ETV Bharat / state

ભાવનગરના મહુવાનો મેથળા બંધારો છલકાયો, ભૂમિપુત્રોમાં ખુશીની લહેર - MCFC પાણીનો સંગ્રહ

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના બગડ નદીમાં એકઠું થતું વરસાદી પાણી રોકવા માટે ઊંચા કોટડાનાં દરિયા વચ્ચે એક મેથળા બંધારો બાંધવાની યોજના અમલમાં મુકાઈ હતી. સરકારમાં છેલ્લા 35 વર્ષથી આ યોજના આમ તેમ ફંગોળાતી હતી, ત્યારે તળાજા અને મહુવાનાં 15 ગામના ખેડૂતોએ લોક ફાળાથી હાથોહાથ કામે લાગી દરિયામાં 1 કિલોમીટર લાંબો મેથળા બંધારો બાંધી સરકારના ગાલ પર તમાચો મારી દીધો છે. હવે આ મેથળા બંધારો છલકાતા ખેડૂતોના મુખ પર અલભ્ય સ્મિત છલકાઈ રહ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 21, 2019, 6:15 AM IST

ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના 35 જેટલા ગામો કે જે દરિયા કાંઠે આવેલ છે, જ્યાં દરિયાના ખારા પાણીના કારણે ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીનમાં ખારાશ પ્રસરતી જઈ રહી હતી. જેને રોકવા બંધારાની તાતી જરૂરિયાત હતી. સમગ્ર પંથકના લોકો દ્વારા મીઠા પાણીને રોકવા માટે મેથળા બંધારો બાંધી આપવા માટે છેલ્લા 35 વર્ષથી સરકારમાં વારંવાર અને વખતોવખત રજૂવાતો કરવામા આવી હતી. પરંતુ, સરકારની ઢીલી નીતિ અને જમીનને ઉદ્યોગો માટે વેચી દેવાની મેલી મુરાદના કારણે સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતરના મળતા ગામનાં ખેડૂતોએ એકઠા થઈને સ્વયંભૂ બાંધરો બાંધવા કમરકસી, મેથળા ગામ નજીક નદીના વહેંણ અને દરિયાની વચ્ચે એક કિલોમીટર લાંબો મેથળા બંધારાનું માટી કામ હાથ ધર્યુ હતું.

મહુવાનો મેથળા બંધારો છલકાયો
આખરે આ ભગીરથ કાર્યને પરીપૂર્ણ કરવા ગામ લોકોએ મેથળા બંધારા વિકાસ સમિતિની રચના કરી 6 એપ્રિલ 2018 નાં રોજ 10 હજાર જેટલા ગામલોકોએ મેથળા બંધારો બાંધવાના કામમાં ફાળો ઉધરાવી કામ શરૂ કર્યું. જોતજોતામાં રૂપિયા 50 લાખ કરતા વધુ ફાળો એકત્રિત થઈ ગયો છે. સાથે ગામના લોકોએ હથોહાથ મહેનત આરંભીને સતત 40 દિવસ સુધી દરરોજ 4 જેસીબી અને 10 ટ્રેક્ટર દ્વારા માટી ઠાલવી કામ શરૂ કર્યું છે. વિશાળ મેથળા બંધારની રચના કરી, જેનાથી મેથળા બંધારાનું ખેડૂતોનું સ્વપન સાકાર થયુ, જે બંધારો બાંધવા સરકારમાં કરોડો રૂપિયા નો ધુમાડો થઈ જાત એ બંધારો પોતાની હાથોહાથની મહેનત અને ઓછા ખર્ચે નિર્માણ પામ્યો છે.લોકોની જાત મહેનતે બંધારો તો બની ગયો પણ એ ભરાય એ પણ એટલું જ જરૂરી હતું, કહેવત છેને "હિમ્મતે મર્દા તો મદદે ખુદા" કુદરતે પણ ગામલોકોની મહેનત પર ચાર ચાંદ લગાવી દીધા આ વિસ્તારમાં પડેલા સારા વરસાદ ને કારણે મેથળા બંધારો છલકાઈ ઉઠ્યો, બંધારો છલકાતાં ગામ માં આનંદની હેલી ઉઠી ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયા, મેથળા બંધારા ના કારણે 11 ગામોને સીધો ફાયદો થશે અને આ એક મોટા ડેમ જેવું કામ કરશે. અહિંયા 655 MCFC પાણીનો સંગ્રહ થયો છે. આ વિસ્તારના 1575 હેક્ટર જમીનમાં મીઠા પાણીનું સરોવર બની ગયું છે.બંધારો બની જતા સરકાર પણ જાણે જશ ખાટી લેવો હોય એમ રહી રહીને પાકો પાળો બાંધી આપવા તૈયારી બતાવી, જો કે હવે પાકા પાળાના કામની જવાબદારી સરકારના માથે છે, અને તે હવે આ કામ ક્યાંરે પૂર્ણ કરીશે તે સમિતિનો પ્રશ્ન છે.

