ETV Bharat / state

જીતુ વાઘણીના વિસ્તારમાં 30 વર્ષથી પાણીની લાઈન નથી, લોકોમાં ભારે રોષ - water news

ભાવનગરઃ જિલ્લાના આખલોલ જકાતનાકા પાસે આવેલી 7થી 8 સોસાયટીમાં 30 વર્ષથી પાણીની લાઈન નથી. ચૂંટણી મત લેવા આવેલા પ્રદેશ પ્રમુખ હવે સામે નથી જોતા તેવો આક્ષેપ લોકોએ કર્યો છે. મનપા કે જિલ્લા પંચાયત એકબીજાને ખો આપે છે કે, આ અમારામાં આવતું નથી. તો રહીશોનો પ્રશ્ન છે કે, આ સોસાયટી આવે કોના વિસ્તારમાં..?

ભાવનગરમા જીતુ વાઘણીના વિસ્તારમાં પાણીને લઈને લોકોમાં ભારે રોષ
ભાવનગરમા જીતુ વાઘણીના વિસ્તારમાં પાણીને લઈને લોકોમાં ભારે રોષ
author img

By

Published : Dec 8, 2019, 9:12 AM IST

વિકાસના નામે વચનો આપીને મત લીધા બાદ નેતાઓ ડોકાતા નથી. આવું જ કઈક ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ અને પશ્ચિમના ધારાસભ્યએ કરતા 8 સોસાયટીના આશરે 4 હજાર લોકો રોષે ભરાયા છે. આખલોલ નજીક આવેલી છેવાડાની સોસાયટીમાં 30 વર્ષથી પાણીની લાઈનો નથી કે નથી ગટર. આ ઉપરાંત રસ્તા જેવી સુવિધા પણ નથી. આ તમામ પ્રશ્નોને લઇ લોકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ભાવનગરને વિકાસના નામે લોલીપોપ આપતા રહેતા નેતાઓનો ભોગ હંમેશા સ્થાનિક લોકો બનતા રહ્યા છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં પાણીનો કકળાટ છેલ્લા 30 વર્ષથી છે. આખલોલ જકાતનાકા પાસે આવેલી 7થી 8 સોસાયટીના રહીશોને પાણીની લાઈન આપવામાં આવી નથી. વિકાસવંતા ગુજરાતમાં વાતો વિકાસની મોટી થાય છે પણ સુવિધા આપવાના સમયે નેતાઓ અને તંત્ર એક બીજાને ખો આપવા લાગે છે. લોકો પાણીના ટેન્કર મંગાવીને ગુજરાન ચલાવી રહ્યા છે.

ભાવનગરમા જીતુ વાઘણીના વિસ્તારમાં પાણીને લઈને લોકોમાં ભારે રોષ

જીતુભાઇ વાઘણીએ સંકલનમાં મુદ્દો બે વખત મુકવા છતાં તંત્રએ કોઈ તસ્દી લીધી નથી. કલેક્ટર મનપાને ખો આપે છે, તો મનપા બાડા પર ઢોળી રહ્યું છે. તો બાડા જિલ્લાના પંચાયતની જવાબદારી હોવાનું કહીને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. રહીશો મૂંઝવણમાં છે કે, પ્રાથમિક સુવિધા પહેલા સોસાયટી બનાવવાની મંજૂરી મળે નહીં તો બાડાએ મંજૂરી શું કામ આપી ભાવનગરના 4 હજાર મત માટે ચાંદ તારા બતાવનાર પ્રદેશ પ્રમુખ પણ હવે જવાબ આપતા નથી.

ભાવનગરના વિકાસની વાતું કરીને હાલમાં સત્તામાં બેસેલી ભાજપ બેઠકો મેળવતું આવ્યું છે. ત્યારે ભાવનગરની પ્રજાને વચનો આપ્યા બાદ પ્રાથમિક સુવિધા નહીં મળતાં હવે પ્રજાનો વિશ્વાસ ઉડી રહ્યો છે કે, ભાજપ કે કોંગ્રેસ નેતાઓ સત્તાના ભૂખ્યા હોય છે. માટે ચૂંટણી ટાણે ખોટા વચનો આપીને મત મેળવીને બાદ તું કોણ ને હું કોણ જેવી નીતિ અપનાવે છે.

Intro:પ્રદેશ પ્રમુખે ધારાસભ્ય બનતા પહેલા વચન આપ્યું હતું નહીં પાળતા રહીશોમાં રોષ

Body:આખલોલ જકાતનાકા પાસે આવેલી 7 થી 8 સોસાયટીમાં 30 વર્ષથી પાણીની લાઈન નથી. ચૂંટણી ટાણે મત લેવા આવેલા પ્રદેશ પ્રમુખ હવે સામે નથી જોતા તેવો આક્ષેપ લોકોએ કર્યો છે. બાડા, મનપા કે જિલ્લા પંચાયત એકબીજાને ખો આપે છે કે આ અમારામાં નથી આવતું તો સવાલ એ છે કે આ સોસાયટી આવે કોનામાં રહીશોનો પ્રશ્ન.

