ETV Bharat / state

ગઢડામાં સુપ્રીમ કોર્ટના હુકમ અનુસંધાને 5 મેના યોજાશે ચૂંટણી - Botad

ભાવનગરઃ જગપ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહિવટી ધૂરા સંભાળવાને લઇ ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ સાથે જ 13 વર્ષ ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટ હસ્તકના ગોપીનાથજી મંદિર ગઢડા ખાતે ચૂંટણી યોજાશે. ઉલ્લેખનિય છે કે, મતદારયાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદના કારણે ચૂંટણી યોજવામાં વિલંબ કરવામાં આવતો હતો. જોકે, સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના હુકમ બાદ આગામી તારીખ 5 મેના રોજ ચૂંટણી યોજાશે.

બોટાદ
author img

By

Published : Apr 9, 2019, 3:49 AM IST

બોટાદ જિલ્લાના જગ પ્રસિદ્ધ ગઢપુર ગઢડા ખાતે આવેલા વિશ્વવિખ્યાત ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષ બાદ મંદિરના વહીવટની ધૂરા સંભાળતી મુખ્ય સાત બેઠકો માટે આગામી તારીખ 5 મે,2019ના રોજ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરમાં કાર્યરત આચાર્ય પક્ષની દેવ પક્ષ પૈકી હાલ આચાર્ય પક્ષ દ્વારા મંદિરના સંપૂર્ણ વહીવટની જવાબદારી સંભાળવામાં આવી રહી છે.

ગોપીનાથજી મંદિર, ગઢડા

જોકે, દેવ પક્ષ દ્વારા જ છેલ્લા લાંબા સમયથી નવી મતદાર યાદી જાહેર કરવાથી લઈ મતદાર યાદીમાં મતદારોના નામ ઉમેરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં આ મુદ્દાને લઇને છેલ્લા દસેક વર્ષથી ચાલતા લાંબા કાનૂની વિવાદના અંતે કોર્ટે આઠ સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત કરી તેનો અહેવાલ કોર્ટમાં રજુ કરવા આદેશ કર્યો છે. આ સાથે કોર્ટ દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ સોનીની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

ચૂંટણી અધિકારી સોનીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને મંદિરમાં કાર્યરત ગૃહસ્થ વિભાગની ચાર અને ત્યાગી વિભાગની ત્રણ મળી કુલ સાત બેઠકો પર આગામી તારીખ 5 મેના રોજ ચૂંટણી યોજવા જાહેરાત કરી છે. જોકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી લેવામાં આવી છે. તો આ તરફ મતદાર યાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદનો અંત પણ આવ્યો છે. ગઢડા મંદિરની આ ચૂંટણીમાં આચર્ય પક્ષ તેમજ દેવ પક્ષ દ્વારા કુલ 7 લોકો ચૂંટણી લડશે. જેમાં 4 ગ્રહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગના ઉમેદવારો ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે, હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ મોહિત ગોપીનાથજી મંદિરના વહીવટી તરીકે પસંદગી કરવામા આવી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ સોનીને ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે. તો આ ન્યાયિક પ્રક્રિયા વચ્ચે ચૂંટણી યોજાશે.

એન્કર :
 જગપ્રસિધ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહિવટી ધૂરા સંભાલવાને લઇ ચાલતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. આ સાથે જ ૧૩ વર્ષ ગોપીનાથજી ટેમપલ બોર્ડ ટ્રસ્ટ હસ્તકના ગોપીનાથજી મંદિર ગઢડા ખાતે ચૂંટણી યોજાશે. ઉલ્લેખનિય છે કે,મતદારયાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદના કારણે ચુંટણી યોજવામાં વિલંબ કરવામાં આવતો હતો. જો કે સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના હુકમ બાદ આગામી તારીખ ૫ મેં ના રોજ  ચૂંટણી યોજાશે.

વીઓ :
બોટાદ જિલ્લાના જગ પ્રસિદ્ધ ગઢપુર ગઢડા ખાતે આવેલ વિશ્વવિખ્યાત ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષ બાદ મંદિરના વહીવટની ધૂરા સંભાળતી મુખ્ય સાત બેઠકો માટે આગામી તારીખ પાંચ મે,૨૦૧૯ના રોજ ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૂંટણી યોજાશે ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરમાં કાર્યરત આચાર્ય પક્ષની દેવ પક્ષ પૈકી હાલ આચાર્ય પક્ષ દ્વારા  મંદિરના સંપૂર્ણ વહીવટની જવાબદારી સંભાળવા માં આવી રહી છે. જો કે દેવ પક્ષ દ્વારા જ છેલ્લા લાંબા સમયથી નવી મતદાર યાદી જાહેર કરવાથી લઈ મતદાર યાદીમાં મતદારોના નામ ઉમેરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં આ મુદ્દાને લઇને છેલ્લા દસેક વર્ષથી ચાલતા લાંબા કાનૂની વિવાદના અંતે કોર્ટે આઠ સપ્તાહમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત કરી તેનો અહેવાલ કોર્ટમાં રજુ કરવા આદેશ કર્યો છે આ સાથોસાથ કોર્ટ દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ સોનીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી સોનીએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને મંદિરમાં કાર્યરત ગૃહસ્થ વિભાગની ચાર અને ત્યાગી વિભાગની ત્રણ મળી કુલ સાત બેઠકો પર આગામી તારીખ પાંચ ના રોજ ચૂંટણી યોજવા જાહેરાત કરી છે. જોકે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી લેવામાં આવી છે.તો આ તરફ, હવે આગામી ૫ મેં ના રોજ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ની ચુતની યોજાશે તેમજ મતદાર યાદીમાં નામ ઉમેરવાને લઈ ચાલતા વિવાદનો અંત પણ આવ્યો છે. ગઢડા મંદિરની આ ચુંટણી માં આચર્ય પક્ષ તેમજ દેવ પક્ષ દ્વારા કુલ ૭ લોકો ચુંટણી લડશે જેમાં ૪ ગ્રહસ્થ વિભાગ અને ૩ ત્યાગી વિભાગ ના ઉમેદવારો ચુંટણી લડશે .

અત્રે ટાંકવું જરૂરી છે કે હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્રના ચીફ જસ્ટિસ મોહિત ગોપીનાથજી મંદિરના વહીવટી તરીકે મુકેલ તેમજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ સોનીને ચુંટણી અધિકારી તરીકે મુકેલ હોય ન્યાયિક પ્રક્રિયા વચ્ચે ચુટણી યોજાશે. 

બાઈટ –ઘનશ્યામ સ્વામી –કોઠારી આચાર્ય પક્ષ
(ડાર્ક કપડામાં છ તે સ્વામી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.