ETV Bharat / state

ભાવનગરમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી

author img

By

Published : Feb 6, 2021, 8:30 AM IST

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ભાજપના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા. કેટલાક નગરસેવકોએ આજે ફોર્મ ભર્યા તો કેટલાક આજે શનિવારે ફોર્મ ભરશે.

Bhavnagar
Bhavnagar
  • ભાવનગર મહનગરપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
  • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
  • ભાજપના નગરસેવકને ભુપેન્દ્રસિંહ આશીર્વાદ આપવા પહોંચ્યા

ભાવનગર: શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સવારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ હતી. ભાજપ કાર્યાલયમાં બધા એકઠા થયા હતા તો કોંગ્રેસ પોતાની રીતે અલગ અલગ પેનલમાં ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે ભાજપ કાર્યાલયે આવેલા પ્રભારી ભુપેન્દ્રસિંહે દરેક ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.

ભાજપના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા

ભાવનગર મહનગરપાલિકાની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે 52 ઉમેદવારના ફોર્મ કરવાની તૈયારીઓ થઈ હતી. તો શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. ત્યારે શહેરમાં ફોર્મ સ્વીકારવાની કામગીરી ચૂંટણી શાખા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ- ભાજપ બંને પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરીને આગામી ચૂંટણીના જંગની તૈયારી કરી લીધી છે.

ભાવનગરમાં ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભર્યા ફોર્મ

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ફોર્મ ભરવા પહોંચ્યા

ભાવનગર કોંગ્રેસના પીઢ કહેવાતા નેતા ભરત બુધેલીયા અને તેના સાથી મિત્રો પુરી પેનલ સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, તો કોંગ્રેસના બીજા પૂર્વ પ્રમુખ રાજેશ જોશી પણ તેની પેનલ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. જાહેર થયેલા ઉમેદવાર ફોર્મ ભરતા હતા ત્યારે કોંગ્રેસે બીજા 24 નામો જાહેર કરીને કુલ 45 ઉમેદવાર જાહેર કરી દીધા છે. જ્યારે 7 માટે હજુ જાહેરાત થઈ ન હતી. જો કે, આવતીકાલ અનેક નગરસેવકો હજુ ફોર્મ ભરવા જશે જેમાં કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા પણ બાકી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.