ETV Bharat / state

'ડુંગળી અમને નથી રડાવતી સરકાર રડાવે છે', ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર

ગોંડલ બાદ હવે ભાવનગર પંથકમાંથી પણ ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ડુંગળીના તળીયે ગયેલા ભાવને લઈને ખેડૂતોનો વિરોધ હવે વધી રહ્યો છે. 700 રૂપિયા મણ વેંચાતી ડુંગળીની નિકાસબંધી થતા હવે ભાવ 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ડુંગળીના ભાવ 150 એ પહોંચી ગયા છે, ત્યારે ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ ભાવનગર યાર્ડની મુલાકાત લઈને સરકાર સામે હુંકાર ભર્યો હતો.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 3:53 PM IST

Updated : Dec 18, 2023, 4:08 PM IST

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો હુંકાર

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં ડુંગળીના ભાવ જે રીતે તળિયે પહોંચી ગયા છે, તેને લઈને વિરોધનો વંટોળ પણ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ત્યારે ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા અને તેમના સહયોગી દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી. આ તકે ભરતસિંહ વાળાએ ડુંગળીના ભાવના પગલે સરકાર સામે હુંકાર ભર્યો હતો. અને જણાવ્યું હતું ડુંગળીના નીચા ભાવ કોઈપણ ખેડૂતને પરવડે તેમ નથી. આ અંગે ભરતસિંહ વાળાએ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં જ્યાં ડુંગળીનું વેચાણ થયું છે ત્યાં જઈને એક ચોક્કસ રણનીતિ ઘડી છે.

સરકાર સામે રોષ: ડુંગળી ઉપર નિકાસબંધી થવાની સાથે જ તે સરકાર વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં વિરોધ થવા પામ્યો હતો. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધારે ડુંગળી આવતી હોય ત્યારે ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા સહિત તેના સહયોગી દ્વારા નિકાસબંધીને લઈને રોષ ઠાલવ્યો હતો અને ઉગ્ર આંદોલન આપવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ એક પછી એક દિવસ કાર્યક્રમ આપવામાં આવતા રહ્યા છે, ત્યારે હવે ભરતસિંહ વાળા પોતાના સહયોગેની સાથે ભાવનગર માર્કેટિંગ યાર્ડ પણ આવી પહોંચ્યા હતા. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતો સાથે ભરતસિંહ વાળાએ વાર્તાલાપ કર્યો હતો.

ડુંગળી નથી રડાવતી સરકાર રડાવે છે: ભાવનગર માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવેલા મહુવા પંથકના રહેવાસી અને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે 'અમારા જેટલા પણ ખેડૂતો છે, તે મહુવા, તળાજા, ભાવનગર, ગોંડલ કે ધોરાજી જ્યાં પણ હશે જે ડુંગળી લઈને આવતા હોય તેની પાસે હું જવાનો છું' અમારી એક જ માંગ છે કે અમારી ડુંગળી સરકાર 50 રૂપિયે કિલો ખરીદે અને 1,000 રૂપિયા મણના આપે ત્યારબાદ એ જ રીતે સિંગ અને કપાસમાં પણ અમને ભાવ મળી રહે. ડુંગળીએ કોઈને રડાવ્યા નથી પરંતુ સરકાર હાલ અમને રડાવી રહી છે'.

ડુંગળીના ઉત્પાદનમાં રાજ્યમાં મહુવા મોખરે: સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો નંબર ડુંગળી પકવવામાં આવતો હોય છે, એમાં પણ ગુજરાતમાં મહુવાનું નામ મોખરે છે. ખેડૂતો એક તરફ વિરોધ કરી રહ્યા છે અને ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર પણ હાલની સિઝનનું 19,947 હેક્ટર આસપાસ થવા પામેલું છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અશોકભાઈ ચૌહાણ એ જણાવ્યું કે, ભાવનગર યાર્ડમાં હાલમાં 15 થી 20,000 ગુણીની આવક થઈ રહી છે, તેમાં સૌથી ઊંચો ભાવ 472 રૂપિયા મળી રહ્યો છે જ્યારે સૌથી નીચો ભાવ 150 રૂપિયા ખેડૂતોને મળવા પાત્ર થયો છે. આગામી દિવસોમા ડુંગળીની આવક 1 લાખ ગુણી સુધી પહોંચવાની સંભાવના છે.

  1. ધરાર ધર્માદો કરવા મજબૂર ધરતીપુત્ર, ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો
  2. ડુંગળીના ભાવની સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી દીધી છેઃ રાઘવજી પટેલ

Last Updated : Dec 18, 2023, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.