ભાવનગર : શહેરમાં ઘોઘારોડ પોલીસે 16 તારીખના રાત્રે ક્રેસન્ટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં પોલીસે 19 નબીરાઓને એક મકાનમાં ઝડપી લીધા છે. પોલીસે હુક્કાબાર પર દરોડા કરતા હુક્કા અને તમાકુ મળી આવી છે. પરંતુ હુક્કાબારમાં બે વિદ્યાર્થીઓ હોવાનું ખુલ્યું છે. નોંધાયેલી ફરિયાદમાં બે યુવાનો અભ્યાસ કરી રહ્યા છે, તેની નોંધ થતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે.
ઘોઘારોડ પોલીસની રેડ અને ઝડપાયા નબીરાઓ ભાવનગર ઘોઘારોડ પોલીસને 16 તારીખની રાતે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ક્રેસન્ટ સર્કલ નજીક આવેલી માણેકવાડી સ્ટેશન પાસેના પ્લોટ નંબર 571માં રેડ પાડી હતી. આ મકાનના માલિક અસદ કાલવાના નામે હોવાનું ખુલ્યું હતું. આ રેડ દરમિયાન પોલીસે પ્રવેશ કરતા હુક્કાબારમાં 19 લોકો નશો કરવા આવેલાનું જણાતા પોલીસે મુખ્ય શખ્સ હુક્કાબાર ચલાવનાર મહંમદ ફૈજાન ફારૂકભાઈ કાલવા પાસે પાસ પરમીટ માંગતા નહિ હોવાનું તેને જણાવ્યું હતું. આથી પોલીસે મકાનમાં રહેલા દરેક નબીરાઓ 19ને ઝડપી મુદ્દામાલ કબ્જે લઈને ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો પાટનગરમાં ઝડપાયું હુક્કાબાર, નશાના સામાન સાથે 3 આરોપીઓની ધરપકડ
હુક્કાબાર રેડમાં શું શું ઝડપાયું ભાવનગર ઘોઘારોડ પોલીસે રાત્રે મકાનમાં પ્રવેશ કરીને 19 લોકોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ચાલુ ચાર હુકાબાર ઝડપી લીધા હતા. સ્થળ પર તમાકુના ત્રણ ડબ્બા પણ ઝડપાયા હતા. તમાકુના ત્રણ ડબ્બાની કિંમત 750 થાય છે. જ્યારે અન્ય હુક્કા 1 મળીને કુલ 23 નંગ જેની કિંમત મળીને 4,46,000 સાથે 2003ની કલમ 04 અને 21 મુજબ ગુનો નોંધીને 19 નબીરાની અટકાયત કરવામાં આવી હતી. આ 19 નબીરાઓ પૈકી જોઈએ તો તેમાં મહમ્મદ અમીન ભલ્લા અને ધવલ શૈલેષભાઈ બારૈયા બંને 19 વર્ષના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓ પણ નશાના રવાડે ચડી રહ્યા છે. માતાપિતાઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય.
આ પણ વાંચો અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતાં હુક્કાબાર પર પોલીસના દરોડા
અન્ય ક્યાં શખ્સો ઝડપાયા હુક્કાબાર ધામમાં ભાવનગર ઘોઘારોડ પોલીસે અન્ય 16 શખ્સોમાં અરસાન મામુદભાઈ તેલવાલા, મહમ્મદ આદિલભાઈ અમીન ભલ્લા, મહમ્મદ ફૈઝાન ફારુકભાઈ કાલવા, મોહમ્મદ હસન ઈકબાલભાઈ લાખાણી, ફહાદ મોહમ્મદ યુસુફભાઈ લાખાણી, સમીર મોહમ્મદ હુસેન ધોળીયા, રિયાઝ સુલેમાન ગુડડા, અકીબ મામુદભાઈ તેલવાલા, તોફીક મુસાભાઇ ડેરૈયા, આદિલ મોહમ્મદ તોફિકભાઈ કાલવા, રિયાઝ કાશીદભાઈ ધોળીયા, દેવરાજ ધનજીભાઈ જાદવ, ફરહાન ઇરફાનભાઇ લાકડીયા, ઓવેશ મહમ્મદ જુનેદભાઈ જાકા, મોહમ્મદ આમીરભાઇ અબ્દુલ મસ્જિદ કાલવા, મહંમદ સોહીલ સોયબ ડુલડુલ, ફયાઝ ઇરફાનભાઇ લાકડીયા ઝડપીને ધોરણ સર કાર્યવાહી કરી હતી.