા અશોકભાઈ જોળિયાને ટીકીટ આપી છે જોઈએ આ બેઠકમાં ખરાખરીનો ત્રીપાંખીયો જંગ કેમ?

મહુવા બેઠકની ડેમોગ્રાફી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) સંદર્ભે ETV BHARAT એ 99 મહુવા વિધાસભાનું વિશ્લેષણ કર્યું છે. 99 વિધાનસભા મહુવા બેઠકમાં આવેલા વિસ્તારો અને ઓળખ વિશે જાણીએ. 99 વિધાનસભા મહુવા શહેર સૌરાષ્ટ્રનું કાશ્મીર (Mahua city of Saurashtra Kashmir) કહેવામાં આવે છે. મોરારીબાપુ જેવા સંત અહીંયાંથી આવે છે. નારીયેળી વચ્ચે ઘેરાયેલું મહુવા દરિયાકાંઠાનું ગામ છે. તાલુકાના કેટલાક ગામડાઓ માછીમારી કરે છે તો અન્ય મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. મહુવા તાલુકો ડુંગળી પકવવા ખેતીનું કામ કરે છે. મહુવા શહેરમાં ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટ (Onion Dehydration Plant at Mahuwa) આવેલા છે. આ ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં 40 જેટલા અથાણા અને મુરબ્બો બને છે. જે વિદેશમાં એક્સપોર્ટ થાય છે. આ સિવાય ડિહાઇડ્રેશન ડુંગળી મોટા પ્રમાણમાં એક્સપોર્ટ તરીકે થાય છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

અગાઉની ચૂંટણીના પરિણામ: મહુવાના વિધાનસભા બેઠક 99 ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો કોંગ્રેસે રાજભાઈ મેહતાને ટીકીટ આપી હતી. જશવંત મહેતાના પુત્ર રાજભાઈ કોંગ્રેસમાંથી લડતા અને પૂર્વ મહુવાના નેતાના પુત્ર હોવા છતાં મતદારોનો મિજાજ કોંગ્રેસ પર ઉતર્યો નૉહતો. રાજભાઈને કુલ 27,855 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના કોળી સમાજના મહિલા ઉમેદવાર ભાવનાબેન મકવાણાને 57,498 મતો મળ્યા હતા. આમ ભાજપના ભાવનાબેનએ 28,352 મતોના માર્જિનથી જીત મેળવી હતી. 2012માં કુલ મતદારો 1,80,970 હતા. જેમાં કુલ મતદાન 67 ટકા મતદાન થયું હતું. કુલ ઉમેદવારો 6 મેદાનમાં હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર માત્ર બે હતા.

ક્યાં ક્યાં ઉમેદવાર 99 મહુવા બેઠક પર જાહેર ભાવનગર 99 મહુવા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે કનુભાઈ કળસરીયાને ટીકીટ આપી છે. જેઓ ડોકટર છે અને પોતાનું હોસ્પિટલ ધરાવે છે સાથે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત આપતા આવ્યા છે. ત્યારે આ બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય આર સી મકવાણાને કાપીને પૂર્વ ચાર ટર્મ ધારાસભ્ય રહેલા અને 10 પાસ તેમજ ખેડૂત અને ખેડૂત આગેવાની કરનાર શિવાભાઈ ગોહિલને ટીકીટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અશોકભાઈ જોળિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. અશોકભાઈ ખેડૂત એકતા મંચમાં અગ્રણી નેતા તરીકે કામ કરી રહ્યા છે. કોળી સમાજના અને ખેડૂતો સાથે જોડાયેલા છે.

મતદારોની સંખ્યા કુલ મતદારો 2,04,701 નોંધાયેલા છે. જેમાં પુરુષ 1,07,549 અને સ્ત્રી 97,152 નોંધાયેલ મતદારો છે. રાઘવજીભાઈ ભાજપમાંથી 5009 માર્જિનથી જીત મેળવી હતી. જોકે આ બેઠક પર 65 ટકા મતદાન થયું હતું. જે 2012ની સરખામણીમાં 2 ટકા ઓછું હતું. છતાં ભાજપને ફાયદો આપી ગયું હતું.