Intro:એપૃવલ : કલ્પેશસર
ફોર્મેટ : એવી

મહુવાનો મેથળા બંધારો છલકાયો, પરસેવો પાડી ખેડૂતોએ કરેલી મહેનત અંતે રંગ લાવી.

Body:ભાવનગર જિલ્લામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે. જ્યારે બીજી બાજુ ભાવનગરને મળેલા 125 કિલોમીટર લાંબા દરિયા કિનારાને કારણે કાંઠાનાં વિસ્તારોમાં ખારા પાણીની સમસ્યાના કારણે ખેતી અને જનજીવનની માઠી અસર થઇ રહી છે.

ભાવનગર જિલ્લાના બગડ નદીમાં એકઠું થતું વરસાદી પાણીને રોકવા માટે ઊંચા કોટડાનાં દરિયા વચ્ચે એક મેથળા બંધારો બાંધવાની યોજના સરકારમાં છેલ્લા 35 વર્ષથી આમ તેમ ફંગોળાતી હતી ત્યારે તળાજા અને મહુવાનાં 15 ગામના ખેડૂતોએ લોક ફાળાથી હાથોહાથ કામે લાગી દરિયામાં 1 કિલોમીટર લાંબો મેથળા બંધારો બાંધી સરકારના ગાલ પર તમાચો મારી દીધો છે,

Conclusion:ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા તાલુકાના 35 જેટલા ગામો કે જે દરિયા કાંઠે આવેલ છે જ્યાં દરિયા ના ખારા પાણીના કારણે ખેડૂતોની મહામૂલી ફળદ્રુપ જમીનમાં ખારાશ પ્રસરતી જઈ રહી હતી જેને રોકવા બંધારા ની તાતી જરૂરિયાત હતી, સમગ્ર પંથકના લોકો દ્વારા મીઠા પાણીને રોકવા માટે મેથળા બંધારો બાંધી આપવા માટે છેલ્લા 35 વર્ષથી સરકાર માં વારંવાર અને વખતોવખત રજૂવાતો કરવામા આવી હતી, પરંતુ સરકારની ઢીલી નીતિ અને જમીનને ઉદ્યોગો માટે વેચી દેવાની મેલી મુરાદના કારણે સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર ના મળતા ગામનાં ખેડૂતોએ એકઠા થઈને સ્વયંભૂ બાંધરો બાંધવા કમરકસી, મેથળા ગામ નજીક નદીના વહેંણ અને દરિયાની વચ્ચે એક કિલોમીટર લાંબો મેથળા બંધારાનું માટી કામ હાથ ધર્યુ હતું,

આખરે આ ભગીરથ કાર્યને પરીપૂર્ણ કરવા ગામ લોકોએ મેથળા બંધારા વિકાસ સમિતિની રચના કરી, 6 એપ્રિલ 2018 નાં રોજ 10 હજાર જેટલા ગામલોકોએ મેથળા બંધારો બાંધવાના કામમાં ફાળો ઉધરાવી કામ શરૂ કર્યું. જોતજોતામાં રૂ.50 લાખ કરતા વધુ ફાળો એકત્રિત થઈ ગયો, સાથે ગામના લોકોએ હથોહાથ મહેનત આરંભીને સતત 40 દિવસ સુધી દરરોજ 4 જેસીબી અને 10 ટ્રેક્ટર દ્વારા માટી ઠાલવી કામ શરૂ કર્યું, વિશાળ મેથળા બંધારની રચના કરી, જેનાથી મેથળા બંધારાનું ખેડૂતોનું સ્વપન સાકાર થયુ, જે બંધારો બાંધવા સરકારમાં કરોડો રૂપિયા નો ધુમાડો થઈ જાત એ બંધારો પોતાની હાથોહાથ ની મહેનત અને ઓછા ખર્ચે નિર્માણ પામ્યો,

લોકોની જાત મહેનતે બંધારો તો બની ગયો પણ એ ભરાય એ પણ એટલું જ જરૂરી હતું, કહેવત છેને "હિમ્મતે મર્દા તો મદદે ખુદા" કુદરતે પણ ગામલોકોની મહેનત પર ચાર ચાંદ લગાવી દીધા આ વિસ્તારમાં પડેલા સારા વરસાદ ને કારણે મેથળા બંધારો છલકાઈ ઉઠ્યો, બંધારો છલકાતાં ગામ માં આનંદની હેલી ઉઠી ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયા, મેથળા બંધારા ના કારણે 11 ગામોને સીધો ફાયદો થશે અને આ એક મોટા ડેમ જેવું કામ કરશે. અહિંયા 655 MCFC પાણીનો સંગ્રહ થયો છે. આ વિસ્તારના 1575 હેક્ટર જમીનમાં મીઠા પાણીનું સરોવર બની ગયું છે.

બંધારો બની જતા સરકાર પણ જાણે જશ ખાટી લેવો હોય એમ રહી રહીને પાકો પાળો બાંધી આપવા તૈયારી બતાવી, જો કે હવે પાકા પાળાના કામની જવાબદારી સરકારના માથે છે, અને તે હવે આ કામ ક્યાંરે પૂર્ણ કરીશે તે સમિતિનો પ્રશ્ન છે....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.