ભાવનગરઃ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યા, રજવાડાંઓ પણ ચાલ્યા ગયા, પરંતુ ભારતની સંસ્કૃતિને ફ્રાન્સના નાગરિકો આજે પણ અહીં માણવા પધારે છે. 2 દેશો વચ્ચેના વ્યવહાર જરૂર નિયમોને આધીન હોય, પરંતુ નાગરિક નાગરિક વચ્ચે માત્ર સંબંધો રહે તેવું એક જૂથ છે. ફ્રાન્સના કપલ અહીંયા ભારતીય નાગરિકના ઘરે મહેમાન બનીને આવે છે.
આ પણ વાંચોઃ Traditional kathputli: અમદાવાદના વૃદ્ધ દંપતીએ 60 વર્ષથી જાળવી રાખી છે કઠપુતલીની પરંપરા
ફ્રાન્સનું દંપતી આવ્યું મહેમાન બનીનેઃ એટલું જ નહીં તેઓ ભારતની પરંપરા મુજબ, ભોજન, રેહણીકરણી અપનાવે છે. હાલ ફ્રાન્સનું વૃદ્ધ એક દંપતી મહેમાન બનીને પરત ગયું છે. જેમ ફ્રાન્સના લોકો આવે તેમ ભારતીયો પણ ફ્રાન્સમાં ત્યાં જઈને તેમના ઘરમાં સાથે રહે છે. ટૂંકમાં સંસ્કૃતિ, સામાજિક પ્રથાથી છેલ્લા 50 વર્ષથી આ સિલસિલો ચાલ્યો આવે છે. ETV Bharatએ ફ્રાન્સના દંપતી સાથે આ મામલે ખાસ વાતચીત કરી હતી.
ભારત અને ફ્રાન્સ વચ્ચે આદાનપ્રદાન સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થાનું ક્યારથીઃ ભાવનગર શહેરમાં છેલ્લા 50 વર્ષથી 2-4 પરિવારો ફ્રાન્સના પરિવારો સાથે સંકળાયેલા હતા. ભારત અને ફ્રાન્સના પરિવારો વચ્ચે 50 વર્ષથી નવો ચિતરેલો ચીલો સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા સાથે ભારતના ભૌગોલિક શહેરો માણવાનો છે. ભાવનગરમાં વર્ષ 1973માં ડો. ધીરેન્દ્ર વૈષ્ણવના પિતા પાસે તેમના ઘરે અંદાજે વર્ષ 1973માં આવેલા ફ્રાન્સના નાગરિકોએ આદાનપ્રદાનની શરૂઆત કરી હતી, જે આજે છેલ્લા 50 વર્ષથી અવિરત્ ચાલી રહી છે. હાલમાં ભાવનગરના પૂર્વ મેયર રિનાબેન શાહનાં ઘરે ફેબ્રિસ અને ફ્રાંસવાસ દંપતી આવી પહોંચ્યા હતા. ફેબ્રિસ શિપ બિલ્ડર એસોસિયેશન પૂર્વ પ્રમુખ ફ્રાન્સમાં રહી ચૂકેલા છે અને ફ્રાન્સવાસ તેમની પત્ની સાઈકેસ્ટ્રીકસ ડોકટર છે.
2 દેશ વચ્ચે આદાન પ્રદાન કેવી રીતે 50 વર્ષથી અને કેટલા શહેરો જાણોઃ વર્ષ 1973થી ચાલી આવતી આદાનપ્રદાન માટે વાતચીત 2 દેશ વચ્ચે કઈ રીતે થતી હશે. તે સવાલ જરૂર ઊભો થાય છે. પૂર્વ મેયર રીના શાહે જણાવ્યું હતું કે, વર્ષ 1973માં ફ્રાન્સથી આવેલા એક નાગરિકે આ પ્રથાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતના 7 શહેરો અને ફ્રાન્સના 7 જેટલા શહેરો આ જૂથમાં જોડાયા હતા. ફ્રાન્સના 7 શહેરોમાં પેરીસ, લોમોન્સ, કો, પેરિગ્યુ, કોલુર અને મો.સા. મિશેલ દેશનો સમાવેશ થાય છે. તેમ ભારતના ભાવનગર, મુંબઈ, અમદાવાદ, વડોદરા, નાસિક, પૂના અને અસમનું યેલ્લૂરનો સમાવેશ થાય છે. જોકે, પહેલા એકબીજા સાથેનો સંપર્ક પોસ્ટકાર્ડ લખીને કરવામાં આવતો હતો. ત્યારબાદ ઈમેલ વ્યવસ્થા આવતા ઈન્ટરનેટ માધ્યમનો ઉપયોગ કરાયો અને આજે વોટ્સએપ જેવા માધ્યમ છે, જેથી ડે ટૂ ડે કમ્યુનિકેશન થાય છે. આના કારણે આ જૂથમાં નિયમો જાણીને જોડાવા માગતા લોકોની સંખ્યા વધી રહી છે. ગૃપમાં હાલ 200થી વધુ ફ્રાન્સ અને ભારતના નાગરિકો જોડાયેલા છે.