Conclusion:એન્કર - ભાવનગરમાં વિકાસના નામે વચનો આપીને મત લઇ લીધા બાદ નેતાઓ ડોકાતા નથી આવું કાંઈક ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ અને પશ્ચિમના ધારાસભ્યએ કરતા 8 સોસાયટીના આશરે 4 હજાર લોકો રોષે ભરાયા છે. આખલોલ નજીક આવેલી છેવાડાની સોસાયટીમાં 30 વર્ષથી પાણીની લાઈનો નથી કે નથી ગટર, રસ્તા જેવી સુવિધા. હવે રહીશો નેતાની છેતરપિંડી બાદ આંદોલન માર્ગે ચડવાની તૈયારી બતાવી છે.

વિઓ -1- ભાવનગરને વિકાસના નામે લોલીપોપ આપતા રહેતા નેતાઓનો ભોગ હંમેશા સ્થાનિક લોકો બનતા રહ્યા છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં પાણીનો કકળાટ છેલ્લા 30 વર્ષથી છે. ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે આવેલી 7 થી 8 સોસાયટીના રહીશોને પાણીની લાઈન આપવામાં આવી નથી. વિકાસવંતા ગુજરાતમાં વાતો વિકાસની મોટી થાય છે પણ સુવિધા આપવાના સમયે નેતાઓ અને તંત્ર એક બીજાને ખો આપવા લાગે છે લોકો પાણીના ટેન્કર મંગાવીને ગુજરાન ચલાવી રહ્યા છે પાણી માટે પાડોશી સાથે ઝઘડાઓ થતા સબંધો બગડી રહ્યા છે પણ તંત્રને કોઈ ચિંતા નથી. સ્થાનિકો હવે આંદોલન કરીને હક્ક મેળવવા માંગે છે

બાઈટ - ધર્મીષ્ઠાબા જાડેજા ( સ્થાનિક ગૃહિણી, ભાવનગર) R GJ BVN 01 B PANI PKG BITE CHIRAG 7208680
બાઈટ - મોમીનબેન ( સ્થાનિક રહેવાસી , ભાવનગર) R GJ BVN 01 C PANI PKG BITE CHIRAG 7208680

વિઓ -2- ભાવનગરના છેવાડે આવેલો વિસ્તાર જીતુભાઇ વાઘણીનો છે આ વિસ્તારના આશરે 4 હજાર મત માટે જેતે સમયે ઉમેદવાર બનેલા જીતુભાઈએ રહેવાસીઓને સોનાનો સૂરજ ઉગશે કહીને દિવસે ચાંદ તારા બતાવ્યા હતા છતાં આજે પાણીની લાઈન મળી નથી. જીતુભાઇ વાઘણીએ સંકલનમાં મુદ્દો બે વખત મુકવા છતાં તંત્રએ કોઈ તસ્દી લીધી નથી. કલેકટર મનપાને ખો આપે છે તો મનપા બાડા પર ઢોળી રહ્યું છે તો બાડા જિલ્લાના પંચાયતની જવાબદારી હોવાનું કહીને મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. રહીશો મૂંઝવણમાં છે કે પ્રાથમિક સુવિધા પહેલા સોસાયટી બનાવવાની મંજૂરી મળે નહીં તો બાડાએ મંજૂરી શુ કામ આપી ? ભાવનગરના 4 હજાર મત માટે ચાંદ તારા બતાવનાર પ્રદેશ પ્રમુખ પણ હવે જવાબ આપતા નથી તેથી રહીશો હવે આંદોલનના મૂડમાં છે

બાઈટ - ધીરજબેન ભટ્ટ ( સ્થાનિક રહેવાસી, ભાવનગર) R GJ BVN 01 D PANI PKG BITE CHIRAG 7208680
બાઈટ - યુવરાજસિંહ ગોહિલ ( સ્થાનિક આગેવાન, ભાવનગર)R GJ BVN 01 C PANI PKG BITE CHIRAG 7208680

વિઓ - 3- ભાવનગરના વિકાસની વાતું કરીને હાલમાં સત્તામાં બેસેલી ભાજપ બેઠકો મેળવતું આવ્યું છે ત્યારે ભાવનગરની પ્રજાને વચનો આપ્યા બાદ પ્રાથમિક સુવિધા નહીં મળતાં હવે પ્રજાનો વિશ્વાસ ઉડી રહ્યો છે કે ભાજપ કે કોંગ્રેસ નેતાઓ સત્તાના ભૂખ્યા હોઈ છે માટે ચૂંટણી ટાણે ખોટા વચનો આપીને મત મેળવીને બાદ તું કોણ ને હું કોણ જેવી નીતિ અપનાવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.