99 મહુવા બેઠક પર કેમ જામશે જંગ 99 મહુવા બેઠક પર કનુભાઈ કળસરીયા ખેડૂતોના નેતા છે તેનું કારણ મહુવામાં નીરમા કંપનીનો વિરોધ (Protest of Nirma Company in Mahuva) ખેડૂતોનો હતો અને તેમને કાયદાકીય અને સામાજિક તેમજ જમીન પર લડત આપી નિરમા કંપનીને આવતા રોકી હતી. આમ તેમને મીઠીવીરડી ભાવનગર જિલ્લામાં અણુપ્લાન્ટનો વિરોધ કરીને તેને આવતા રોક્યો અને ખેડૂતોની જમીન બચાવી હતી. ત્યારે ચાર ટર્મ તળાજા બેઠક પર ધારાસભ્ય રહેનાર શિવાભાઈ ગોહિલ ખેડૂત પુત્ર અને આગેવાન પણ છે. તળાજા મહુવાના ખેડૂતોમાં તેમના પ્રત્યે મોભો પણ છે. માત્ર 10 ધોરણ પાસ શિવાભાઈને તળાજા બદલે મહુવા બેઠક આપવામાં આવી છે કારણ કે એક તો ખેડૂત પુત્ર અને મૂળ મહુવાના ભાદ્રોડ ગામના રહેવાસી છે. આથી કાંટેથી ટક્કર જરૂર થશે. જ્યારે હજુ આમ આદમી પાર્ટીએ ખેડૂત એકતા મંચના અગ્રણી કાર્યકર અશોકભાઈ જોળિયાને ટીકીટ આપી છે અને તેઓ કોળી સમાજમાંથી આવે છે. આમ ત્રણેય પક્ષે ખેડૂતો સાથે જોડાયેલા નેતાઓને ટીકીટ આપી છે અને તેમાં બે પક્ષે કોળી સમાજના ખેડૂત નેતાને ભાજપ અને આપે પસંદ કર્યા છે.

ભાજપમાં કોંગ્રેસ કેમ વિરોધ સામે આવ્યો મહુવામાં શિવાભાઈ ગોહિલને જાહેર કરતા મહુવા નગરપાલિકા, તાલુકા પંચાયત સહિત અન્ય ચૂંટાયેલા વિવિધ સંસ્થાના વેટમાં ધારાસભ્ય આર સી મકવાણાના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. આર સી મકવાણાને કાપતા અંદાજે 1000 લોકો વિરોધ કરવા જિલ્લા પ્રમુખ પાસે પોહચ્યા હતા. ત્યારે ચૂંટાયેલા નગરપાલિકા, તાલુકા પંચાયત અને પંચાયતના સભ્યોએ રાજીનામાં આપવા પોહચ્યા હતા.આમ આંતરિક વિવાદ ભાજપનો મહુવામાં પણ બહાર આવ્યો હતો.

