- તોતણીયાળા ગામમાં ગાયની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે નીકળી
- દસ વર્ષથી સાચવતા માલિકે તેની અંતિમ યાત્રા યોજી
- સન્માન પૂર્વક અંતિમયાત્રા ગામમાં ફરી અને અંતે દફનવિધિ કરાઈ
ભાવનગર: વલભીપુર તાલુકાના તોતણીયાળા ગામમાં ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા નીકળી હતી. છેલ્લા 10 વર્ષથી ગાયને સાચવતા માલિક અજીતસિંહ અમરસિંહ મોરીએ વિહાણીના નહિ હોવા છતાં અવિરત દૂધ આપતી ગાયને ઘરના સભ્ય જેમ લાલનપાલન કર્યું હતું.
ગાયની અંતિમયાત્રા કાઢવામાં આવી
ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની ધૂમ ચર્ચાઓ દેશમાં ચાલી રહી છે. ત્યારે ગુરુવારે વલ્લભીપુરના તોતણીયાળા ગામ ખાતે એક પશુપાલકની ગાયનું વધતી ઉંમરના કારણે નિધન થતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. ગામમાં કામધેનુનું ઉપનામ પામેલી ગાયના રક્ષક એવા અજીતસિંહ અમરસિંહ મોરીના પરિવારે ઢોલ-શરણાઈના સુર સાથે ગૌમાતાની અંતિમયાત્રા પ્રયોજી હતી.
આ પણ વાંચો : COVID Pandemic Lessons: શિક્ષકો ઇ-લર્નિંગ માટે થઇ રહ્યાં છે તૈયાર
પરિવાર માટે ગાય કમધૂને સમાન
ગાયના સૌરક્ષક એવા અજીતસિંહ મોરીએ આ દુઃખદ ક્ષણે જણાવ્યું હતું કે, "અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમે સુખી-સંપન્ન થયા હતા. 10 વર્ષથી વગર વિયાંણે આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો. આવી ગૌ માતાના નિધનથી ગ્રામીણો શોકાતુર બન્યા હતા. સ્વજનની અંતિમયાત્રાની માફક જ ગાયની અંતિમયાત્રા ગામમાં ફેરવવામાં આવી હતી.
આ પણ વાંચો : આ મહાન શિક્ષકને જાય છે 100 ટકા સાક્ષરતા દરનો શ્રેય
શાસ્ત્રોકત સાથે અંતિમ વિધી
શાસ્ત્રોકત વિધિથી ગાયને સમાધિસ્થ કરવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તાજેતરમાં જ કોર્ટ દ્વારા ગૌ સૌરક્ષણને લઈને સરકારને આડે હાથ લેવામાં આવી છે. ગાય રાષ્ટ્રીય પશુ હોવાની વિભાવનાને બળવત્તર બનાવવાના પ્રયાસોને આનાથી વેગ મળ્યો છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ સદીઓથી ચાલ્યું આવતું હોય દરેક ધર્મના લોકોએ ગૌ-વંશનું સૌરક્ષણ કરવું જોઈએ તેવી કોર્ટની ટિપ્પણી બાદ દેશમાં ગૌ સુરક્ષાને લઈને વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે તોતણીયાળા ગામની આ ઘટના ગ્રામીણક્ષેત્રમાં ગૌ-વંશનું અદકેરું મહત્વ દર્શાવી જાય છે.