ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે રહેતા મનસુખભાઈ મકવાણાનો પુત્ર શાળાએ ગયા પછી ગુમ થયો હતો. જેને પગલે તેમને અપહરણની શંકા સાથે અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ અચાનક એક દિવસ બાદ તેની શાળાનું બેગ તળાવની પાળેથી મળી આવ્યું અને તેના શરીરના અવશેષો પણ મળી આવતા મામલો ઘેરો બન્યો હતો. પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી કરી છે.
"મણાર ગામે રહેતા મનસુખભાઈ મકવાણાએ તેનો પુત્ર ગુમ થયાની અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં શાળાનું બેગ તળાવની પાળેથી મળી આવ્યું હતું. જો કે તળાવની આસપાસના વિસ્તારમાંથી તેના શરીરના અવશેષો મળી આવ્યા હતા. પ્રાથમિક રીતે તળાવમાં પડી ગયા બાદ કોઈ અન્ય જાનવર લઈ ગયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે ભૂતકાળની હિસ્ટ્રી જાણતા બાળકો શાળાએથી તળાવે અનેક વખત જતા હોવાનું સામે આવી રહ્યું છે."-- હર્ષદ પટેલ (DSP,ભાવનગર)
બે ભાઈઓમાંથી નાનો ભાઈ ગુમ થયો: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે રહેતા મનસુખ નારણભાઈ મકવાણાને બે પુત્રો છે. જેમાં સૌથી મોટો અમિત અને નાનો જય છે. ત્યારે બંને ભાઈઓ અને દાદાની દીકરી શાળાએ એક સાથે ગયા હતા. પરંતુ સાંજ સુધી પાંચ વર્ષનો જય ઘરે નહિ આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે અંતમાં તેના પિતા મનસુખભાઈ મકવાણા અલંગ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ બીજા દિવસે તેનું શાળાનું બેગ તળાવની પાળેથી મળી આવ્યું હતું. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરતા તેના શરીરના અલગ અલગ અવશેષો મળી આવ્યા હતા. બનાવ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.