જ્ઞાતિ સમીકરણ અને મતદારો કેટલા 99 મહુવા વિધાનસભા ઉપર મતદારોમાં વધુ સંખ્યા કોળી સમાજની (Koli community electorate More in Mahuva Assembly) છે. જેનો ફાયદો ભાજપને થઈ શકે છે કારણ કે ખેડૂત પુત્ર અને કોળી સમાજના શિવાભાઈ ટક્કર આપી શકે છે.આ બેઠક પર ટક્કર કનુભાઈ અને શિવાભાઈ વચ્ચે રહેશે ત્યારે કનુભાઈ આહીર સમાજમાંથી આવે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ કોળી સમાજના અને ખેડૂત એકતા મંચમાં રહેલા અશોકભાઈને ટીકીટ આપતા ગ્રામ્યના મતોનું વિભાજન થવાનું છે. હવે ખેડૂતો સમાજ પ્રેમ દાખવશે કે પોતાના ખેડૂત તરીકે તેમની મુશ્કેલીમાં સાથે રહેલા નેતાને મત આપશે. આમ વિભાજનમાં કોનું પલડું ભારે તે સસ્પેન્સ રહેશે અને ખરાખરીનો જંગ જામશે. જોઈએ મતદારો અંદાજે જ્ઞાતિ પ્રમાણે મહુવા 99 વિધાનસભામાં કોળી 90 હજાર, આહીર પંચોળી 30 હજાર, ખરક સમાજ 12 હજાર, મુસ્લીમ સમાજ 15 હજાર, પટેલ સમાજ 8 હજાર, બ્રાહ્મણ સમાજ 12 હજાર,વણીક સમાજ 7 હજાર, ક્ષત્રિય સમાજ 2 હજાર,દલિત સમાજ 15 હજાર, ભરવાડ માલધારી સમાજ 7 હજાર અને અન્ય 30 હજાર થાય છે. જો કે તંત્રના ચોપડે કુલ મતદારો 3,61,002 નોંધાયેલા છે.

મહુવા બેઠકની ખાસિયત
મહુવા બેઠકની ખાસિયત

મહુવા બેઠકની ખાસિયત ગુજરાત વિધાનસભાની 99 મહુવા બેઠક ઉપર નજર કરવામાં આવે તો મુખ્ય વ્યવસાયમાં એક ડુંગળીની ખેતી, ડિહાઇડ્રેશન પ્લાન્ટ સિવાય કોઈ તાલુકામાં વ્યવસાય નથી. તાલુકાના લોકો કમાણી માટે ખેતી કરે છે. જ્યારે શહેરમાં માત્ર ડિહાઇડ્રેશન પ્લાન્ટ છે. જ્યારે મહુવામાં સ્થાનિક લોકો માટે રોજગારમાં હીરાના કારખાના અને નાના મોટા વ્યવસાય છે. ખેતીમાં તાલુકામાં મજૂરી કામ મળી રહે છે. મોટાભાગે ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં રોજગારી, હીરા પર મહુવા શહેર નભી રહ્યું છે.

આ વિસ્તારમાં સમસ્યાઓ અને શું રહી છે માંગો

આ વિસ્તારમાં સમસ્યાઓ અને શું રહી છે માંગો મહુવા વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા રોજગારીની રહેવા પામી છે. વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસ વારંવાર વિરોધ કરતું આવ્યું છે. ગ્રામ્યમાં રોજગારીમાં માત્ર ખેતી એક માત્ર માધ્યમ છે. જ્યારે શહેરમાં મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં મળતી રોજગારી છે. તે પણ લિમિટ માત્રામાં જ્યારે 27 વર્ષમાં કોઈ રોજગારી ઉભી નથી થઈ. આ વિસ્તારમાં ખેતી મોટો વ્યવસાય છે. જેમાં લોકોને ડુંગળીના ભાવના મળે તો ખેડૂત નારાજ થાય છે. ત્યારે આ વિસ્તારમાં GIDCની માંગ કરવામાં આવી રહી છે. એક માત્ર હીરા ઉદ્યોગ છે જ્યારે અન્ય રોજગારીનું માધ્યમ નથી. ગ્રામ્યમાં ક્યાંક રસ્તા સારા તો ક્યાંક રસ્તાઓ ખરાબ હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય અન્ય રોજગારલક્ષી કાર્ય કરવામાં સફળ રહ્યા નથી. રમકડાં ઉદ્યોગ પતન થવાના આરે છે. મહુવા બંદર પણ પડી ભાંગ્યું છે. એક માત્ર શહેરની હોસ્પિટલ પડું પડું હાલતમાં છે. આમ વિકાસલક્ષી કામમાં માત્ર ક્યાંક રસ્તાઓ સારા કરીને સંતોષ માનવામાં આવતો હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.