ભારતીય ફૂડ ખાવાનું પસંદઃ ફેબ્રિસ એમની વાતોમાં કહે છે કે, હું ભારતીય પરંપરાઓથી ખૂબ પ્રભાવિત છું અને મને ભારત ખૂબ ગમે છે. સત્ય મેવ જયતે આ મને ખૂબ પ્રભાવિત કરતી વાત છે. આ ભારતની ખૂબ મહાન ટ્રેડિશન છે, જેનું હું ખૂબ રિસ્પેક્ટ કરું છું. હું એની સાથે સહમત છું. હું જ્યારે પણ ભારતમાં આવું ત્યારે હું ભારતીય કપડાં પહેરવાનું પસંદ કરું છું. એમના કહેવા પ્રમાણે, પ્રોફેટ મહમ્મદ એવું કહેતા કે, જેવો દેશ તેઓ વેશ. એટલે કે, જ્યાં હોત ત્યાં તેવા થઈને રહેવું એ મને ખૂબ ગમે છે. એટલા માટે હું ભારતીય કપડાં પહેરો પહેરું છું. ભારતીય ખોરાક ખાઉં છું. કારણ કે, એ પણ મને એટલો જ પસંદ છે. સ્વામી વિવેકાનંદ જેમણે કહ્યું છે. શુભદમ સત્ય છે અને એટલા માટે જ હું જ્યારે પણ ઇન્ડિયા હોઉં છું. ત્યારે હું ઈન્ડિયન ડ્રેસ પહેરું છું અને ઈન્ડિયાનું ફૂડ ખાવાનું પસંદ કરું છું.
મારા મતે સૌપ્રથમ વાત ભારત સ્ત્રીઓ માટે ફ્રાન્સની જેમ જ એક ફેસ્ટિવલ સમાન છે અને એટલે જ ભારત એક સ્વર્ગ છે. કારણ કે અહીં અલગ અલગ પહેરવેશ હોવા છતાં વિવિધતામાં એકતાએ ખૂબ સમૃદ્ધ વાત છે અને એટલે જ ભારત એક સ્વર્ગ સમાન છે.
પહેરવેશ ભારતનો અને ભોજન પણ ભારતનુંઃ ભાવનગર અને ફ્રાન્સ વચ્ચે અંદાજો વર્ષ 1973માં બંને દેશના નાગરિકોએ એકબીજાની સંસ્કૃતિ અને એકબીજાના પહેરવેશ સહિત સામાજિક વ્યવસ્થાને જાણવા માટે નવી પ્રથા પાડી હતી. ફ્રાન્સનું પરિવાર ભારત આવે તો અહીંયા નિશ્ચિત મિત્ર સાથે તેના ઘરમાં રહે છે. એટલું નહીં તેમની સાથે સ્થાનિક ભોજન, સ્થાનિક પહેરવેશ માણવાનું રહે છે. તે જ રીતે જ્યારે ભારતના નાગરિકો ફ્રાન્સમાં જાય ત્યારે ફ્રાન્સના નિશ્ચિત મિત્રના ઘરે રોકાણ કરવાનું અને ત્યાંના જ પહેરવેશ અને ભોજન આરોગવામાં આવે છે. હાલમાં ભાવનગરના પૂર્વ મેયર રીનાબેન શાહના ઘરે ફ્રાન્સનું દંપતી રોકાણ કરીને ગયું છે.જેની સાથે ETV BHARAT એ ખાસ વાતચીત પણ કરી હતી. ફ્રાન્સના ફેબ્રિસ અને ફ્રાંસવાસ દંપતી ભાવનગરના મહેમાન બનીને શહેરમાં ગાંધી ટોપી, ઝભ્ભો અને પેન્ટ પહેરીને શહેરના સ્થળો માણ્યા હતા. જ્યારે ફ્રાંસવાસ મહિલાએ ડ્રેસ પહેરીને આનંદ ઉઠાવ્યો હતો. ત્યારે ભોજનમાં શાક રોટલી, દાળ ભાત, રોટલો, તેમજ પાઉભાજી, પાણીપુરી જેવા ભોજનનો આનંદ માણ્યો હતો. રીનાબેન શાહના ઘરે આજદિવસ સુધીમાં 15 ફ્રાન્સના દંપતીઓ મહેમાન બનીને ગયા છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ 100 વર્ષ બાદ અનોખી પરંપરા સાથે દેવોની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો
આવકજાવક અને પ્રથામાં નિયમ શું હોયઃ ભારત અને ફ્રાન્સના પરિવારો વચ્ચે બંધાયેલો પારિવારિક સેતુમાં કેટલાક નિયમો છે, જેમાં રીનાબેન શાહે જણાવ્યું હતું કે, ખાસ કરીને જ્યારે ફ્રાન્સનાં પરિવાર ભારતમાં આવે ત્યારે ભારતની સામાજિક વ્યવસ્થા, સામાજિક રીત રિવાજો, સામાજિક વાણી તેમ જ મર્યાદાને ધ્યાનમાં રાખીને વ્યવહાર અને વર્તન રોકાણ દરમિયાન કરવાનું રહે છે. તે જ રીતે ફ્રાન્સમાં જ્યારે ભારતીયો જાય ત્યારે ફ્રાન્સના રીતિરિવાજ અને મર્યાદામાં રહીને ભારતીયો રહેતા હોય છે. જો કોઈ પણ વ્યક્તિ મર્યાદા અથવા રીત રિવાજને તોડવાનો પ્રયત્ન કરે તો તેને ગૃપમાંથી ખસેડી દેવામાં આવે છે. જોકે, ગૃપમાં હાલ 200થી વધુ ભારત અને ફ્રાન્સના લોકો જોડાયેલા છે.